શું લખું, શું લખું?

Topic dilemma

શું લખું શું લખું, એજ અજ્ઞાનતા! બ્લોગ નો ભાર જેમ ડોબો તાણે! નરસિંહ ભઈ, માફ કરજો, તમારી કવિતા ની પંક્તિ ની પત્તર ખોડવા માટે, પણ આ નવા જમાનામાં વ્યંગ કરવો એ સભ્યતા નો ડંકો વગાડયો એમ મનાય છે.

મેં વેદ વિષે ના બ્લોગમાં લખેલું કે વેદાંગ ના છ એ છ અંગો વિષે લખીશ, ત્યારે મને વોર્નિંગ મળી કે આટલું ભારી કોઈ નહીં વાંચે! પણ મારુ કામ તો મારા આનંદ માટે લખવાનું છે! વાંચનાર એમના આનંદ માટે વાંચે! ગમે તો બહુ સારું, નહીં તો વારુ! તિન પત્તી માં કોંપ્રો કરે એમ હું પણ કોંપ્રો કરું. મને આ વિષયમાં રસ પડ્યો કારણકે ભારતના સમાજનો ઇતિહાસ શોધતાં મગજ માં ઘણા પ્રશ્નો ના તરંગો ઉપડ્યા. બસ, આજે એ પ્રશ્નો જ પ્રસ્તુત કરું.

૧.

વેદ નો પહેલો કક્કો શું કરતાં રચાયો? કોઈ ઋષિ એ રચ્યો? એ ઋષિ કેવી રીતે બન્યો? અને શું જાણવા શિષ્યો એની પાસે આવ્યા? આ જ્ઞાન કે વિજ્ઞાન ની જિજ્ઞાસા શું કામ પ્રજામાં જાગી? વેદ ને અપૂરુષૌ કેમ કહેવા માં આવ્યો.

એ સમયે હું માનું છું કે હજી “રાજા” જેવી કોઈ પદવી નો કોઈને ખ્યાલ પણ નહીં આવ્યો હોય, હા સમૂહ નું નેતૃત્વ અને રક્ષણ કરનાર કોઈ નાયક તો  હશે, અને આ નેતૃત્વ ના બદલામાં એ સમૂહ ના વ્યક્તિઓ એને માન અને આજ્ઞાપાલન અને અમુક મિલકત નો ભાગ પણ આપ્યો હશે. એને કોઈ સલાહકાર જોઈતો હશે, એટલે જરા ધીર ગંભીર માણસને પકડી ને કહ્યું, કે તું મારો સલાહકાર! પેલો કહે કે તારું કામ કરું તો ખાઈશ શું? એટલે નાયક કહે કે હું તારું ભરણ પોષણ કરીશ, તારે ફક્ત મને સાચ્ચી સલાહ આપવાની! હવે સલાહકાર સલાહ કાઢે ક્યાં થી? એટલે એ સમૂહ ની આસપાસ ની ભૂમિ, ભૂગોળ, બીજા સમૂહ, વગેરે ની તપાસ કરી માહિતી મેળવે, અને નાયક ને સલાહ આપે કે આ બાજુની નદીમાં પૂર આવશે, ગામ ખસેડો, પેલી બાજુનો સમૂહ સમૃદ્ધ લાગે છે, છાપો મારવા જેવો છે, ૧૫ સૂર્યોદય પછી વરસાદ આવશે કે બરફ પડશે, કે પાણી સુકાશે વગેરે. આ જ્ઞાન કે વિજ્ઞાન ભેગું કરવાની જરૂરિયાત પેદા થઈ. પછી બુઢ્ઢો થયો, નાયક પણ પરવારી ગયો, પણ સલાહકારની પરંપરા શરૂ થઈ. પછી નાયક ને સલાહ ગમી નહીં, એટલે સલાહકાર ને કાઢી મૂક્યો! બીજી કોઈ આવડત નહીં, એટલે કરે શું? જંગલમાં જઈ, ઝૂંપડી બાંધી આજુ બાજુ પ્રાણી પક્ષી ઝાડ પાન, પાણી પથ્થર નું નિરીક્ષણ કરે, બાઘા મારે! કોઈ વાર હાલ નો સલાહકાર એને પૂછવા આવે કે નાયક ને આવું કરવું છે, શું સલાહ આપવી જોઈએ? આવી રીતે શિષ્ય મળ્યા, અને આગળનો સલાહકાર ઋષિ બન્યો! હવે ગામ એક માં થી દસ થયા અને નાયક માં થી  સરદાર થયા, અને ગામ વધતાં, સૈન્ય બન્યું અને રાજા બન્યા! સલાહકાર નું કામ વધ્યું! બધા ગામ ના સમુહ ને રાજ્ય કહેવાયું, અને રાજ્યનો વહીવટ કરવાની જરૂરત પેદા થઈ – નહીં તો રાજા પદચ્યુત કરવામાં આવે! હવે માહિતી ની સાથે સાથે આવડત અને ચાલાકી ની જરૂરત પણ ઉત્પન્ન થઈ! સલાહકાર અને ઋષિ ની જરૂરત વધી – જ્ઞાન અને આવડત નો વ્યવસાય ઉત્પન્ન થયો. રાજા ને કહેવા માં આવ્યું કે ઋષિ મુનિ ઓ ને ગામ થી થોડા દૂર રાખી, જમીન આપી નવા નવા સલાહકારો અને ભવિષ્ય ના ઋષિઓ ને તાલીમ આપો, તમારો ખર્ચો વગેરે રાજા સંભાળશે! બસ જ્ઞાન નો વ્યવસાય પૂરપાટ ચાલુ. હવે આ ઋષિઓ જ્ઞાન અને માહિતી મેળવ્યા કરે, અને કઈ કામ ના હોય ત્યારે તુક્કા દોડાવે કે આમ કેમ? આ પક્ષી ઊંચે ઉડે અને બીજું નીચે ફર ફર કર્યા કરે? આ પાણી પીવાય, પણ પેલા ઝરા ના પાણી પીવા થી તબિયત બગડે કેમ... બસ, આ વિચાર વિમર્શ અને એના સારાંશ, એજ વેદ ની શરૂઆત. તુક્કા એટલે અનાયાસે વિચાર આવે તે. અને એવી જ રીતે કોઈ વાત ની સમજ ની બત્તી થાય, કે કોઈ નિરીક્ષણ માં થી નિષ્કર્ષ પેદા થાય. અનાયાસે! એટલે પુરુષાર્થ વિના જે પ્રેરણા વડે જ્ઞાન ઉત્પન્ન થાય તેને અપુરુષૌ જ્ઞાન કહ્યું. પુરુષે પેદા ના કર્યું તો પ્રેરણા આવી ક્યાં થી? પ્રભુ પાસે થી! આ પ્રમાણે અનાયાસે ઉત્પન્ન થયેલું જ્ઞાન તેને  દૈવી જ્ઞાન કહેવું કે ગણવું એ કુદરતી વાત છે! એને “વેદ” કેમ કહેવાયું? ભઇલા, લખવાની સિસ્ટમ નો’તી, બધુ બોલી ને – અર્થાત વદી ને જ – વ્યવહાર ચાલતો, તો જ્ઞાન પણ વદી ને જ પ્રસરે ને! એટલે જે વદ્યું તે વેદ! પણ આ વાત નું ખાસ મહત્વ એ, કે જ્ઞાન નો વ્યવસાય – રાજા ના ખર્ચે – ઉત્પન્ન થયો, એ જ.

૨.

સંસ્કૃત ભાષા કેમ વપરાઇ? બધા સંસ્કૃત બોલતાં હતા? આટલી જટિલ ભાષા ખેડૂત અને સૈનિક અને કારીગર અને દુકાનદાર બોલતાં હતા? સંસ્કૃત ઘણી વિકસિત ભાષા છે, એ કયા સ્વરૂપ માં થી વૈદિક જ્ઞાન ભાષા ના સ્વરૂપ માં બદલાઈ? જ્ઞાન માટે સંસ્કૃત કેમ વપરાઇ? કોઈ લૌકિક ભાષા કેમ નહીં?

કોઈ પણ ભાષા વિકસિત થાય તો એના ઉપયોગ પ્રમાણે એનો વિકાસ થાય. આજની વાત જ કરો. અંગ્રેજી ગમે તેટલું જાણતા હો, પણ વૈજ્ઞાનિક કે કોમ્પુટર સમૂહ માં જાઓ તો અડધું સમજણ નહીં પડે! એ પ્રમાણે આ જ્ઞાન વ્યવસાયી ઓ ના સમૂહમાં જુદા જુદા વિષયો ની માહિતી ની ચર્ચા અને વિચાર થતાં, જે આમ પ્રજા થી દૂર હતા, અને નવી માહિતી ની ઓળખ માટે નવા શબ્દો ની ઉત્પત્તિ ની જરૂર વધવા માંડી, અને એ પ્રવાહ માં લૌકિક ભાષા નું પ્રવર્તન થઈ, સંસ્કૃત નું રૂપ ધારણ કર્યું. બે બીજા ખાસ સંજોગ પણ ઊભા થયા. સલાહકારો –જેને રાજગુરુ ની પદવી મળી - રાજા ની નિકટ રહેતા, એટલે સત્તા અને કાબૂ બંને સહજ અનુભવતાં. એની સાથે દ્રવ્ય પણ મળતું જ. આ ફાયદા સાચવવા એ સહજ વૃત્તિ થઈ. આ ફાયદા એમના જ્ઞાન ને કારણે મળ્યા એ તો દેખીતું હતું. એ પરિસ્થિતી ની રક્ષા કરવી એ માનવ સ્વભાવ કુદરતી છે. રાજ ની વ્યવસ્થા અને વહીવટ તથા પ્રજા ની સમૃધ્ધિ જાળવી રાખવા વર્ણ ની ક્રુતિ થઈ. આજની ભાષામાં સમાજ માં અર્થ અને અન્ન ના રક્ષણ માટે આ વ્યવસ્થા આવી. ૧ રાજા, ૧૦ પ્રધાનો, ૨૦૦૦ સૈનિકો, ૨૦૦ ખેડૂતો, ૩૦ ગોવાળિયા, ૨૦ લુહાર, ૩૦ સુથાર, ૧૦૦ દુકાનદાર વગેરે વગેરે. વર્ણ માં ભેદ ભાવ અને છૂત અછૂત ની ભાવના નો’તી, કારણ કે માનવ હજી ઇર્ષ્યા કે લોભ નો શિકાર નો’તો બન્યો. વર્ણ ફક્ત કાર્ય અને આવડત ને હિસાબે જ હતો. હું માનું છું કે વર્ણ બદલવામાં કોઈ બાધા નો’તી, કારણ કે રાજ્યમાં કેટલા માણસો કયા કાર્ય માં જોઈ એ એની સમજ હતી. જેમ જ્ઞાન કે વિજ્ઞાન વધ્યું એમ બે સમસ્યા વધી. એક તો જ્ઞાન ને સાચવવું કેવી રીતે? શિષ્યો ને શીખવે પણ જ્ઞાન ની સંખ્યા અને વિવિધતા વધતી ગઈ, અને શિષ્યો ને બધુ શીખવવું કેવી રીતે, અને શિષ્યોએ એ બધુ ગ્રહણ કેવી રીતે કરવું, એ પણ સમસ્યા મોટી થતી ગઈ. બીજી પ્રખર સમસ્યા તે ઋષિ ઓ ને સંદેહ થતો ગયો કે અમુક જ્ઞાન ની અણસમજ અને તેથી એનો દૂરોપયોગ સંભવ થતો લાગ્યો. એટલે લૌકિક ભાષા છોડી જ્ઞાન વિજ્ઞાન માટે સંસ્કૃત નો ઉપયોગ કરવા માંડ્યો, અને એ જ્ઞાન ના રક્ષણ અને શાશ્વતતા (કાયમી પણું) માટે શબ્દો ની વ્યવસ્થા ની જરૂરત સમજ્યા અને મંત્રો, વ્યાકરણ, છંદ, વગેરે નું સર્જન થયું. એક જંગી સમસ્યા હજુ રહી, અને તે જ્ઞાન નું વધતું કદ. જુદા જુદા ઋષિઓ પાસે વિશિષ્ટ જ્ઞાન હતું. એ બધા જ્ઞાન ને ભેગું કરવું કેવી રીતે? અને એ સમસ્યા નો ઉકેલ, તે વેદ – જ્ઞાનનો વ્યવસ્થિત સમૂહ!. પણ સમસ્યા પૂર્ણ રીતે ઉકેલાઈ નો’તી. આ જંગાવર સંહિતા શિષ્યો ને ગ્રહણ કેવી રીતે કરાવવી? લખવાની તો કલ્પના પણ નો’તી થઈ, બધુ બોલી-સાંભળી ને જ પ્રસારવાનું! પાકું બોલવાનું, પાકું સાંભળવાનું, એ સાભળ્યું એ ચકાસણી કરવાની કે બરાબર સાંભળ્યુ કે નહીં, અને પાછું એજ શબ્દો બોલવાના! અને તેનો ઉકેલ તે આપણાં બધા શાસ્ત્રો માં વપરાતો પાઠક્રમ. સંસ્કૃત ભાષાનું બંધારણ પણ આ હેતુ પાર પાડવા માટે રચાયું, જે લૌકિક ભાષા માટે અનુકૂળ નો’તું.

૩.

શું વિચાર ધારા હતી આ બધી ભાષા સંબંધિત રચના પાછળ. કેવી રીતે શોધયું કે છંદ અક્ષરબધ્ધ કે સ્વરબધ્ધ અનુકૂળ થશે ? શું અને કેવી રીતે સંશોધન કર્યું કે પાઠ કરવાના ૧૧ ક્રમ થી હજારો શ્લોક અને શાસ્ત્રો ના મંત્રો અને કડીઓ આ હજારો વર્ષો થી એક પણ ફેરફાર વિના યાદ રખાય છે? તારા જોઈને આ તારો અને આ ગ્રહ કેવી રીતે ઓળખ્યો? આ ખસ્યો અને આ અડગ છે, આ ફરે છે, કોની આસપાસ ફરે છે? એક જન્મ માં આ બધુ જાણી લીધું? તો એક પેઢી થી બીજી ને આ નિરીક્ષણ કેવી રીતે મળ્યું? લખાણ અને લિપિ ક્યારે રચાઇ? લખાણ ના સાધનો કેવી રીતે સર્જાયા?

આવા મારા મગજમાં પ્રશ્નો ઘણા છે! ખાસ તો કઈ વિચારધારા ના આશ્રય માં  જ્યોતિષ, ગણિત અંક માપ વગેરે ની રચના કરી કલ્પના કરી કે આજનો માણસ તો વાંચી સાંભળી ને ચક્કર ખાઈ જાય છે!

ચાલો વધુ આવતા અંકે!


One’s ignorance is exhibited when one thinks he knows what to write about in a blog! Like the dog running under a bullock cart thinks he is pulling the cart! Sorry bro, Narsinh, for scavenging your verse and message! But humour is the hallmark of modern writing! Or so they say.

I kind of committed in my blog on the Ved’s, that I will subsequently write about all the 6 Vedang’s, but wiser counsel prevailed with “who’s going to read such heavy stuff?”. Be that as it may, I write for my pleasure, and the reader reads for his/hers! But obedience to wisdom is built into my psyche, and instead of discourses on Vedang’s, I am writing today about the questions in my mind, that lead me to poke deeper into this domain of Ved’s.

I.

How did some one come to compose the first verse of the Ved’s? Did some Sage do  so? How did he become a Sage? And how did he acquire pupils to learn from him? How did this desire to acquire knowledge and skills take root in the populace? Why was Ved described as “not born of humans”?

I imagine that in the beginning, the concept of Kings and kingdoms did not exist. There existed tribal units around a village or a cluster of villages, and some character fell into the role of a leader, a tribal chieftain, who commanded attention and obedience, and provided guidance and protection. I imagine that he needed an advisor, and hooked in a mature calm person from the tribe, who had concerns about his new full time job not providing for his and his family’s sustenance. The chief offered to look after his needs, in return the “wise” man had to provide good advice. The advisory role needed information to base his advice on, so he started collecting information, observations, conversations and so forth! He would cogitate on this collection, arrive at some conclusions – especially from his observations of their village environment, and these conclusions became his advice! Voila! The knowledge vocation and domain were born. There is rain upriver, floods in 2 days time, monkeys have disappeared, so predators around, the mound behind the forest has funny soil and rocks, must investigate and such like! Thus a “sage” was created. The Sage grew old, the chief died, and was replaced, a new Sage / advisor had to be identified as well, and thus the need to train the next advisor! Ah! The sage has pupils! Some times, the chief threw out his advisor, who had no skills but those around knowledge, so he became a teacher of others who could become advisors. The chief “grew” his domain, became a “king” i.e. a chief with more responsibilities than one person could manage, and more land coverage by “his” people than he could protect. The kingdom needed administration, skills and bureaucracy. Establish a campus away from the distractions of the village and ask the retired “sage” to develop these attributes in young souls, and the king will pay for it all! The teaching profession, the transfer of knowledge and ensure retention of this information became the domain. Sages ahoy! A hierarchy emerged, and the more intellectual Sages had thoughts, observations, conjectures (i.e., inspirations of untraceable origins – a.k.a. “divine” communications!), and time for these cognitive evolution. In crude words, this intellectual bursts, were the only thing they did, and the king paid for it all! That scheme evolved as well, and these Campus of Sages – called Ashrams, became the schools and universities of yore.

Three phenomena were associated with these Sages and their cognitive output. One: their minds had evolved to a level of perceptions, understanding and intellectual processing, deriving that lesser scholars could not fathom. Two: most of their thoughts and conclusions had gone through a diligent process of argument, discussion and conclusion amongst themselves, putting these elements of knowledge beyond question, i.e. into the realm of truth. Three: A key element of this green field of knowledge was the conjecture or inspiration that triggered the thought process and conclusion. This then was  attributed to a divine origin. Hence, the description of this body of knowledge as “not of human origin”.

II.

Why was Sanskrit language used for recording and transmitting this body of knowledge to be known down the ages as The Ved.  Was the populace speaking Sanskrit? Sanskrit is a complex language as we know it today. From what state did it evolve to be the language we encounter in the Ved’s? Why was a colloquial language not used for the preservation of knowledge?

A language expands and evolves according to the needs of it’s usage. Consider the current state of English. One may have a good command of the language, but land up in a group of scientists or computer professionals or medico’s, and it is likely that you understand less than 30% of what is being said. Similarly, The Sages had evolved into areas unknown to man, and into subjects also unknown to man. Sanskrit was a language that had basic structures to easily coin new words, and still follow a standardised construct. The knowledge professionals of that time, were able to develop stronger features like grammar, etymology and lexicon that aided their expressions and communication. It was also a time of oral communication only, hence there was great need for preservation of the meaning and thus protecting the correct knowledge as well. These features were provided or could be introduced in Sanskrit without the need for broadcast or consensus. There were more mundane reasons as well. Knowledge had become power, since the “advisors” or Sages had been promoted to a “Rajguru” status – The Teacher of the Court. That gave them a proximity to the king, and the seat of power! No surprise there, that this situation had to be preserved and protected! Sanskrit was the obvious way to keep this knowledge away from the hoi poloi. One development to sustain the kingdom and the propriety of it’s subjects was the creation of the “Varna” system. It was a purely economic and administrative structure. The kingdom needed 1 king, 10 ministers, 2000 soldiers, 200 farmers, 30 herdsmen, 20 blacksmiths, 30 carpenters, 100 shopkeepers so and so forth. There was no untouchability or outcast concept associated with this structure of society. There was no bar on transiting from one Varna to the other, although skills transfer was most convenient, natural and effective from father to son, and thus vocations became hereditary. This volume of skill and knowledge had to be managed. There was also a concern that some of the more esoteric knowledge could be misused, so knowledge had to be restricted to the concerned Varna – not the skills, but only the knowledge there of!  The biggest challenge was how to transmit it successfully to the pupils who thronged the Ashrams. It was all verbal anyway. Sages then worked on this aspect. Can this volume of knowledge be made more concise in it’s body form? The mantra, shloka, verse were designed. Next, how to ensure that one who hears it will recall it accurately, and reproduce it equally correctly? The Chhand and Paathkram techniques were designed. Grammar was also a evolving language structure. And since the creation of knowledge spanned thousands of years, grammar that was valid at the point of codifying the knowledge into the verses and mantras was attached to that specific body of verses and mantras. How did all this knowledge become The Ved? That answer is fairly simple. The Ved is the encyclopaedia of ancient times. All knowledge was simply chucked into this collection. And, since it was all spoken, heard and transmitted it was called “that which is spoken” which in Sanskrit is “Ved”.

III.

I am very curious about the thought processes  behind these accessories to the language (Sanskrit). What thinking led them to the concept of Chhand, and that two by consonant count and meter count. How did they determine the 11 combination of sequences for the recitation part of the oral tradition – the Paathkram? These two have preserved the scriptures in their pristine forms for thousands of years! So, that appendage to the language is so permanent! Similarly, what led them to distinguish between a star and a planet? And identify the specific star that does not move at all, and can be used as reference for measuring both distance and time! Obviously, these developments took place across many generations, how did they pass on the incomplete observations and research stages from one generation to the next? How did a writing script get adopted or invented? What led them to write on birch or copper plates or rocks?

So many questions in my head, about astronomy and mathematics and medicine and the units of time and spatial distances! My head spins just thinking about these matters…

Later, then…


Home Up શું લખું Topic Dilemma વિ-જ્ઞાન ના  Processes વાયવ્ય વાયરો N-W Sirocco રટણિયો નવરો metronome ’૨૨ ગયું!’22 gone!