આજે મને મનમાં આવે તે જ વિષય પર લખીશ. boring લાગે તો બે ઘૂઘરા વધારે ખાજો!
આપણે વેદ વેદ બહુ બોલીએ છીએ, અને “વેદ અમારો” કરીને ગર્વ દર્ષાવીએ છીએ. પણ વેદ માં શું છે? એમ કોઈ પૂછે તો શું જવાબ આપીએ છીએ? “એમાં બધા મંત્રો છે, અને યજ્ઞ કરવાની વિધિઓ આપી છે” વેદમાં ૨૦૦૦૦ મંત્રો આ યજ્ઞ વિધિ માટેજ? તો આપણી સંસ્કૃતિ નું બધુ ગાઢ જ્ઞાન વેદ માં છે તે ક્યાં છે? હશે કશેક, મને શું ખબર? હું કંઈ વેદિયો નથી. બા એ કહેલું એટલે હું પણ કહું છું કે વેદ માં બધ્ધું આપ્યું છે! સારું!
મેં એક બે વર્ષ પહેલાં, વેદ ના વિષય પર લખ્યું છે,વેદ ની વાતો અને હવે બ્લોગ ના ભંડારમાં ખસેડી દીધું છે. ત્રણ ચાર પાનાં ખાલી છે, એ ભરવા ના રહી ગયા, એનું મુહૂર્ત ક્યારે આવશે એ રામ જાણે. પણ આજે વેદ ના ગ્રંથિક વંશજ ની વાત કરી છે.
આ વંશજ એટલે એક ની પાછળ અનેક! જ્ઞાન ની ધારા ગંગા તો બની હતી પણ અસંખ્ય સંગમો બાકી હતા, અને જ્ઞાનનો દરિયો બનવાનો હતો.
આ દરિયા નો ઉત્પ્રેરક સહાયક (catalyst) તે દર્શન શાસ્ત્રો. છ જ કેમ? છ પ્રખ્યાત થયા, વિચાર ધારા તો ઘણી ઉત્પન્ન થઈ. આ છ એ વેદમાં થી પ્રેરણા લઈ, વેદ ના વિચારો ને માન્ય રાખી, વધારે વિગત અને વિસ્તાર વાળી પેટા વિચારધારા ઉત્પન્ન કરી જે આસોપાલવ ના થડ ની જેમ રૂંધ (એકાગ્ર) અને લાંબી કરી. પણ એ વિચારધારા ના થડ પર ડાળી ઓ અસંખ્ય ફૂટે. આ વ્યવસ્થા ને કારણે આ છ વિચાર ધારાઓ ને તત્વજ્ઞાન ની પદવી મળી. આ છ ને “દર્શન” કેમ કહ્યા? કારણકે, જેમ મનુષ્ય માત્ર પ્રભુ ના દર્શન કરે ત્યારે પ્રભુ ના વિચારો અને પ્રભુની લીલા માં ઓતપ્રોત થઈને આજુ બાજુ ની સૃષ્ટિ ને મગજ માં થી કાઢીને લીન થઈ પ્રભુ ને નિહાળતા હોઈએ (દર્શન ના સિદ્ધાંત પ્રમાણે – લૌકિક દર્શન તો કેવા કરીએ છીએ તે તો આપણે સર્વે જાણીએ છીએ!) એ પ્રમાણે આ શાસ્ત્રો નો અભ્યાસ કરવાનો હોય!
નામે છ: સાંખ્ય, મીમાંસા, ન્યાય, વૈશેષિક, યોગ અને વેદાંત. જેટલું વાંચ્યું, એમાં થી તારવ્યું આટલું:
- બધા દર્શન વેદ ને વિચાર અને સિદ્ધાંતો ના પિતા માને છે, પણ બધા પુત્ર ની જેમ, આમ તેમ ફરે છે ખરા. બધા દર્શનો નો ઉદ્ભવ વેદ સંગ્રહ ની માફક લાંબા સમય ને અંતરે થયો, અને સમય વિતતા દરેક વિચારધારા ના શિષ્ય કહો કે અનુયાયી કહો, વિચારધારા “સુધારી” નિર્મળ કરતાં ગયા. ફળીભૂત ૬ દર્શનો માં ત્રણ જોડી બની. મીમાંસા અને વેદાંત, સંખ્યા અને યોગ, વૈશેષિક અને ન્યાય. આ તો આસ્તિક દર્શન થયા. ભારતના બીજા ત્રણ તત્વજ્ઞાન કે દર્શન શાસ્ત્રો નાસ્તિક ગણાય છે, કારણ કે ઈશ્વર જેવું કંઈ છે જ નહીં એવી માન્યતા પણ રાખે છે. એક ચાર્વાક નામે ઓળખાય છે ( જેની બહુ જાણ નથી), અને જૈન તેમજ બૌધ્ધ માન્યતા પણ આ વિચારધારા રાખે છે.
- મૂળ ૬ માં થી કોઈક “ઈશ્વર છે” એમ કહેતા નથી, તેમજ ઈશ્વર છે જ નહીં એવું પણ નથી કહેતા, ઈશ્વર નો ઉલ્લેખ જ નથી કરતાં! પણ બાકી ના ઈશ્વર જ બધું છે, એ સિદ્ધાંત માન્ય રાખી વિચારધારા વિસ્તારે છે. આને લીધે દ્વૈત અને અદ્વૈત માન્યતા નો ઉદ્ભવ થયો. સાંખ્ય દર્શન આ વાત નું મૂળ છે. સાંખ્ય પુરુષ અને પ્રકૃતિ જ બ્રહ્માણ્ડ માં સર્વ વ્યાપક છે, એ દ્વૈત સિદ્ધાંત થયો, અને બીજા દર્શનો ઈશ્વર જ બ્રહ્માણ્ડ છે એ અદ્વૈત સિદ્ધાંત સર્વ માન્ય રાખે છે.
- બધા જ સત્ય ને શોધવા ના માર્ગ નુ વર્ણન કરે છે, અને મનુષ્ય બ્રહ્માણ્ડ માં ભળી જય મુક્તિ પામે, કે બ્રહ્માણ્ડ શું છે તે સત્ય જાણી ને મુક્તિ પામે, એ બે ધ્યેય વર્ણવ્યા છે. બધા જ દર્શન માં ખાસ “આ સત્ય છે”, એવી ચોકસી કેવી રીતે કરવી એના સિદ્ધાંતો અને પદ્ધતિ વર્ણવે છે, કારણ કે સત્ય ને ઓળખ્યા વિના જ્ઞાન થાય નહીં અને મુક્તિ નો માર્ગ મળે નહીં. અર્થાત, અમુક સાંભળેલી વાત કે વિચાર સત્ય છે એના પર કયું પ્રમાણ કઈ પદ્ધતિ માં લગાડવું? ધાપ મારવાનું એ સમય માં પણ થતું હશે, નહીં?
- થોડા મારા વિચાર – અલ્પ વાંચન પછી – વ્યક્ત કરું. આ છ એ છ ને જુદી જુદી ફિલસૂફી કહેવી કે માનવી જરા “ખીંચ” લાગે છે. મારી માનતા એવી કે ફિલસૂફી – તત્વજ્ઞાન - એટલે ખાસ ધ્યેય પર એકાગ્રત વિચારો જેમાં એ વિચારધારા ના સિદ્ધાંતો અને પદ્ધતિઓ વર્ણવેલ હોય તેને ફિલસૂફી ગણાય. એટલે મારે મન આ છ ને દર્શનશાસ્ત્ર જ ગણવા જોઈએ કારણકે એ સત્ય નિ શોધ અને પ્રભુત્વ ના દર્શન કરાવે છે.
- સાંખ્ય અને મીમાંસા વિસ્તારેલા છે, અને એમની વિચારધારા પર એ દર્શન નું કથન પૂર્ણ રૂપે એકાગ્ર છે. સાંખ્ય સૌથી પહેલા રચાયું એવી માન્યતા છે. સાંખ્ય દર્શન માં બ્રહ્માણ્ડ માં પુરુષ છે, અને પ્રકૃતિ છે, બસ! પ્રકૃતિ અને પુરુષ નો મેળ થયો, કોઈક સંજોગ માં – શું હતા એ સંજોગ એની જાણ નથી – અને બ્રહ્માણ્ડ નું સર્જન શરૂ થયું. પુરુષ અનુભવ નથી થતું, એ ફક્ત શક્તિ છે. પ્રકૃતિ અનુભવ થઈ શકે, અને પ્રકૃતિ ના બધા અવ્યયો માં ત્રણ માં થી કોઈ ગુણ હોઇ શકે, એવું વર્ણન છે. સર્વ પ્રથમ મહાત, અહંકાર પ્રગટ્યા, પછી આવ્યું માણસ. આ ૫ તત્વો થયા. પછી આવ્યા ૫ જ્ઞાનેન્દ્રિય, ૫ કર્મેન્દ્રિય, ૫ તન્માત્ર, ૫ મહાભૂત થયા, એમ ૨૫ તત્વો બ્રહ્માણ્ડ માં છે. પણ મૂળ તો પુરુષ અને પ્રકૃતિ જ. સાંખ્ય ને હિસાબે, આ બે નો સંયોગ થયો એમાં સંજોગ હતો, ઈશ્વર કે બ્રહ્મા એ કઈ ભાગ ભજવ્યો ના હતો. આ ઇશ્વર કે બ્રહ્મા નથી એવું કહ્યું નથી, પણ “છે!” એવું પણ નથી કહ્યું. બસ, આ દ્વૈત વિચારધારા નું મૂળ થયું. આ બધા આંકડા આવ્યા એટલે આ વિચારધારા ને સાંખ્ય કહેવા માં આવ્યું, એમ કઠણ છે, પણ મારુ મન માનતું નથી. સાંખ્ય નામ કેમ પડ્યું, એ શોધ ચાલુ છે.
- મીમાંસા માં બે ભાગ છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. આટલું વાંચીએ તો સમજીએ કે પહેલા મીમાંસા એક હતું, પણ થોડો ઘણો મત ભેદ પડવા થી બે શાખા બની : પૂર્વ અને ઉત્તર! ના! ઉત્તર મીમાંસા જુદી જ વસ્તુ છે, વિચારધારા છે. સૌ પ્રથમ તો મૂળ રચયિતા જુદા છે, પૂર્વ મીમાંસા જૈમિનિ ઋષિ એ લખ્યું કે મૂળ ધારા મૂકી, પણ ઉત્તર મીમાંસા બદરાયણ મુનિ એ - જે વેદ વ્યાસ ના નામે પણ ઓળખાય છે - રચ્યું. પણ એમણે રચ્યું ત્યારે એને બ્રહ્મસૂત્ર કહેવાયું. પછી કોઈ બીજા ઋષિ એ એને ઉત્તર મીમાંસા કહ્યું, અને પછી ત્રીજા એ એને વેદાંત અર્થાત વેદ નો અંત અર્થાત વેદ નો આખરી સારાંશ એમ કહ્યું. પણ વેદાંત – વેદ ના સારાંશ તરીકે બધા ઉપનિષદ પણ જણાય છે! મને ગોટાળો લાગ્યો, એટલે ભલે આ ઉત્તર મીમાંસા / બ્રહ્મસૂત્ર / વેદાંત માં મહત્વની વિચારધારા છે, પણ એ તત્વજ્ઞાન ની યાદી માં ના મુકાય! પણ મારે મન આ મીમાંસા માં મનુષ્ય માત્ર ને વિચાર અને કર્મ પર વિશ્લેષણ કરવું, સાત્વિકતા ની ચોકસી કરવી, અને પછી જ આગળ વધવું, એ અત્યંત મહત્વનો સંદેશ છે.
- વૈશેષિક નામ વિશેષ શબ્દ પર આધારિત છે, અર્થાત – મારે હિસાબે – જેટલું વધ્યું, તે આમાં લખી નાખ્યું! મારી આશા છે કે મારી સમજ ખોટી છે, અને “વિશેષ” શબ્દ નો વપરાશ “ઉમેરેલું” ના અર્થ માં હતો. એક ખાસ વાત વૈશેષિક દર્શન માં લખી છે, કે બ્રહ્માણ્ડ ના સર્વે પદાર્થ અણુ ના બનેલા છે, અને અણુ નું સર્જન નથી કરાતું, નથી નાશ કરાતો. એટલે બ્રહ્માણ્ડ અણુ નું જ બનેલું છે.
- હવે છેલ્લું નામ યોગદર્શન. આમ તો ભક્તિયોગ છે (ભગવદ ગીતા માં બારમા અધ્યાય ને ભક્તિયોગ કહ્યો, પણ બીજા અધ્યાય માં સાંખ્ય યોગ ની જ વાત કરી છે), જ્ઞાનયોગ છે, ક્રિયા યોગ છે, કુંડલિની યોગ છે, અને અન્ય યોગ ની સાથે રાજયોગ છે. તો આ કોઈ અનન્ય વિચારધારા દેખાઈ નહીં, કારણકે બધા જ યોગશાસ્ત્રો મુક્તિ અને મોક્ષ મેળવવાની જુદી જુદી પદ્ધતિ જ વર્ણવે છે. પણ આજના આધ્યાત્મિક શસ્ત્રો વિષે લખાણ માં યોગ દર્શન ના સ્વરૂપ માં ફક્ત રાજયોગ નો આલેખ જ છે, અને તે પણ પતંજલિ ને નામે. આ વાત ની જાણ મારા પોત્તા ના અભ્યાસ ને કારણે છે. હા, પતંજલિ ના યોગસૂત્ર પરમ માન્ય છે અને મુક્તિ કે મોક્ષ નો માર્ગ દર્શાવે છે, પણ એ તત્વજ્ઞાન કે દર્શન દેખાતું નથી. યોગ દર્શન માં ઈશ્વર જ બ્રહ્માણ્ડ છે એ સિદ્ધાંત રગે રગ માં પ્રસરેલો છે.
- ન્યાય માં કોઈ ખાસ અવનવી વિચારધારા દેખાઈ નહીં, પણ તર્ક, વિશ્લેષણ, સત્ય પરીક્ષા, પ્રમાણ ના સિદ્ધાંતો, અને એ સિદ્ધાંતો લાગુ પાડવાની પદ્ધતિઓ, ક્રિયાક્રમ આ બધા નું સુંદર, વિગતે વિસ્તારેલી રીતે વર્ણન કરેલું છે! જ્ઞાન શું છે, ક્યાંથી આવે, કેવી રીતે આવ્યું? – સાંભળ્યુ? વાંચ્યું? અનુભવ્યું? વગેરે. સાચું છે? કેવી રીતે નક્કી કરવું કે સાચું છે, બીજે ઉલ્લેખ છે? એ ઉલ્લેખ સાચો છે? – ફક્ત વેદ માં ઉલ્લેખ હોય તો સંશય વિના સાચો મનાય, નહીં તો ચોકસી કરવી પડે. મૂળ ગ્રંથ માં ઈશ્વર છે કે નહીં એનો વિવાદ નથી એવું લખાણ જોયું, પણ એજ લખાણ કહે છે કે ગૌતમ મુનિ ના ચેલા શ્રેણી માં કોઈ એ ન્યાયદર્શન ની સમજણ લખી એમાં ઈશ્વર છે જ અને એકજ હોય શકે એ વાત ને પુરાવા સહિત લખી. એ વાત ની ચોકસી કરવા જેવી ખરી! ખાસ તો જ્ઞાન સાચું કે નહીં એના જે સિદ્ધાંતો આપ્યા છે, અને એ સિદ્ધાંતો નો કોઈ પણ જ્ઞાન પર કેવી રીતે ઉપયોગ કરવો એ પદ્ધતિ નું વર્ણન સમજવા ની મારી ક્ષમતા નથી, અને જે કઈ વાંચ્યું એ પણ ઘણું ખરું ઉપરથી ગયું. હિમપર્વત સુંદર લાગે છે એમ ખબર પડી, પણ ડુંગરા તો દૂર જ રહ્યા ને! ચાલો, બસ કરીએ.
|
I am going to write on a subject of my choosing, and if you find it “boring”, please eat a few more “ghari ghughara”.
We often utter the word “Ved” claiming cultural ownership of The Ved’s, and take great pride in saying “our Ved”. But if someone was to ask of us, “what’s in the Ved”, what would we answer? That it has mantra for ritual yagna’s? Is that it? 20,000 verses or sutra’s, and all ritual chants? Where then, is all the intense voluminous knowledge that we claim Ved has? I don’t know! Must be somewhere. I am not a Vedic Master! I parrot what I heard my grand mother say! Ah well! So be it.
I have written about The Ved’s, and their associated scriptures, Vedic Babble but have subsequently archived it (still accessible). A few pages are empty, and god only knows when I will fill them up. However, today I want to talk about almost the last scriptural node in the chain of writings each expounding on the previous node.
The sages were not done yet, and thus came the next layer of scriptures – all strongly acknowledging the Vedic parentage, but presenting different perspectives (or philosophies as some are wont to describe these writings) and narrowing their coverage - like an Asopalav tree which has a single straight trunk, with branches sprouting out from it - on specific streams of knowledge from the Ved, but creating their own conjectures as well. These were the 6 “darshan”s. The word “darshan” has a specific meaning in this context. When one stands in devotion in front of the deity, one flushes one’s mind of all thoughts but that of godliness, devotion, and spirituality, thus extending ones self to the deity (of course what we actually do in a temple as “darshan” varies wildly!). These scriptures are to be studied with that same process since the knowledge it contains is about spirituality.
The six are Sankhya, Mimansa, Nyaya, Vaisheshika. Yoga and Vedanta. (I apologise for the trailing “a” in this Romanisation of Sanskrit names. It is soft in pronunciation, like the “u” in up.) Here is what I have learnt from what I have read – so far!
- All the Darshan’s acknowledge the primacy of the Ved, but like all descendants have their own thoughts and variations in understanding the Ved. The darshans were written across a large span of time – just like the Ved’s – and subsequent thinkers and adherents to each school of thought – “refined” / enhanced the original thoughts. As a result there was some compatibility of thoughts, and the six were paired into 3 sets of 2 each: Sankhya and Yoga, Mimansa and Vedanta, Vaisheshika and Nyaaya. However, there are three other Indian schools of thought which are considered secular because they do not acknowledge the existence of Ishvar or God. These are Charvak (about which little is known), the Jain and Buddhist lines of thought.
- None of the primary 6 schools of thought, categorical reject the existence of Ishvar, but some do not mention Ishvar at all - in any context, while the others emphatically do. This reflects the two primary streams of thought in Sanatan philosophy: the Dvait and Advait (Duality, non-duality). Dvait says there exists Purush (the all pervading life force) and Prakriti (the material substance), thus Ishvar is not involved, The Advait says that everything is from Ishvar, the universe is a part of Ishvar, and hence there is only one reality – that of Ishvar. (very briefly, this is what I understood).
- All darshan’s describe different paths for searching for The Truth. One says truth will disclose reality and that will set man “free”, while the other says that Truth will bring man to merge with the Ishvar - the infinite. Each one covers principles and methods of verifying the contents of a thought or idea to be the Truth, because without knowing the truth, there is no freedom or merging with the infinite! To my mind these processes are the greatest gift of these tomes to man. How to recognise Truth when you encounter it! I suppose bluff did exist in those days too!
- A few thoughts that have occurred to me. I hesitate to say that these 6 thought streams are philosophies. (to my mind, a philosophy is a set of conjectures and processes – unique in their domains – on the basis of which further thought and actions happen). I could not really see such attributes in these 6. I prefer to keep the label of “Darshan”, which does not have an equivalent word or phrase in English. Perhaps the closest would be “perceptive insights”, but that would be a description, not a label.
- Sankhya and Mimansa are large, and the thought stream is focussed on the principles they state. Sankhya is supposedly the oldest. Sankhya contends that there was Purush, and there was Prakriti – life force and material domain. The two interacted under some specific but unknown circumstances, (not triggered by divine intervention of Ishvar or Brahma). Thus the process of creation started, with first the creation of Mahat (very difficult to explain, but closest is catalyst of creation) and Ahamkaar (frequently translated as ego, but I understand it as identity). Manas or intelligence came next (although I don’t understand intelligence without life forms!). Prakriti – and all its constituents present any of 3 gunas or attributes. followed by 5 sensory organs, 5 action organs, 5 subtle elements and 5 gross elements, totalling 25 entities that constitute the universe. It is this number thing which scholars claim is the source of the name “Sankhya” – enumerating. But I doubt this, and the search for etymology of this name continues. The contention that only Purush and Prakriti exist, became the root of the two fundamental branches of Indian spiritual thought: Dual and non-dual. The latter says that Ishvar, or brahman is all pervading, and hence the end point of all other entities as well, while the former says its all about Purush and Prakriti only!
- By some quirk of scholarly mix-ups, Mimansa has either been split into Purva Mimansa (early Mimansa) and Uttar Mimansa (refined or revised Mimansa) or they were always separate but some-how misnamed by some body!. The latter is a.k.a. Vedant (but so are the Upanishads known as Vedant – the last node in the chain of explaining the Ved’s). Purva Mimansa is attributed to sage Jaimini. A sage called Badarayana is often identified as the original composer of Uttar Mimansa. But his creation was called Brahmasutra, and he was also known as Ved Vyas - the doyen of all sages. To move away from this Mimansa confusion, I think Purva Mimansa or just plain Mimansa has great value because it exhorts man to “investigate” all that he hears, observes or does himself. Due diligence or truth verification, and cause effect analyses of all that he encounters. To me, this message is of great significance and value.
- Vaisheshik, I could not figure out, and the name too has a disappointing origin. The word for “remaining” or “others” is vishesh, It also means additional! and this darshan has been named so, because it has ideas and principles not included in the other 5, or so it appears. I am hoping that my understand is wrong, and “Vishesh” was meant in the sense of “additional”. However one interesting idea stated in Vaisheshik is that all matter consists of atoms which can neither be created nor destroyed.
- Modern day writing – primarily on the internet – appear to sweep all aspects of yoga darshan under the canopy of Raj yoga or Ashtanga yog, and attribute authorship to Patanjali. This aspect I know from my own pursuits. Patanjali certainly has shown the path to liberation by following his thoughts, which do refer to the 8 stages known as Ashtanga. But there is Kriya yoga, and Bhakti yoga and Gyan Yoga kundalini yoga, but these appear to have disappeared from discussions of yoga darshan. The Bhagavad Geeta has chapter 2 on Sankhya yoga, and 12th chapter is specifically labelled as Bhakti yoga. So, I don’t know that yoga darshan is a philosophy!
- Nyaya darshan has detailed list of principles and processes for verification of truth, of logic and what latter day mathematicians called “proof”. It has detailed description of “knowledge” in the format of epistemology – the science of knowledge. Where did it come from? How was it acquired? Was it explicit or derived? Any references? Are the reference valid (i.e. true. Only the Ved’s are considered to be infallibly true) or invalid? How to determine valid or invalid. It describes the principles and methodologies of logic and verification of knowledge as valid or invalid. There is also a claim that while the original darshan was not about the existence of Ishvar, subsequent scholars decided to provide “proof” that indeed there is God / Ishvar and that there can be only one. While I was over awed as I read the abstracts – in English(!), I was unable to grasp the flow and definitions. So, I will refrain from talking more about them.
|