મકાન ઓરેડી?

Eat or No?

મારો એક મિત્ર છે,  અમુક વાતોમાં મારો role-model. સ્કૂલ અમારી એક, અને હું ૯મી માં જોડાયો ત્યારે એ head prefect આખી સ્કૂલ નો. પ્રિન્સિપાલ થી ફાટે એટલીજ કે જરા વધારે હેડ પ્રિફેક્ટથી ફાટે. મારા કરતાં ૨ વર્ષે આગળ. IIT પહોંચ્યો અને હોસ્ટેલમાં એને જોયો; ખુશ તો થયો જ પણ અચંબો પણ થયો. - ખબર હતી કે મારા ક્લાસ ના ચાર પાંચ ગઠિયા IIT માં અને આજ હોસ્ટેલ-૪ માં છે, એટલે મે પણ હોસ્ટેલ-૪ માંગી અને મળી હતી.

આ blog તો નિવૃત થયો અને તરત જ શરૂ કરેલો, પણ મારી પોતાની domain પર નહીં - ભાડૂતી domain પર! મારી પોતાની domain પર આ બ્લોગ મૂક્યો એટલે ખુશ થઈ ને બધા મિત્રો અને સ્વજનો ને બાંગ પોકારી કે મારો બ્લોગ જોજો!  મારા આ મિત્રને પણ સંદેશો મોકલ્યો! એ પણ નવો જ નિવૃત થયો છે! એનો તરત જવાબ આવ્યો કે બીજા બધા વિષય પર તો લખ્યું, પણ સિંગાપૂર માં જીવન કેવું એ લખે તો મજા આવે! અને આ બ્લોગ પ્રગટ થયો.

સિંગાપૂર આવે ૨૮મુ ચાલે છે. અમારી નાની ને મુંબઈ આછ્છું યાદ છે, મોટી ને વધારે, પણ  મને ઘર છોડયા ની વેદના હજી એ સતાવે ખરી. પણ ઘર તો કયાર નું સિંગાપૂર જ થઈ ગયું. ફક્ત વતન કે હ્રદયભૂમિ મુંબઈ   ગણું  છુ. જેટલી વાર મુંબઈ જાઊ ત્યારે એક વાર તો ચાલુ ગાડી એ બસ પકડું જ અને એક વાર ટ્રેન ના દરવાજા પાસે અડધો બાહર લટકી હવા ખાઉં ખરો. લોહીમાં જ મુંબઈ છે! શું થાય?

પણ પ્રભુ કૃપા કરે અને એ આષિર્વાદ માથું નમાવી ને ગ્રહણ ના કરું  તો તદ્દન ઉધ્ધત ગણાઉં. સિંગાપૂર પહોંચ્યા અને ઘણા દ્વાર ખૂલ્યા.મોકળું રહેવાનુ, પપ્પાને સ્વચ્છ હવા નું વાતાવરણ, અને બંને દીકરીઓ ને સારી મજાની પાસેને સ્કૂલ, અને આખા શહેરમાં સલામતી નું વાતાવરણ.

ઘણા ગુજરાતી કુટુંબ મળ્યા, અને આપણા જ ગામે થી આવ્યા છો , એવી રીતે એમની હુફમાં લપેટી લીધા. પહેલા ૨ અઠવાડીયા તો હોટેલ માં રહ્યા, અને ભાડે થી ઘર મળ્યું એટલે સૌ પ્રથમ તો રસોડુ જ મંડાય ને! હજુ carton ખોલવાનું ચાલુ નો'તું કર્યું અને એક બેન શુકન ની લાપસી અને મગ લઈ ને આવ્યા! કેવો અદ્ભુત આવકાર! carton ખોલ્યા, અને પહેલો ફારસ સાપડ્યો! રસોડાના વાસણ ને બદલે ચોપડીઓ નું carton આવેલું! લાપસી આપવા આવેલા બેને આ મોકાણ જોઈ ને તરત બોલ્યા, "રસોડુ ચાલુ થાય એવા વાસણ મોકલી આપું છુ". આમ બે તપેલી અને એક સાણસી થી અમારો સિંગાપુર નો સંસાર ચાલુ થયો!

વડીલો - જે સિંગાપુર બીજા વિશ્વ યુધ્ધ પછી તરત આવેલા, અને એક બે તો મૂછ ફૂટતા બાપા એ "કાકા" પાસે સિંગાપુર ૧૯૩૦-૩૫ માં મોકલી આપેલા એવા વડીલો એ અમને જાત જાત ની સલાહ આપી કે સિંગપૂરમાં કેવું અને કોની સાથે શું વર્તન કરવું. ગુજરાતી અને દેશ ના સંસ્કાર ના વાતાવરણ માં અમને ભળી જતાં વાર ના લાગી.

અમને બદધ્ધાને સિંગપૂર ની બોલવાની ઢબ  અવનવી લાગી - ખાસ તો આહિ ઉછરેલા ગુજરાતીઓ ની. ઘણા ગુજરાતીઓ ભારત થી પહેલા તો મલયા (એ વખતે મલેસિયા નો ઉદ્ભવ નો'તો થયો) અને એમાં ખાસ મલકા - જે મોટું બારું  છે - આવેલા, અને પછી મલયા માં બીજે શહેરે કે સિંગાપૂર આવેલા. એટલે ગુજરાતી શબ્દો ના ઉચ્ચાર અને લેહકો મલય ભાષા ના નાદ માં  સંભળાય. અને સિંગાપૂર આવી ચીની પ્રજા ના ઉચ્ચાર અને લહકાની અસર સંભળાય. અને આ બંને ભાષાના શબ્દો નો વપરાશ પણ પ્રચલિત છે એમ લાગે. સિંગાપૂરમાં ગુજરાતી સ્કૂલ હજી એ છે, અને થોડા વર્ષો પહેલાં છોકરાઓ ગુજરાતી માં SSC ની ભારત ની પરીક્ષા આપી શકતા હતા! હવે તો ફક્ત ગુજરાતી ભાષજ શીખે. આ "મકાન" એટલે ચણેલું ઘર નહીં! "જમણ"! "ઓ'રેડી" એટલે અંગ્રેજી નો "already" પણ ચીની પ્રજા માં વપરાતો અપભ્રંશ. અર્થાત પુછ્યું "જમી લીધું"?

૫૦ ની ઉપરના લગભગ બધાજ લોકો ને - કોઈ પણ મૂળ વતન ના  - મલય તો આવડે જ. પણ જેમ મુંબઈ  માં બંબઈયા હિન્દી - અપૂન તપુન બોલેલા વાળું - જ ચાલે તેમ અહીં ઇંગ્લિશ ને બદલે સિંગલીશ જ ચાલે. દીકરીઓ તો બે ત્રણ અઠવાડીયા સ્કૂલ માં ગઈ ને  સિંગલીશ બોલતી થઈ ગઈ. મને પહેલા તો જરા ચિઢ ચઢી, પણ પછી આ લૌકિક ભાષાનું બળ ઓળખ્યું. આ engineer નું હ્રદય પ્રફુલ્લિત થઈ ઉઠ્યું. ભાષા સરળ - લાંબા કે અટપટા શબ્દો છે જ નહીં. ચારે ચાર ભાષાઓના શબ્દો વપરાય - જે  સંસ્કૃતિ ની વાત હોય તેને માટે. મલય, તામિલ, અંગ્રેજી અને ચીની ભાષા ની ૩-૪ જુદી શાખાઓ: તિઓચ્યું, કેન્ટોનીઝ, હોકીએન વગેરે. પણ ખાસિયત એ કે ટૂંક માં જ બધુ પતે , શબ્દો નો એક જ અર્થ થાય, અને બધ્ધા સમજે.  

 સિંગાપૂર ની વાતો તો ઘણી છે, ટુકડે ટુકડે કહીશ. આજે અહિજ પતાવું!

I have a friend from school, who was my role model for many topics especially in IIT. He was the head prefect in school, 2 years ahead of me, and believe you, me that we were more scared of the head prefect than of the principal! I knew that a few of school class mates were in Hostel-4 in IIT, so I made sure I asked for Hostel-4, and met the head prefect as a friend!

I had started blogging soon after retirement, but on Wordpress domain, and was itching to get my own domain. So, finally, when I did, I broadcast that news to all my friends. My friend responded quickly (he too has retired recently!) and asked why life in Singapore was not one of the topics I wrote on? made sense, so here it is!

As they say in Calcutta (or did in 1959 - when my dad had been transferred there for a year) my age in Singapore is 27 sitting, 28 running! Our younger one has a few memories of life in Bombay, and the older one a lot more. But, we (of "we 2 at the finish" fame - 'આખરે તો આપણે ૨' in gujjoo!) pine for Bombay often! Home is Singapore, but B&B (born and brought-up) is still Bombay! Whenever I go to Bombay, I willl still catch a running bus, and stand at the train compartment's door enjoying the wind in my face, just to feel that I could still belong!

But I would be shameless if I did not accept God's blessings that brought us to Singapore with folded hands and head bowed in supplication. So many doors opened up for us: a larger living space for the family,  my dad got a clean atmosphere for his walks, our girls got good school within walking distance, and we got a safe city to bring up our girls in!

Although we had just one contact, and one intro to a Singapore resident when we landed, we were in a warm embrace of the Gujarati society before we could say "કેમ છો?" - kem chho? We were seen as folks from back home, and bridges built instantly. We spent two weeks in a hotel, and found a rental place. We were still bringing our cartons in, when one lady walked in with the auspicious welcome lunch of "lapsi" and "mug". No gujju household has ever setup day-1 without this specific meal! We started opening the cartons to start our kitchen, and lo and behold all the kitchen stuff has been transformed into books! Our new friend promptly said "I will send you a few things to get started!"  This is how our life in Singapore started, with borrowed kitchen stuff!

There was - and a few are still around - a generation of gujarati boys who were shipped off to Singapore while they could still count the hairs in their mustache. And ship it was in the 1930's and soon after WW-II as well. The small gujarati community had bootstrapped itself quickly, including a Gujarati school which flourished up to SSC till a few years ago, but now covers Gujarati as a "mother tongue" curriculum. Most of these boys landed in Malaya - Malaysia was not yet born then - and settled in Malacca to later move north into Malaya or south to Singapore. All were fluent in the Malay language - which actually was the lingua franca of this region in those days. A number of Malay words were used in Gujarati, the sounds and tones and even pronunciations creeping through. In Singapore they added an additional Chinese flavour as well, whose overall effect I found amusing to begin with. Then I heard the Gujarati spoken by the next generation B&B in Singapore - English too - with these local flavours, and I accepted the inevitability of it all. The lingua franca in Singapore is Singlish. It is sheer delight to my engineer's heart. It is precise, accurate and has only one meaning. While majority of the words would be familiar to Liz - in their written form - the rest are gleamed from the other three prevelant languages here: Chinese (actually 3 - 4 dialects like cantonese, Teochew, hokkien etc), Malay and Tamil. Look at the title of this column. Can you confuse the meaning? brief, to the point and clear!

Lots more to write, but in subsequent blogs!     

Home Up મકાન o'redi? પચરંગી Cosmopolitan સામાજિક માધ્યમ social media દુનિયા ચલાવે run the world અનુકરણ ને Curse લીલોતરી foliage રિવાજો નું Science નિવૃત્તિ Retirement સહાનભૂતિ ShadowPlay પાછો ઑઝ  Oz Again