આર્ય - અનાર્ય

Aarya - non-Aarya

ગયા મહિને બધા માનવી આફ્રિકા માં થી નીકળી પૃથ્વી પર સર્વવ્યાપી થયા એવી માન્યતા વ્યાપક કરનારા ની થોડી ઠેકડી ઉડાવી. આજે એજ વિચારધારા માં બીજી બકરી મળી છે, જોઈએ બેંઙઙ બેંઙઙ  થાય છે કે ઠેકડી મારી ઊડે છે!

મધ્ય 1800 ઈ.સ. માં એક માન્યતા ફરવા માંડી કે ભારત વર્ષમાં મૂળ રહેવાસી ને ખસેડી વાયવ્ય ખુણે થી આર્યન જાતિ ના ઝુંડ મધ્ય એસિયા (પશ્ચિમ માં બ્લેક સી, પૂર્વમાં કાસપિયન સી, અને દક્ષિણમાં કોકસસ હારમાળા, એની વચ્ચેની ભૂમિ) થી આવ્યા અને ગંગા જમના સરસ્વતી સિંધુ ને છેક પદ્મા સોન અને બ્રહ્મપૂત્રા ના કિનારા સુધી વ્યાપી ગયા. દક્ષિણ તરફ ભગાડેલી પ્રજા ને દ્રવિડ એવું નામ આપ્યું, અને હુમલા ખોરો ને આર્યન નામ થી ઓળખાવ્યા. સંસ્કૃત, વેદ ઈતર શાસ્ત્રો પણ આ આર્યન જાતિ સાથે લાવ્યા, અને ભારત માં ચક્ર – પૈડું -  અને ઘોડા રજૂ કર્યા. દ્રવિડ વસ્તી જુદી ભાષા બોલે, અને આર્યન સંસ્કૃત ભાષા ની વંશજ ભાષાઓ બોલે. અર્થાત – ભારત એક નથી, પણ એક હણાયેલી પ્રજા છે, અને એક હણનારી પ્રજા છે! વાત સમજ્યા ને! – ગોરીયા ઓ ની ભારત માં રાજ કરવાની  મૂળ વ્યૂહરચના શું હતી? “divide and rule”! ભાગ ત્રીજો! પહેલો ભાગ હિન્દુ અને મુસલમાન વચ્ચે ની તિરાડ (જે સહજ રીતે પહોળી કરાઈ કારણ કે ભૂતકાળ થી એક તીવ્ર અણગમો તો હતો જ, બીજી સંસ્કૃત અને દ્રવિડ ભાષા ની તિરાડ, અને આ જાતિ ભેદ ની ત્રીજી તિરાડ! આ સીધું કાવતરું નો’તું. સીધે સીધા કોઈ નિષ્ણાત ને પકડી ને કોઈએ કહ્યું નહીં કે ભારત ની સંસ્કૃતિ ને ઘાયલ કરો! મેકોલે નામનો અંગ્રેજ રાજનીતિક હતો, અને બાપાએ દિવાળું ફૂંકયું પછી વિલાયત ની લોકસભા છોડી –અંગ્રેજી લોકસભા સદસ્ય ને એ અરસામાં પગાર નો’તો મળતો ૧૯૧૧ સુધી - ભારત માં અંગ્રેજોની  સરકારમાં નોકરી લીધી. એણે એવો સિદ્ધાંત વ્યાપક કર્યો – અંગ્રેજી લોકસભામાં અને અંગ્રેજી સમાજમાં – કે ભારત માં રાજ કરવું હોય તો ભારતી સંસ્કૃતિ ને બરબાદ કરો, અને અંગ્રેજી ભણતર ને સહારે વિલાયતી સંસ્કાર ફેલાવો. બે ત્રણ ભાષા નિષ્ણાતો એ આ માન્યતા ને ચડાવે એવું કામ કરેલું. ૧૭૮૩ માં કલકત્તા સ્થિત એક અંગ્રેજી ન્યાયાધીશની નિમણૂક થઈ – વિલિયમ જોન્સ.  એ ઘણી ભાષા જાણતો હતો અને સંસ્કૃત શીખવા માંડ્યુ હતું, કારણકે ભારત ના રાજ્યો માં મોટે ભાગે કાયદા સંસ્કૃત માં લખેલા હતા, અને આ ભાઈને એ કાયદા અંગ્રેજી ઢબ માં ઢાળવા હતા. એના કામ ને લીધે, અંગ્રેજી સત્તા વર્તુળ અને સમાજમાં સંસ્કૃત ની ઓળખ થવા માંડી. આ ભાઈ દુભાષિયો નહીં પણ દસભાષિયો નીકળ્યો! અને ભાષાઓ ની સરખામણી કરતાં સંસ્કૃત અને બીજી યુરોપી ભાષાઓ માં ઘણા સમાન શબ્દો મળ્યા અને  ૧૭૮૬ માં એણે સાર નિચોવ્યો કે આ બધી ભાષાઓ એક માં ના છોરા છે. આ માવડી ભાષા ને પ્રોટો-ઇન્ડો-યુરોપ્યન ભાષા એવું નામ આપ્યું. આ જોન્સ ભાઈ એ સરખામણી કરી એમાં વધારે પડતી ભાષાઓ યુરોપ ની અને આસપાસ ની હતી – કારણકે એ ભાષાઓ એને આવડતી હતી. બસ આ નિચોડ પ્રખ્યાત થયો અને એ સમય ના ગોરીયા વિદ્વાનો એ આ સમાપન ને ભાષાઓ નો સિધ્ધાંત બનાવી દીધો. હવે આવ્યો બીજો “નિષ્ણાત”! જેના ગુણ ગાન સ્વતંત્ર ભારત માં ખૂબ ગવાય છે! મેક્સ મ્યુલર. એ પણ ભાષાવિષારદ હતો – સંસ્કૃત શીખ્યો:  જર્મની માં કોઈ જર્મન સંસ્કૃત જ્ઞાની પાસે. ભારત માં એક ક્ષણ પણ પગ મૂક્યો નથી, અને વેદ અને  ઉપનિષદો નું ભાષાંતર કરી પ્રસિદ્ધ થઈ ગયો!  જોન્સ ભાઈ અને એની પછી ના વિદ્વાનો ની ભાષા માન્યતા પકડી ને મેક્સે પણ ૧૮૫૦ માં સાર કાઢ્યો કે પ્રોટો-ઇન્ડો-યુરોપ્યન ભાષા બોલનારી પ્રજા (અર્થાત માવડી ભાષા બોલનારા લોકો) એવી ભૂમિ માં રહેતી હશે, જ્યાંથી એ પ્રજા ના ઝુંડ પશ્ચિમ માં યુરોપ તરફ જઈ યુરોપી ભાષાઓ નો ઉદ્ભવ કરી શક્યા, અને પૂર્વ તરફ જઈ ભારત પહોંચી - સંસ્કૃત નો ઉદ્ભવ કર્યો (કે સાથે લઈ આવ્યા!!) ત્યાં સુધી ફર્યા કર્યું. અને એ પ્રજા જેમ જેમ નવી ભૂમિ પર વિસ્તરાઈ, તેમ તેમ એમની પ્રોટો-ઇન્ડો-યુરોપ્યન ભાષા ફેલાઈ અને સમય વિતતા અનેક પ્રાંતિય ભાષામાં પરિવર્તન થયું, અને નવી બાળક ભાષાઓ બની! આ પોતે લખેલી માન્યતા પકડી ને મેક્સ મ્યુલરે જાહેર કર્યું કે આ પ્રોટો-ઇન્ડો-યુરોપ્યન બોલતી પ્રજા વાયવ્ય દિશા માં થી ભારત આવ્યા. ત્યાં સુધી ભારત ના મૂળજનો એ કોઈ ખાસ સાહિત્યિક સમૃદ્ધિ સક્રિય કરી નો’તી.  આ વાયવ્ય થી આવેલી પ્રજા – જે ઉત્તર ભારત ની પ્રજા બની – ભારત માં આવી પછી જ વેદ અને શસ્ત્રો અને સંસ્કૃત વગેરે સક્રિય થયા! હવે આમાં સિંધુ – સરસ્વતી સમાજ તો જાણે હતો જ નહીં, અને એ પ્રજા ની કઈ સાહિત્યિક કે તત્વજ્ઞાન કે શાસ્ત્રો વગેરે કઈ સક્રિય કર્યાં જ નો’તા. અને આ વાયવ્ય પ્રજા આવી, સાથે ચક્ર અને પઇંડા લાવ્યા અને ઘોડા લાવ્યા પછી જ રામાયણ અને મહાભારત સક્રિય થયું! એટલે આ વાયવ્ય પ્રજા  – મેક્સ અને એવા બીજા ગોરીયા વિદ્વાનો ના હિસાબે – ૩૦૦૦-૪૦૦૦ વર્ષો પહેલાં આવી, એટલે વેદ, ઉપનિષદ અને આપણાં વારસા ના શાસ્ત્રો ૫૦૦૦ અને ૭૦૦૦ વર્ષ જૂના છે એ સંભવ જ નથી!  આ ઇતિહાસના અપભ્રંશ કરવા માં એક મેકોલે સિવાય કોઈ ના ખાસ કાવાદાવા હોય એવું મે જોયું નથી, કારણકે એ શોધ કરવા માં મને રસ નથી. ફક્ત મેક્સ મ્યુલર ની શું હરકત – અંદરખાને – હતી એ શંકા છે.

જે પ્રમાણે મેં “out of Africa” માન્યતા માટે પ્રશ્નો ઉપડ્યા એમ આ ઇતિહાસ અપભ્રંશ માટે પણ ઊભા કરું છું.

1. પ્રોટો-ઇન્ડો-યુરોપ્યન ભાષા ના શબ્દો કે વ્યાકરણ કે સાહિત્ય કે ઉચ્ચાર ની કંઈ માહિતી માનવ જાતિ ના જ્ઞાનકોશ માં હાજર છે? ના હોય તો એ ભાષા બોલવા વાળા ક્યાં રહેતા હતા એ અનુમાન કેવી રીતે કરવું?

2. માનવી એક જગ્યા એ થી બીજી જગ્યાએ જાય તો એની બોલી કઈ રીતે બદલાય? એક તો જેમ ભાષા માત્ર નો ઉદ્ભવ થયો એજ રીતે બદલાય પણ ખરી. કુદરત ના નાદ નું અનુકરણ કરતાં શબ્દો બન્યા અને ભાષા ઉત્પન્ન થઈ. બીજી રીત કે જે પ્રજા ની વસ્તી રોજીંદી જિંદગીમાં વધારે હોય એની બોલી વધારે વ્યાપક થાય, અને પેઢીએ પેઢીએ બોલી માં થી ભાષા નું પરિવર્તન થાય. આક્રમણ થી આવેલા પરદેશી લોકો પોતાની ભાષા ને પ્રવર્તીત કરી શકે, પણ પ્રજા ની બોલીમાં થોડા શબ્દો – જે સિપાઈ કે કોઈ અધિકારી સાથે કામ ચલાઉ વપરાશમાં હોય – એ શબ્દો ઉમેરાય, પણ બોલી અદ્રષ્ય ન થાય. પૂછવાનું એમ કે આ વાયવ્ય ની પ્રજા હુમલાખોર હતી કે ધીમે ધીમે આવી સ્થાયી પ્રજામાં ભળી ગઈ? એટલે એ લોકો ની ભાષા બદલાઈ કે એ લોકોના આગમન ની પહેલાની મૂળ પ્રજા – જૂના ભારત વાસી – ની ભાષા બદલાઈ, કે બંને બદલાઈ! વાયવ્ય પ્રજા એ સંસ્કૃત અપનાવ્યું કે એ લોકો સાથે સંસ્કૃત લાવેલા અને એનો પ્રસાર કર્યો?

3. અત્યાર સુધી મેં જેટલા લેખો વાંચ્યા – વાયવ્ય પ્રજા એ ભારત વસાવ્યું એવું કહેતા લેખો – એમાં આ વાયવ્ય પ્રજા નું “pastoral” એવું વર્ણન  કર્યું છે. “pastoral” એટલે ગોવાળ ભરવાડ એવા ગ્રામજીવી. બીજા લેખોમાં વર્ણન એવું છે કે છાપામાર લડવૈયા ની મંડળી હતી, જેના પ્રમુખ પણ સૈન્ય સરદાર હતા. આ લેખો પ્રમાણે સંસ્કૃત ભાષા આ ગ્રામજીવી કે ઘૂડસવાર લોકો ની ભાષા હોય શકે? એ પ્રજા માં બુદ્ધિજીવી વ્યક્તિ નું કોઈ વર્ણન નથી, તો સંસ્કૃત જેવી અદ્ભુત ભાષા રચી કોણે, કે ભારત ની ભુમી પ્રતાપે ભારત માં આવ્યા કે તરત બુદ્ધિજીવી ઓ પેદા થયા અને સંસ્કૃત ભાષા નો ઉદ્ભવ થયો? અને આ વાયવ્ય પ્રજા ની ભાષા – સંસ્કૃત – આટલી અદ્ભુત છે તો એ લોકોની જન્મભૂમિ માં કેમ એવી કોઈ ભાષા રહી નહીં, જેમાં આ સુંદરતા નો ભાસ પણ હોય? કે સાહિત્ય કળા કે શાસ્ત્ર નો કોઈ અવ્યય દેખાય નહીં? ઘોડા કમાલ હશે કે દિવસ ના દસ કલાક એના પર બેસો તો અદ્ભુત બુદ્ધિક્રિયા ની પ્રેરણા થાય!

4. આ વાયવ્ય પ્રજા ની માતૃભૂમિ એ આજના Black sea, Caspian sea, Caucusus Mountains ની વચ્ચે ની ભૂમિ. નકશો જોજો, તો ખ્યાલ આવશે કે એ ભૂમિ જેને આજે સેન્ટ્રલ એસિયા કહેવા માં આવે છે, એ સપાટ છે, રણ પ્રદેશ નથી, અને ચાર પાંચ મોટી નદીઓ આ ભૂમિ માં વહે છે. આવા વાતાવરણમાં ગ્રામજીવન, ઢોર પાલન વગેરે સ્થાયી માનવ સમાજ ને પ્રોત્સાહન બક્ષે એવી ભૂમિ છે. તો શા કારણે આવી ફળદ્રુપ ભૂમિ (આજે પણ વિશ્વની સૌથી મોટી ઘઊં ની ખેતી આ જ વિસ્તાર માં થાય છે ને!) છોડીને આ પ્રજા ઘોડે ચઢીને નીકળી પડે? વસ્તી તો આછ્છી જ હતી – જો ૪૦૦૦ વર્ષો પહેલાં ભારત પહોંચ્યા, તો પ્રવાસ ક્યારે શરૂ કર્યો? ૧૦,૦૦૦ વર્ષ પહેલાં? વચ્ચે ના પ્રદેશો પણ વસ્યા, ત્યાં ની ભાષા નું પરિવર્તન થયું, અને પાછા પ્રવાસે નીકળ્યા. હવે વિચાર કરવાનો કે સ્થાયી થયેલ માનવ સમાજ તંબૂ તાણી ને બીજી ભૂમિ ની શોધ માં અજાણ્યા પરદેશમાં – શું મળશે એની જાણ વિના – શા કારણે નીકળી પડે? છેલ્લા ૩-૪ હજાર વર્ષ છોડીને જોઈએ તો ત્રણ જ  કારણ સંભવિત લાગે. એ પહેલા ચક્રવર્તી રાજા અને અશ્વમેધ યજ્ઞ ની પ્રથા ફક્ત ભારતમાં જ હતી! એક તો બીજી પ્રજા એ હુમલો કરી ભગાડી દીધા, બીજું કુદરત નો કોપ લાગ્યો, ત્રીજું કે ખાવાનું મળવું મુશ્કેલ થતું ગયું. આ બધ્ધા લેખોમાં પ્રવાસ ના કારણ નો લેશ માત્ર ઉલ્લેખ નથી! તો માનવ મંડળી શું કામ તંબૂ તાણી ને ચાલતી પકડે? અને ૨-૩ હજાર માઈલ દૂર જાય? અને વિશ્વનો કપરા માં કપરો ગાતો પહાડી પ્રદેશ ઓળંગી ભારતમાં આવે? અને કેટલા આવ્યા કે ૧-૨ હજાર વર્ષમાં ગંગા જમુના ઘાઘર સોન ગંડકી વગેરે ને કિનારે લાખો ની વસ્તી અને અઢળક સાહિત્ય અને બુદ્ધિ ક્રિયા ના ફૂલ વાવી દે. અને આ બધી ભૂમિ ખાલી હતી? કે આવી ફળદ્રુપ ભૂમિ માં લોકો રહેતા હતા, પ્રજા સ્થાયી હતી, પણ આ ૩૦૦૦ માઈલ થી દૂર, એક માત્ર ખૈબર પાસ માં થી આવી “સારે ઘર કા બદલ દૂંગા” કરે?

5. અને સરસ્વતી સિંધુ સંસ્કૃતિ નું શું? એક લેખમાં આપ્યું હતું કે વાયવ્ય પ્રજા ભારત પહોંચી ત્યારે જે કારણ હશે તેના હિસાબે એ સંસ્કૃતિ પરવારી ગઈ હતી! બીજો લેખ કહે કે આ વાયવ્ય પ્રજા એ સરસ્વતી-સિંધુ સંસ્ક્રુતિ ની પ્રજા પર હુમલો કર્યો અને હરાવી દીધી, અને એ પ્રજા દક્ષિણ ભારત તરફ ભાગી ગઈ! હવે આવ્યો પ્રશ્ન. કે આક્રમણ કે અણજાણ્યા કારણોસર વાયવ્ય પ્રજા પધારી ત્યારે સિંધુ-સરસ્વતી પ્રજા પરવારી ગઈ હતી. આ વાયવ્ય પ્રજા ની માન્યતા માં ભારત ના સંસ્કૃત સાહિત્ય અને શસ્ત્રો એમના આગમન પછી જ રચાયા. તો વેદ ઉપનિષદ માં સરસ્વતી ના ગુણગાન અને મહત્વ તેમ જ વિસ્તૃત વાતો, વર્ણન અને લાંબા ઉલ્લેખ કેવી રીતે આવ્યા? એમ કહીએ કે સ્થાયી વસ્તી ને યાદ હતું એટલે! તો કેટલી પેઢી ભારત ની જૂની પ્રજાએ એ વાતો યાદ રાખી?

6. હવે જરા બહુ લાંબુ થાય છે, એટલે સમાપ્તિ કરતાં છેલ્લી વાત છેડું. બીજા બ્લોગમાં આ વાત લખી તો છે, પણ યાદ હોય કે નહીં, એટલે રટણ કરું છું. આપણાં બધ્ધા શાસ્ત્રો માં રચના સમયે આકાશમાં શું દેખાતું હતું એ કડી બદ્ધ કરેલું હોય છે, અને એ ગ્રહો તારા મંડળ સૂર્ય અને ચંદ્રોદય ની દિશા અને સમય ની વિગત લઈ એ શાસ્ત્ર રચાયું એ કાળ નક્કી કરાય. અને આ શાસ્ત્રોમાં જ લખેલા કાળ ની અવગણના કરી “વાયવ્ય ના વાયરા” પછીની કૃતિઓ છે એમ જ ઠોકી માર્યું છે. આજ કાળ ના યુવાનો કહે છે એ પ્રમાણે, “Really?” સાચ્ચે?     


I trolled the “out of Africa” theory of human beings growing and spreading in the world. I have chosen a new goat to troll today. Lets see whether it bleats, or makes a fool of me!

A history redefining theory was floated in the mid 1800’s. It claimed that the Indo Gangetic plains, and subsequently the whole of “Northern India” – defined by it’s lighter skinned people – was populated by a fair skinned (read white people) group that migrated into India between 3000-4000 years ago from their Central Asian home in the area bounded by the Black sea, the Caspian and the Caucasus mountains. They brought the Sanskrit language with them, and subsequently composed the Ved and other Shastra that we Indians treasure so immensely. Hinduism also evolved there after. They also introduced the wheel and horses to the land and its native peoples. In the bargain of this replacement or colonisation of northern India, they displaced the natives to the southern part of India. The incoming hordes were called “Aryans” and the dispossessed natives the “Dravids”.

Now hark back to the stated strategy of the British for successfully ruling India, and the specific tactic recommended by Baron Macaulay also in the mid-1800’s: “Divide and rule”. The first part of this strategy was the creation of a divide on grounds of religion (which was easy, since there existed and still does, a fundamental resentment between the Muslims and Hindus). The second was cultural, between the Sanskrit based “northern” culture and the so called Dravid culture and the third was based on this theory promoted by the (dis)honourable Mr. Max Mueller! The “dis” is my addition! Macaulay, a British MP turned East India Company employee – MP’s were not paid in those days -  and since his father had to embrace penury, the son had to take up a paying job! He defined the British strategy that “destroy the existing cultural strength of the Indians, replace it with basic European erudition, and happily rule India”. Now, I am not saying that Macaulay conspired or instructed Max in anyway, but he had certainly set the table of European / white people superiority over the “bloody Indians!” for the British Society. He did confess that the current Indian cultural set was so strong that it would not bend to British suzerainty easily. A scholarly discovery had been announced in the 1786 – when Calcutta was still the heart of British India. William Jones, a judge of some kind under the British system was a polyglot and scholar stationed in India – Fort William. He had acquired deep skills in many European languages and commenced to do the same to Indian languages starting with Sanskrit. Soon he discovered significantly large similarities between Sanskrit and many of the European languages that he knew well. Hence, in 1786 he theorised that all these languages were descendants of a common mother language! Naturally this mother language was called Proto-Indo-European language! Fortunately (or unfortunately, depending on your perspective) little is known about this mother language except that it “should” have existed! No vocabulary or grammar or scratched texts, nothing! Scripts were still unknown in those times! Mr. Mueller was also a polyglot, a staunch Christian (protestant) – often castigated as anti-Christian by the Church - who once called Indian spiritual culture “a rotten tree”, praised Sanskrit and Vedic literature, and recommended a re-conquest of India through European and Christian education. Sounds like  a two faced fountain of Oxford based thought? So, he promulgated a theory of Aryan migration from the Caucasus region, in two directions: West, to create the European peoples, and east to create the Iranians, and Afghans, and all peoples in-between, before finally becoming the  North Indians – after conquering(?) the darker Dravid natives of India. This idea was  based on the language relationships discovered by William Jones!  Why the Caucasus? I can only conjecture, that since Jones compared Sanskrit to European languages, the mother language needed to be somewhere between the lands of German and Sanskrit speaking peoples! (since Max born was a German!). The idea was to drag the literary and philosophical spiritual thoughts of India to a much later era, to match the timelines of Greek and other European cultural achievements. This theory took wing amongst European scholars of that period, and other professionals took up this idea as well. So, some said that Indian civilisation did not have the wheel, neither did they have horses, because there is no archaeological evidence of their existence amongst Indian “digs”. So, the Ved’s and Upanishad’s and the epic Ramayana and Mahabharat were not 5000 or 7000 years old – one aspect of age being strengthening of the truth factor with age! – but all created by the Aryans after arriving in India. I am not sure if other people apart from Macaulay were involved in precipitating his policy of degrading Indian culture, but honestly, I am not interested in investigating that aspect.

I raised some questions when thinking about  “Out of Africa” , and similarly, I have some questions about this Aryan invasion / migration theory as well: The corruption of history!

1. If there is no knowledge about the vocabulary or grammar of Proto-Indo-European language how does one determine the location of their homeland?

2. How does a language transform? The way it is born. From imitating sounds around the place, animal calls, etc. Add to this the language sounds of the people already resident in a place, as heard during daily life activities. This would be true of all migrants, because they would not out number locals. However, if the locals were conquered, there would be a split between daily life or colloquial language and official administrative language adaptations. Hence, the question: were the Aryans migrants or conquerors?

3. Every article I managed to read about the Aryans who came to India, described them as pastoral people. Which means village communities with cattle and perhaps agriculture. A few described them as raiders led by a military chief. Now, how did pastoral or raiders develop Sanskrit – universally described as complex, organised, structured, near-perfect (by non-Indians!) etc.? There is no reference to people of intellectual pursuits amongst these Aryans, then, who worked on developing such a meritorious language? Or did the land of India work a miracle on these new entrants, and voila they produced Sanskrit? If Sanskrit was an Aryan language, did any version of a complex elaborate language survive in their homeland? Why not? And are there any remnants of literature arts sciences in these abandoned homelands?

4. Take a look at a map of this land bounded by the Black Sea, Caspian Sea and the Caucasus mountains. It is a land of plains and rivers in plenty. Similar to the Indo Gangetic lands? Pastoral life would be natural in such lands – as has happened everywhere on earth. Then, why would such a populace abandon a granary environment, climb onto horses, and take off for lands 3000+ miles away across deserts and serious mountainous regions? What were the pressures for either migration or raids? These were not the times of emperors and land grab! If they reached India around 4000 years ago, and settled in all the lands they crossed, they may have left their homelands 10,000 years ago! And what was the population of any human community at that time? To be able to conquer communities after communities? And all this with no idea of what exists over the next mountain or river? Cross lands that are , and always have been, some of the toughest terrains to traverse? Were there a series of natural calamities? Were other raiders attacking them driving them further and further away? Did food run out? These could be the only conceivable reasons for migration or raiding 10,000 years ago. And how many made it? Even across a 1000 years that the migration may have continued? And they populated all lands between the Indus and Brahmaputra, and started creating all intellectual products that constitute the literary heritage that has come down to India of today? Was the land – India – empty? Or were there thriving communities living on these lands, and these hordes(?) came down from the Khyber Pass and managed to transform the land and the people?

5. Finally, what of the Indus-Sarasvati civilisation, which archaeologists have declared as a “sophisticated” and highly “developed” society? Did the Aryans encounter this civilisation at all? Some articles claim that the Sindhu-Sarasvati civilisation (the Indian name) had disappeared before the Aryans arrived, while others claim that the Aryans conquered them and drove them further south into Southern India, and labelled these runaways as Dravids, to create an image that North Indians – Aryans – are descendants of the conquerors, and the Dravids the vanquished peoples. If Sanskrit was brought into India by the Aryans, and then together with the locals, composed all the rich literature of the Ved’s and Upanishad’s etc., how did this literature contain such detailed description of Sarasvati and assign such significance to Sarasvati? Was it only through memories of the vanquished that Aryans could not erase, and thus entered these literary gems? How many generations carried these memories?

6. I have gone on for a bit longer than imagined at the beginning, so to close off, just this point. All our scriptures and other literary compositions have verses describing what the authors saw in the night sky, or before sunrise or moon rise and so forth… an astronomical time stamp. Given the computational understanding of the bodies in the universe and their motion, the astronomical observations described would be irrefutable time stamps. But the pro-Aryan migration proponents have consistently ignored these time stamps with a “post Aryan” age of all these intellectuals products. It begs the response that the gen-z of today use frequently: “Really?”.


Home Up શું લખું Topic Dilemma વિ-જ્ઞાન ના  Processes વાયવ્ય વાયરો N-W Sirocco રટણિયો નવરો metronome ’૨૨ ગયું!’22 gone!