ભેજું ખાલી છે

Blank mind

આ દુવિધા વધારે ને વધારે મારા પર આક્રમણ કરે છે. ગંભીર વાત લખું તો સાહેબ વારે છે કે બહુ ગૂઢ છે, લૌકિક વિષય પર લખ! ઘડી એ ઘડી એ લૌકિક કયાં થી કાઢવું? મારા મનગમતા  વિષય પર લખું તો રટણ થાય છે. એક ઝોકું કાઢું કદાચ કંઈ સપના માં પ્રેરણા આવે! પ્રેરણા નામની અપ્સરા નહીં, વિચાર!

આવ્યું!! સરસ સપનું આવ્યું!

સિંગાપૂર માં એક મહાન યજ્ઞ શરૂ થયો છે. સરકારે નક્કી કર્યું કે નાગરિકો – ખાસ કરી ને ૪૦ ની ઉપરના માણસો – માં આવડત ઓછી છે, નવા યુગ ની જરૂરિયાતો પ્રમાણે! એટલે “ભવિષ્ય માટે આવડતો” નામની પ્રક્રિયા શરૂ કરી. અહીં આવા પ્રોગ્રામો ના નામ ની આગળ “પ્રધાનમંત્રી” લગાડવાની પ્રથા નથી. બધા વિશ્વવિદ્યાલયો, ડિપ્લોમા કોલેજ અને ટેકનિકલ કોલેજો ને લગાડી દીધા, કોર્સ તૈયાર કરો કે મોટી ઉમરના ઠોબા ઓ ને કંઈ આવડત પ્રદાન કરી શકાય. લવાજમ ૫૦ – ૮૦ ટકા સરકાર કે ઠોબાઓ ની કંપની ભરે, ૨૦% જ ઠોબા એ ભરવાની. અને આ યજ્ઞનો પ્રચાર પણ મોટા પાયાએ કર્યો. કોર્સ ના ક્લાસ મોટે ભાગે ઓન લાઇન, અને થોડા કોલેજ ના ક્લાસ રૂમ માં. હથિયાર અને ઓજારો ની જરૂર પડે એવા કોર્સ ક્લાસ રૂમ માં.

મને ૬૦ પાર કરે ૧૨ વર્ષ થઈ ગયા, એટલે હું તો મહા ઠોબો ગણાઉં. મારી દીકરીઓ તો ઘણ વાર મને કહે, તમને નહીં આવડે! ઓન લાઇન ઓર્ડર કરી જે વસ્તુ આવે, જેવી આવે એ અપનાવતા! હું ગયો સરકાર પાસે, અને કહ્યું કે ભાઈ લા (અમારે સિંગાપૂરમાં બધા શબ્દો ની પાછળ “લા” લાગે! કોઈ ગુજરાતી એ મલાયા માં લોકો ને શીખવ્યું, ભઇલા, બાયલા, હાઇલા, ડબલા, વગેરે. અને મલય ભાષી ઑ એ સિંગાપૂરમાં એ ટેવ પાડી. નવા ગુજરાતી ઑ ને સૌ પ્રથમ “લા” લગાડતા શીખવીએ છીએ) મને લાયક તમારી પાસે કોઈ કોર્સ નથી, એને માટે તમારો શું ઇરાદો છે? પહેલા તો એ બગડી ગયો? શું પુરાવો છે કે કોર્સ નથી? સિંગાપૂર માં પુરાવા વિના કોઈ પણ આક્ષેપ મુકાય નહીં. પણ અહીં ના અફસરો ને જાહેરમાં ક્રોધ કરવાની મનાઈ છે, સાચું કહું તો જાહેરમાં ક્રોધ કરવાની જ મનાઈ છે – નાગરિક કે અફસર. પકડાઈ એ તો કારાગાર! એટલે એ ભાઈ એ મને વિનય પૂર્વક ભાષામાં કહ્યું, “બકવાસ કર મા!”. બાજુમાં બેઠેલી નારી-અફસરે એને ચીની ભાષામાં કાંઇ કહ્યું, અને ભાઈ ફરી ગયા, અને મને પૂછ્યું, “કેવો કોર્સ જોઈએ છે, કેટલી કમાણી થશે?” મેં કહ્યું, “કમાણી તો હરિબટ્ટો, પણ કોર્સ “દાદા તરીકે કામગીરી” એ કોર્સ જોઈએ છે! મને કહે “વૃદ્ધ કેમ થવું” એનો કોર્સ તો છે! મે કહ્યું, એ કોર્સ માં વૃદ્ધાવસ્થા ૩૦ વર્ષે શરૂ થાય એમ કહ્યું છે, અને ૫૦ થી નીચેના ઠોબા ઑ ને દાખલ કરે છે! બાકી તો બુઢીયા થઈ ગયા! અમારા લિસ્ટ માં “દાદા કામગીરી” એ જોબ ગણાતી નથી, એટલે કોર્સ નથી, જય શ્રીકૃષ્ણ! પ્રસ્થાન કરો!

ઘરે આવ્યો, અને અમે બે – આખરે આપણે બે વાળા અમે બે – બેઠાં અને સરકારી હૂકુમત સાથે ના વાર્તાલાપ નો અહેવાલ આપ્યો! સાહેબ કહે, કાંઇ નહીં! એ લોકો કોર્સ ના આપે તો આપણે પોતાનો કોર્સ બનાવીએ! વાહ કેટલા ચબરાક છે સાહેબ! અમે કોર્સ બનાવ્યો.

१. પ્રથમ પર્વ: પરણો. અમારા જમાનામાં અનિવાર્ય હતું, અને આ જવાબદારી માં-બાપ અને અમારી વચ્ચે વહેંચાયેલી હતી. માં-બાપ શોધે, અને અમારે હા કે ના પાડવાની. આ લખવા ના સમયમાં પરિવર્તન થવા માંડ્યુ છે. કોઈ જુવાનિયા ને પત્ની કે પતિ ની લપ જોઈતી નથી. (હમણાં નથી જોઈતી, પણ પાછલી રાતે ઘરડા ઘર માં જ નસીબ નીવડશે). આ વિચાર વાળા દાદા કે બા બનશે કે કેમ એ કદાચ પ્રભુ ને પણ ખબર નથી. એક શક્યતા છે, કે આ અલકનીરંજન વ્યવસ્થા માં બાળક પધારી શકે, તો કોઈક પિતા દાદા બની શકે અને કોઈક મા બા બને – પોતાનું પૌત્ર કે ઐતિહાસિક બાળકનું બાળક. જે પ્રભુ ઇ ઇચ્છા. પછી આવે “અમે શોધી ને નક્કી કરીશું” વાળા જુવાનિયા. મોટે ભાગે ભવિષ્ય માં  આ જ જમાત ફળશે ને ફાલશે. માં-બાપ કદાચ સાંકડે માંકડું બેસાડે પણ અમે અને સાથે ઇન્ટરનેટ તો fail-safe છીએ. માં-બાપ ની જાણમાં જ, કારણ કે માં-બાપ થી છુપાવાનો જમાનો ગયો! હાશ! માં-બાપ ને ચોકસી કરવી હોય તો welcome! આ વિષે વધુ બોલવું જોખમ ભર્યું છે, એટલે ચૂપ! પરણ્યા તો ખરા! અને થોડા ઘણા જે આપણી માફક, માં-બાપ શોધે, અને પોતે હા કે ના પાડે.

२. દ્વિતીય પર્વ: બાળક ની ઇચ્છા કરો – અમારી જ જાણમાં બે ત્રણ વાર અમે બુઢીયા ઑ એ ભેગા મળી “બાળક ઇચ્છો” ઝુંબેશ ચલાવવો પડેલો છે. બે વાર નવોઢા માન્યા, એક વાર પ્રભૂએ મદદ કરી, અને ગર્ભ વસ્યો.  બાળક ને જન્મ આપો, ભરણ પોષણ કરી ભણાવો ગણાવો, અને એમને પણ  

પહેલા બે પર્વ પાર કરાવો.

३. હવે તમે બા દાદા ના ઉમેદવાર થવા લાયક ગણાઓ. નિર્ણય થશે પ્રથમ પર્વ ના ઉત્તીર્ણ બાળકો ના હાથે. તમે કેવા માં બાપ હતા? દાદાગીરી અને સોટી વાળા કે, જે કરવું હોય તે કરો છુટ્ટા ઘોડા પાળવા વાળા? (બંને નાપાસ!) શિશુ અવસ્થા માં અને બાળાવસ્થા માં ઘડીએ ઘડીએ નજર રાખી પણ લગામ નો’તી, સંસ્કારી વાતાવરણ અને નીતિ નું પાલન, ખુલ્લું આંગણું, પણ મેદાન નહીં? તો પાસ! કિશોર અને તરુણ અવસ્થા માં મિત્ર, અને પ્રૌઢ અવસ્થા માં સમાનતા, તો પાસ! અને હળવે થી વનપ્રસ્થાન તો બા દાદા!

४. આ બધુ તો ઠીક, પણ વૃદ્ધ થવા ની પણ રીત છે, અને વૃદ્ધ થયા વિના બા દાદા ક્યાંથી? શું રીત છે? સૌ પ્રથમ તો ધંધા નોકરી કે કમાઈકર્મ માં થી નિવૃત્ત થયા છો? શોખ કે રસ અને જિજ્ઞાસા માં સમય અર્પણ કર્યો હોય તો ચાલે, પણ મન અને મગજ માં પૌત્રો માટે અગાધ જગ્યા હોય તો પાસ! માં બાપ તો એક સાથે પચીસ વાત નું ધ્યાન રાખતા હોય, તો આ નાના ભૂલકડાં ને પૂર્ણ સમય કોણ આપે? તમારા થી અપાય તો તમે વૃદ્ધ વનવાસી બા કે દાદા! વનવાસ તો મન મગજ ની સ્થિતિ છે, ભૌગોલિક જગ્યા નહીં! જેમ પચાસ સાંઠ વર્ષ પહેલા તમારા બાળકો તમારું સાંભળતા, એમ વનપ્રસ્થાન માં તમારે તમારા બાળકો – નવીન માં-બાપ નું સાંભળવાનું, ખાસ એમના બાળકો સાથે ના વર્તન અને શબ્દોમાં! હવે નવીન માં બાપ પોતાની મેળે બાળક ના ઉછેર માટે નિર્ણય લે છે – ઇન્ટરનેટ ની સહાયે, તમારી પારંપારિક સલાહ ની સલાહે નહીં! એટલે સાવધાન! આ વાત કઈ નવી પેઢી ના અહંકાર ની નથી – તમે, આપણે, આપણાં બાળકો ને વિચાર શક્તિ, આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની આવડતો કેળવી, તો હવે એ આવડતો વાપરે તો એમાં આપણી ઉછેર પદ્ધતિ નો વિજય નહીં? એટલે પૌત્રો સાથે એમના માં બાપ ના નિશ્ચિત ધોરણે વર્તન કરવાનું. વણ માંગે સલાહ કે ટોક ટોક કરશો તો બા દાદા નામ ના જ! તમારા બાળકો એમના બાળકો ને ફક્ત તમને કંપની આપવા તમારી દયા ખાઈ ને તમારી પાસે મોકલશે, બા દાદા ની હૂંફ માટે નહીં! દરેક બાળકનો “બા દાદા” એ હક્ક છે – પણ એ હક્ક ફળીભૂત કરવો એ આપણાં હાથમાં છે. વેડફતા નહીં!

५. કોર્સ પૂરો! સિંગાપુર સરકાર ને મોકલ્યો નથી.


This is now a recurring situation. It’s not dementia, it is simply a case of topic “not there”! If I write on a serious topic, my better half says, “too deep” write something positive and light. How to conjure up light colloquial topics every month on month? If I write on my favourite topic, it will become repetitive! Time for a nap, and a hope a dream will give me inspiration!

Yeah!! Inspiration has arrived!

Singapore has embarked on a strategic programme to upskill the forty plus citizens, who they have concluded may not have skills required in the future. Hence a programme called “SkillsFuture”. Singapore does not have a practice of prefixing all programme names with “Prime Minister’s”! All tertiary education institutions have been roped in to execute this programme. 50-80% of the fees are paid either by the government, or the skills-challenged candidate’s employers, and the balance paid by the said candidate. There has been a strong out reach and follow up. The courses are either on-line or in class rooms. If instruments and the likes are needed, then class rooms.

I crossed 60 twelve years ago, so I would be considered a seriously skills challenged citizen. I hear “papa, you will not know how to do this: order online, and accept whatever you receive!”. I approached the government i.e. a civil servant in the relevant ministry, and said “no suitable course for me la, then how?”. Some Gujarati fellows arrived in Malaya and taught them words like “bhailaa, baayalaa, hailaa, dabalaa…” and the Malay speakers passed on this idea of attaching a “laa” to Singapore Malay speakers, and onwards to all Singaporeans. This is the first thing we teach newly arrived Gujarati’s la. The colour went up in the civil servant’s face, brows furrowed together, nostrils flared, but expression of anger is prohibited in interactions with citizens, (actually expression of anger in public by anyone can lead to jail if caught), so in very polite and formal language he told me “don’t anyhow say me, got proof?”. This is explicitly clear in Singlish – but that is not an officially recognised languages of Singapore, so this was the message, not the words. Every existential statement to government officials must have proof, hence the part-2 question.  The lady officer sitting next to him said something to him in Hokkien or Teochew or Cantonese or some such dialect, and he cooled down super fast, and asked “what course do you want, and how much income will you get from it?” Always the financial angle, no freebees! So, I told him “no money la, course on how to be grand parent”. But there is a course on “how to grow old gracefully!”. I reminded him, that the course he mentioned believes that the process of growing old begins at 30, and only people below 50 are eligible. The rest are old already!” Sorry, he says, grand parent is not in our list of jobs now or in the future. Thank you and goodbye! He meant “vamoose!”.

So, I came home, and we two – the candidates for “grand parent” course sat down for a debrief of my visit to the halls of power. Better half was very supportive! Never mind, (no “la” in private Gujarati conversations!) says she, let us design our own course for this! So, we did!

1. Chapter-1: Get married. It was a mandatory association between man and woman preparatory to grand parenting roles, but the world is a bit different now. This process had split responsibilities between our parents and us. They chose and we accented or denied. The current human social order has a three way split, gyrating to a 2 way split. First is the group that says no need of husband or wife kind of headaches. (Don’t want today, but book yourself a place in old people’s home for the distant future). There is hope for this group too, because this bumble bee fleeting may result in children, and they in turn may procreate, and some one in this bumble bee society ay take ownership of a child or two and their children, and become a rand parent. The second group – long may they expand and grow, want to do both search and decide on their own. Parents have an optional job of any due diligence they may wish, we have nothing to hide from parents – those days are long gone. This is not an ego drive approach, more of the self confidence, the analytical thinking, the empowerment that we – current grand parent candidates – inculcated in our children. I will not talk more about this matter, as it invites repercussions from my daughters! Finally, shrinking group who are happy to go our way: parents search, we decide.

2. Desire a child. We know of an instance or 10, of a campaign that  grand parenting candidates had to undertake to inspire this desire, win some loose some, and occasionally Ishwar took a card, and voila a life was kindled. Birth the child, bring her up, grow her, sustain her, and help her fulfil chapters 1 and 2!

3. No, you are grand parent candidate in waiting! The decision is with your children! What kind of parents were you? Tiger parents, or do what you want  and some how grow up? Fail already! Or did you watch over them as infants and toddlers, mentor them as kids and young adults, be friends with them as teenagers and interns, equals as grown up parents, and cede decision making to them as you moved to retirement? If so, then you pass! Grand parenting roles are assured!

4. But how can one be a grand parent unless you are also a senior citizen? Is there a way to becoming a senior citizen? First of-course, move away from economic pursuits.  Spending time on hobbies and interests is fine, but your mind has vast spaces available for the grand children. If so, then you pass! Parents are juggling myriads issues at a time, So who has time and mental space dedicated to the new arrivals? That would be you, the grand parent candidates in success! We use the 4 Ashrams to describe stages of man’s life. The relevant one here is Vanaprasthan ashram. It is not a geo- location, but a mind-set. One switches roles of decision maker and adopters of a decision with your children in the context of their children. They decide, you follow. Specially for how to behave with your grandchildren, and what words to use with them etc. New parents of these times decide on parenting strategies with the aid o the internet and their peer group, and are wary of traditional methods. Respect those strategies, or else you will see your grand children in person only when their parents decide to send them to you as company for you, and not for the warmth of a grand parent’s embrace of warmth and affection as consideration for you, and not to fulfil the child’s birth right to grand parents. Your mind set will govern this situation, unsolicited advise or nagging will precipitate it.

5. Course completed! Not sent to SkillsFuture!

Home Up શું લખું Topic Dilemma વિ-જ્ઞાન ના  Processes વાયવ્ય વાયરો N-W Sirocco શેખચલ્લી castle ઇન  ચોર મંડળી Crooks Inc. સમાજ ની વ્યથા Social Ails રટણિયો નવરો metronome ભેજું ખાલી blank mind ’૨૨ ગયું!’22 gone!