સહાનભૂતી ની નૌટંકી |
Shadow plays |
દેશ અને સમાજ એક જ હોય? હરગિજ નહીં! સમાજ એટલે એકી સંસ્કાર નું પાલન કરતી માનવ મંડળી. પણ દેશ એટલે એક ભૂમિ- રાજધર્મ તો ક્યારનો એળે ગયો, અને લોકતંત્ર ની બોલબાલા વધી. એવી સ્થિતિ અને માન્યતા વધી કે રાજા પ્રજાનું હીત જોતાં નથી, અને પ્રજાએ જ સત્તા ગ્રહણ કરી, પોતાનું ભવિષ્ય સંભાળવું. થયું શું એ તો આપણે બધા જોઈ જ રહ્યા છીએ. સૌ પ્રથમ તો નેતા બનવાનું એ એક વ્યવસાયી ધ્યેય બની ગયું. અને બધા વ્યવસાય ની માફક નેતા બની રહેવું એ જ મુખ્ય ધ્યેય બની ગયું. સમાજ તો પરંપરાગત રીતે ચાલ્યા કર્યો, પણ દેશ ની વ્યાખ્યા ઘણી બદલાઈ ગયી. ભૂમિ વિસ્તાર તો રહ્યો, પણ એ ભૂમિ વિસ્તાર માં સત્તાવાર શાસન કરતી ટુકડી – જેને સરકાર કહેવા માં આવી – એજ દેશની વાખ્યા બની ગઈ. જેમ જૂના વખતમાં એક રાજા બીજા રાજા સાથે સંધિ કે ભાગીદારી કરી ત્રીજા રાજા કે રાજ્ય ને હડપ કરી જાય એમ આજે પણ દેશો – અર્થાત એ દેશો ની સરકારો – આવી જ સંધિ કરતી હોય! પ્રશ્ન ઊઠે કે સરકારો નહીં તો સંધિ કોણ કરે?. ખરો પ્રશ્ન એ નથી કે કોણ કરે? , પ્રશ્ન એ છે કે એ સંધિ કોના ફાયદા માટે થઈ? અને મોટે ભાગે ઉત્તર એક જ છે – સરકારો ના ફાયદા માટે! દેશને ફાયદો થાય તો ખરો, અને એને લીધે સમાજ ને પણ થાય. પણ જ્યારે સમાજને - આંતરરાષ્ટ્રીય સંધિ અને સિધ્ધાંત પ્રમાણે એક દેશે (એની સરકારે) બીજા દેશ ના આંતરિક મામલા માં માથું મારવું નહીં! સુંદર સિધ્ધાંત છે, પણ પળાય છે? મારી દ્રષ્ટિ માં કોઈ દેશ એ સિધ્ધાંત પાળતું નથી. દરેક દેશ સૌ પ્રથમ બહાના તૈયાર કરે, અને બહાના ને આધારે બીજા દેશ સાથે જે વર્તન કરવું હોય તે કરે! અને “જિસકી લાઠી, ઉસકી ભેંસ” અને જે હિંસા, આક્રોશ, વિનાશ, બળજબરી, ક્રૂરતા કરવી હોય તે કરી પછી ચૂનો ચોપડે! અમે કહેલું તે સાચું હતું, અમારી કાર્યવાહી ને લીધે દેશ બચી ગયો વગેરે વગેરે. બિલ્લિ સૌ ચૂહે મારકે હજ કો ચલી! કોઈ દેશો (જેની પાસે લશ્કર બળવાન ના હોય તેવા દેશો) પાડોશી દેશો ને છૂંછી કરે, હેરાન કર્યા કરે, અને જુઠ્ઠું તો જાણે હક્ક હોય તેમ બોલે, કે મે તો કર્યું જ નથી. અને બળવાન દેશો તો સિધ્ધુ લશ્કર મોકલી વિનાશ જ પહોંચાડે, અને સૌથી મોટી લુચ્ચાઈ તો એ, કે એક બીજા નું જોઈ ને શિખે કે કેવા બહાના કાઢવા અને કેવી રીતે જુઠ્ઠું બોલવું. જાણે કોણ વધારે હડહડતું જુઠ્ઠું બોલી શકે છે! બીજી સંધિ એવી કે તને કઈ તકલીફ આવે તો હું તને જરૂર મદદ કરીશ (પણ તું મારો ચેલો બની ને રહેશે તો!). પણ આ મદદ પીડિત દેશ ને જોઈએ એવી મદદ નહીં, પણ મદદનીશ દેશને ફાવે, તેવી મદદ! જોઈતું હોય પાણી પણ આપે દારુ કારણકે મદદનીશ દેશ માં દારુ નો ભંડોળ ઉભરાય છે! અને આ તો દેશ અને એની સરકાર માંગણી કરે ત્યારે. પણ જો પ્રજા ની હાલત નબળી હોય તો ધન, દવા, ધાન, વસ્ત્ર વગેરે પહોંચાડશે. પણ એજ પ્રજા નું રક્ષણ કરવાનું હશે તો? શબ્દો સિવાય વધુ કઈ મળે નહીં.. પૈસા વસ્ત્રો અને હથિયાર મળે પણ એક ચલિયું આવે નહીં! તારે માટે મારા માણસો ને મરવા મોકલું? અસંભવ! આવું કરું તો મને પાછો ચૂંટણી માં જીતાડે નહીં, મારી પ્રજા. મારી આંતરડી કકળી, તે બ્રહ્મદેશ (બર્મા) ની પ્રજા માટે. એક જમાનામાં ગુજરાતી પ્રજા જેમ પૂર્વ આફ્રિકા ગઈ – ધંધા માટે - ૧૯૯૦ ની સાલ માં, ઈરાકે કુવૈત પર હુમલો કર્યો. કારણ બતાવ્યુ કે બંને દેશો ની ભૂમિ ની નીચે, તેલ નું જંગી તળાવ છે, અને કુવૈત સાથે સંધિ છે કે દરેક દેશ એ તળાવ માં થી કેટલું તેલ ચૂસી શકે, અને કુવૈત એ સંધિ માં લખ્યું છે એના કરતાં ઘણું વધારે તેલ ચૂસી રહ્યું હતું! મે સાંભળ્યા પ્રમાણે આ વાત સાચી હતી. પણ કૂવૈતી તેલ અમેરિકા અને પશ્ચિમ દેશો ને જતું હતું, અને અમેરિકા ની પેઢીઓ એ તેલ ઇ શુદ્ધિ અને વેચાણ માં થી અબજો ડોલર બનાવતા હતા. ત્વરિત ૧૯૯૧ માં અમેરિકા અને ઈતર સંગઠિત દેસો નું લશ્કર પહોંચ્યું કુવૈત, અને ઈરાકી લશ્કર નો વિનાશ કરી ભગાડી દીધા. પણ ખાર એવો રાખ્યો કે તેલ ના ધંધા પર આક્રમણ કરે એને માત તો કરવો જ રહો! ૧૨ વર્ષે જુઠ્ઠું તૈયાર થયું, અને અમેરિકા એ ઘોષણા કરી કે ઈરાક પાસે ઝેરીલા હથિયારો છે, અને વિશ્વવ્યાપી સંધિ પ્રમાણે એવા હથિયારો નિષિદ્ધ છે. (પોતે વિયેટ નામ માં agent orange અને napalm હજારો ની સંખ્યામાં વાપરેલાં એ તો દુનિયા એ ભૂલી જવાનું!) આ બહાને બધા ગોરા (રૂસી મિત્રો સિવાય) દેશના ગઠિયા ઓ ઊભા કર્યા – જાણે વિશ્વ સ્તરનું લશ્કર તૈયાર થયું ઈરાક ને સજા કરવા – અને થોડા જ દિવસો માં આખો ઈરાક દેશ જમીનદસ્ત! કઈ ઝેરીલા હથિયારો મળ્યા નહીં, અને બીજા દેશો એ થોડી કટ કટ કરી ને છોડી દીધું! અમેરિકા સાથે કોણ ભીડે? ઈરાક બરબાદ થઈ ગયો, અમેરિકી ગઠ બંધન (ભારત ના રાજકીય ગઠબંધન ની માફક!) તૂટ્યું, એક પછી એક દેશો એ પોતાના માણસો પાછા ખેંચ્યા, અને છેવટે અમેરિકી લશ્કર પણ ઘેર ગયું! બરબાદી, વિનાશ, હિંસા, અને નેતા હીન ભૂમિ છોડી ને. અબજો ના હથિયારો પેલા ISIS રાક્ષસો ને હાથ લાગ્યા, અને એ લોકો એ ક્ષેત્ર માં હિંસા અને વિનાશ નો પ્રલય ફેલાવ્યો! કોઈ બોલ્યું? અમેરિકા ને? આ જોઈ થોડા વર્ષો પછી રૂસી નેતા પુતીન ને થયું કે હું એ આવું કરું, તો કોઈ કઈ કરશે નહીં – થોડા બડબડાટ સિવાય! આખું ક્રિમિયા હડપ કરી ગયો. જૂઠું શું બોલ્યો? “ક્રિમિયા તો મારુ જ હતું!" આ સફળતા થી વધારે શૂર છૂટયું, અને મહિના પહેલાં યુક્રેન પર હમલો કર્યો, “અમારા રૂસી માણસોને બચાવવાના છે, યુક્રેન ની ક્રૂર સરકાર થી, અને યુક્રેન તરફ થી રુસ દેશ ને અગાધ ભય છે, જેને નાબૂદ કરવો રહ્યો. બંને સાવ અધ્ધર વાતો, અને યુક્રેન ની પ્રજા પર લશ્કરી કોપ! ઇરાક ની માફક દેશ, પ્રજા, સમાજ, ધન સંપત્તિ, ઘર બાર બધુ નષ્ટ થવા માંડ્યુ છે. જુઠ્ઠાણા નો ધોધ હજુ બંધ નથી થયો! અમે કંઈ કર્યું જ નથી. આ બધુ અમેરિકા વાળા જુઠ્ઠું બોલે છે. હું તો મારા સમાજ ની પ્રજા ને બચાવું છું, વગેરે. યુક્રેન નો પ્રમુખ, ગંજી પહેરી ને દરેક દેશ ના નેતા ઓ ને ખૂબ આજીજી કરે છે કે મને શસ્ત્રો આપો, મારા દેશ ને બચાવો, રૂસી વિમાનો ને નાબૂદ કરો યુક્રેન ના આકાશ માં થી. પાડોશી દેશો એ પ્રજા ને આશરો ખૂબ આપ્યો, પણ લશ્કરી સહાય? ના ભાઈ, રુસ સાથે અમારે દુશ્મની નથી વહોરવી. થોડે દૂર, યુરોપ ના દેશો અને અમેરિકા એ પૈસા ધાન, દવા અને હથિયાર આપ્યા, પણ માણસ એક્કેય નહીં. અમે આર્થિક પ્રવૃત્તિ ઓ પર ઘણા પ્રતિબંધ લગાવ્યા છે, જેથી રુસ ના આ યુદ્ધ માટે ધન નહીં મળે! એજ દેશો, હજુ પણ રૂસી તેલ અને ગેસ તો ખરીદે છે! દુનિયા ના ઈતર દેશો પોતાનો સ્વાર્થ તાકી ને ચૂપ બેઠા છે – શરમ થી કહેવું પડે છે કે ભારત એમાં નો એક છે – અને બે શરમ વ્યક્તિ ઓ વિડિયો બનાવે છે કે યુક્રેને ભૂતકાળમાં ભારત વિરુદ્ધ મત આપેલા એટલે એ પ્રજા મરે તો મરે, મારે શું? – ધ્યાન રાખજો આ રૂસી કરતૂત માં થી ભારત ના પાડોશી ઓ પણ શિખામણ લઈ શકશે, અને કોઈ દેશ ભારત ની મદદે શબ્દો ના વરસાદ સિવાય કઈ નહીં કરે! આ બનાવો માં થી સાર શું કાઢવો? ૧. બળવાન દેશો કઈ પણ કરી શકે છે, અને જુઠ્ઠું બોલવા નો શોક કોઈ ને નથી! ઊલટાનું, જુઠ્ઠું બોલવાની આવડત ને માન અપાય છે. એક બીજા જૂઠઠા ઓ નું અનુકરણ કરાય છે. ૨. દેશો ને બીજા દેશો ની પ્રજા ની કઈ પડી નથી હોતી, ફક્ત પોતાનો સ્વાર્થ જ દેખાય છે. દેશો ની દોસ્તી એટલે “તું જા, હું આવું છું!”. ૩. દરેક પ્રજા અને સમાજે પોતાનું સંરક્ષણ પોતે જ કરવાનું, બીજું કોઈ તમારે માટે મારવા આવશે નહીં!
|
Are a nation and the societies living therein synonymous? Most certainly not! A society is a group of humans adhering to a specific cultural practice. But a nation is a plot of land administered by a group of people called a government. In times of yore, the word ‘nation’ was not in common use, where as the word ‘state’ was common parlance. The difference was that each state had a plot of land, governed by a king, who theoretically owned that land. The concept of duties of a monarch have disappeared a while ago, to be replaced by the more popular idea of democracies. The logic was that kings were abandoning the idea of welfare of their subjects and thus it was thought that if people decided on “their own future”, they would be better off. However, we are all aware of how democracies are progressing in the hands of leaders who have converted a responsibility into a vocation. All societies are continuing in their own format of being bound by a common cultural tradition and practice, but the concept of nation has changed dramatically. While that plot of land called a “country” has remained, the group of people governing all present therein, have changed the very notion of “nation”. The concept of the societies or populace who selected a team to govern, quickly becomes alienated from that team, and the word "nation" has become synonymous with the land and the government there upon! There exist international agreements and treaties multilaterally between all nations, and bilateral treaties. Unfortunately, these so called ”binding” agreements are between governments, for the governments, and populace be damned! If a government - Non- A perfect example of do nothing to comply with “non- Kuwait – as I heard it – was drawing more oil from the common underground oil lake they shared with Iraq as per an agreement between the two neighbours. in Agust 1990 Iraq attacked Kuwait to stop this “theft”, and the US and "allies" (allies in protecting the oil business) jumped in with both feet in 1991, without a moment’s hesitation. The oil was coming to them, and the companies processing that oil were partly American owned. Iraq was beaten out of Kuwait, but the lie factory was now in full production. By 2003, Iraq and the villain Sadam had Weapons of Mass Destruction! Chemical / biological / nuclear all unspecified, and only the US “Intelligence Agencies” said so. Off go the western nations – protectors of the free world!! – to war to capture and destroy these WMD’s and keep the world safe! This from a country that used thousands of Agent Orange and Napalm bombs in Vietnam – a war they were to subsequently loose. The soldiers of the free world protectors, found nary a WMD, but the country (physically) and the populace was devastated and destroyed. Job finished, they ushered in what was supposed to be a democracy, and lammed it from Iraq, leaving a huge quantity of weapons and war material, which the ISIS was very happy to acquire, and burn up the region and neighbouring countries for a number of years. The only pressure came from the next election in the US, when that populace demanded their sons and brothers back from a war based on lies! Any other consequence? None that was not self inflicted! Was the world safer? Most certainly not! Did any other nation do anything to the liars? No! The liars claimed credit for ridding the country of a tyrant, even if that country was little more than dust afterwards! Russia’s Putin was clapping his hands with glee! If the mighty US can get away with this lie- The t-
|