વિ-જ્ઞાન ની પ્રક્રિયા

Scientific Processes

આજે બળવો સૂજ્યો છે! મારા છોરા વાતે વાતે  મને “વિજ્ઞાન કહે છે” એવું કહી ને ભોટો પાડે છે - જોકે મારી મોટી દીકરી વૈજ્ઞાનિક છે (અને મોટે ભાગે ખરી હોય છે)– નાની અને એનો એ-વન ઇન્ટરનેટ પર સવાર હોય - એટલે આજે મારી છટકી. જાણે મને આ વિજ્ઞાન માં કેવી રીતે “કહેવાય” છે તે ખબર જ ના હોય! એક જમાના માં હું પણ એંજિન્યરિંગ ભણ્યો, અને મને એવું શીખવવામાં આવેલું કે ટેકનૉલોજી પણ વિજ્ઞાનમાં થી જ ઉત્પન્ન થયું! એટલે ઉમર લાગી છે, પણ ઠોઠ તો નથી થઈ ગયો!

મારુ એકજ કહેવું છે: કોઈ પણ વિષયમાં અટુટ ભરોસો ના કરવો, કુદરત સિવાય અંધ વિશ્વાસ કશે કરાય નહીં, (ઈશ્વર પાસે માફી માંગુ છું કે કોપાયમાન ના થતાં, મને સાક્ષાત દર્શન થયા હોતે તો વાત જુદી હતી, પણ મળ્યા નથી એટલે જરા સંશય થાય કારણ કે તમારા વિષે તો મનુષ્ય મોઢે જ સાંભળ્યુ છે ને!) પોતાનો વિચાર અને વિમર્શ કરવો અનિવાર્ય છે.

સૌ પ્રથમ તો વિજ્ઞાન અર્થાત સાયન્સ એટલે શું? સંક્ષિપ્ત માં કહું તો કુદરત માં શું ચાલી રહ્યું છે એ ની માહિતી એજ વિજ્ઞાન! ભારતવર્ષ ના શાસ્ત્રોમાં જ્ઞાન અને વી-જ્ઞાન વચ્ચે શું અંતર છે તે સ્પષ્ટ કહ્યું છે. જે જ્ઞાન નથી તે વી-જ્ઞાન છે. ઊંધી રીતે કહું તો વી-જ્ઞાન માહિતી એટલે કે information છે, જે જ્ઞાન માં પરિવર્તન થવા ની કતાર માં છે! आपण रांगेत आहात! જ્ઞાન વસ્તુ નથી, મન અને સ્મૃતિ ની અવસ્થા છે.  વી-જ્ઞાન નું જ્ઞાન માં પરિવર્તન કરવું પડે, એ વાત બીજા બ્લોગ માં જરા વિસ્તારે લખી છે, એટલે અહીં ચોળી ને ચીકણું નથી કરતો.

વી-જ્ઞાન ના પેટા વિષયો અસંખ્ય છે એટલે બધા વિષયો ની રીતો અને પદ્ધતિ ઓ નું પરીક્ષણ નથી કરતો. મને બે વિષય માં રસ છે. બંને સામાજિક ઇતિહાસ સાથે સંબંધ રાખે છે. મારે કોઈ ને “ખોટા” નથી કહેવું, પણ આ વિષય પર જે માહિતી છે એ કેવી રીતે નિશ્ચિત થઈ, અને એ માહિતી પર દરેક વિચારશીલ વ્યક્તિ એ વિમર્શ કરવો કે નહીં.


વી-જ્ઞાન ની રીતે એક માન્યતા છે કે મનુષ્ય માત્ર આફ્રિકા માં વાંદરા માં થી વિકસિત થઈ “બન્યો”. વાંદરા ક્યાં થી “બન્યા”? મત્સ્ય અવતાર નું પરિવર્તન થતું ગયું અને વચ્ચે ના બધા અવતારો ની વાત ગેપ કરીએ તો વાંદરા “બન્યા”. વિચાર કરો કે હજારો વાંદરા ની પેઢીની માં ઓ ફિકર કરતી રહી હશે કે મારા છોરા ની પૂંછડી ટૂંકી કેમ થતી જાય છે? અને પ્રભુ એ ચાર પગ આપ્યા છે તોયે બે પર ચાલવા મથે છે! આ બધું તો ઠીક, પણ મનુષ્ય માત્ર “બન્યો” પછી ની માનતા એવી બની કે માનવ ઝુંડ આફ્રિકા છોડી પેઢી એ પેઢી પરદેશ જવા માંડ્યા, અને એમનો કાયા પલટો પણ થવા માંડ્યો. કોઈ ગોરા થયા, કોઈ ચિના તો કોઈ જુદી જાત ના કાળિયા ભૂખરા અને રાખોડિયા થયા, લાંબા ટૂંકા બેઠ્ઠા કે દુબળા થયા – પરદેશોમાં. આ માન્યતા માટે મારે બે કે પંદર પ્રશ્નો પૂછવા છે!

મત્સ્ય અવતાર ફકત આફ્રિકા માં જ હતા? બીજે કશે માછલી હતી નહીં? અને હતી તો એ જીવો નો ઉદ્ધાર કેમ ના થયો, અને શરીર વિકસિત થઈ બીજી જાત ના જીવો તરીકે અવતર્યા કેમ નહીં? એ જીવ નું પરિવર્તન થઈ વાંદરા કેમ ના બન્યા? કેમ ફક્ત આફ્રિકા માં જ આવું બન્યું?

મારું અનુમાન છે કે જે માણસે ખાડા ખોદ્યા અને ખોપડી કે હાડકાં મળ્યા એટલો ખુશ થઈ ગયો કે બીજે ખાડા ખોદવાનું મુલતવી રાખ્યું! અર્થાત કઈ મળ્યું એ સર્વ સત્ય બન્યું, અને ના મળ્યું એમાં થી કંઈ શીખ ના મળી – બસ “કઈ નથી”! અને આગળ ચાલ્યા! પણ “કંઇ નથી” કારણ કે જીવો બીજે ગયા, ખાડા માં વધારે ઊંડા જવાનું હતું, બાજુમાં ખાડો ના કર્યો, બીજા પ્રદેશો માં શોધ ના કરી  વગેરે!

માનવ પ્રાણી (વાંદરા માં થી પરિવર્તન થયું ત્યારે તો હજુ પ્રાણી સ્વરૂપ જ હતું ને!) એમના ઉદ્ભવ ની ભૂમિ છોડી પરદેશ તરફ કેમ ગયો? ત્રણ કારણ હોય શકે. ખાવાનું મળવું અઘરું થઈ ગયું કે દુકાળ પડ્યો? – તો બધા જ નીકળી ગયા હોતે. કુદરતી અકસ્માત થયો તો ખોપડી અને હાડકાં નો ઢગલો મળ્યો હોતે, અને કોઈ જૂજ પ્રાણી બચી ને ભાગ્યા હતે. ત્રીજું કોઈ ટ્રાવેલ એજન્ટે ટૂર ગોઠવી હોતે! કેટલા સમય પહેલાં આ પરિવર્તન, અને આ માનવ પ્રવાસ શરૂ થયો? વિગતે નીચે લખીશ.


ખોપડી મળી તો ઘણી પણ બે ની તપાસ થઈ. એક વાંદરા ની, અને બીજી આશરે એવા જ આકાર ની પણ થોડી મોટી ખોપડી ની. નિર્ણય થયો કે આ માનવ પ્રાણી ની ખોપડી છે. અને ટેક્નોલૉજી વાપરી ને એ પ્રાણી નું ડેથ સર્ટિફિકેટ લખાયું. પંચાંગ તો નો’તા એટલે કેટલા વર્ષો પહેલાં ખોપડી વાળું પ્રાણી એ પ્રાણ છોડયા એ જ લખાયું, અને બે ખોપડીના મૃત્યુ સમય માં જે અંતર મળ્યું એમાં થી નક્કી થયું કે વાંદરા માં થી માનવ અવતાર ૧00 હજાર વર્ષ પહેલાં થયો! એવી જ રીતે માછલીમાં થી વાંદરા ૩૦ કરોડ વર્ષોમાં  “બન્યા” એવું વી-જ્ઞાન કહે છે.

આજ ની વૈજ્ઞાનિક માન્યતા છે કે બધા અવતારો આફ્રિકા માં જ અવતર્યા, અને પછી પ્રવાસે નીકળ્યા. આ મારા ગળામાં બે વાત માટે ઉતરતું નથી. એક, તો આ મનુષ્ય અવતાર માનવ કરતાં પ્રાણી વધારે હતા, અને એમનું વર્તન પણ પ્રાણી સ્વભાવ વધારે ધરાવે એ કુદરતી હતું. તો આ માનવ પ્રાણી – જેની વસ્તી આજ થી ૧ કે ૨ લાખ વર્ષો પહેલાં આફ્રિકા ના જંગલ પ્રદેશમાં (જ્યાં વાંદરા માં થી માનવ “બન્યા”) કેટલી હશે કે આવા વિશાળ – અને આફ્રિકા વિશાળ છે એમાં તો કોઈ સંદેહ જ નથી ને! – પરદેશમાં ખાવાનું ઓછું પડે? પ્રાણી એનું ચરવાનો કે શિકાર કરવાનો ઘેરાવ ત્યારે જ છોડે જ્યારે એ ઘેરાવમાં લીલોતરી કે શિકાર નો દુકાળ પડે. એમ આ માનવ પ્રાણી પણ ખાવાની અછત થાય તો જ એનો પ્રદેશ છોડી બીજો પ્રદેશ શોધે. બીજું કારણ દુકાળ પણ હોઈ શકે, તો બધા જ નીકળી જાય, પણ એવું તો વી-જ્ઞાન માં કહેવાયું નથી! હવે આ વાત માનીએ કે આફ્રિકા નો માનવ પ્રાણી ધીરે ધીરે એક બે લાખ વર્ષો પહેલાં આફ્રિકા છોડી ને દેશ વિદેશ પહોંચી ગયો, તો એવું પણ અનુમાન કરાય કે જે જે જગ્યા એણે છોડી ત્યાં ખોરાક કંઈ બચ્યો જ નો’તો! માનવામાં આવે છે? મૂળ પ્રશ્ન બે છે: ખરે ખર માનવ પ્રાણી નો અવતાર આફ્રિકા માં જ થયો? બીજી ભૂમિ અને સમુદ્ર તટો ની માછલી ઓ નું અવતરણ થયું નો’તું? અને જો વાંદરા માં થી માનવ પ્રાણી અવતરવામાં બે ત્રણ કરોડ વર્ષો લાગ્યા તો આફ્રિકા છોડી બીજી ભૂમિ માં જઈ માનવ પ્રાણી ના રંગ, રૂપ કદ બધુ ૫૦ હજાર કે લાખ વર્ષોમાં બદલાઈ ગયું? માનવ પ્રાણી – જે કોઈ રંગ રૂપ કદ હોય - એના મગજ નો વિકાસ થયો તે જાત જાત ની ભૂમિ માં હોવા છતાં લગભગ સરખો જ થયો! આ છેલ્લા ૫૦ હજાર વર્ષોમાં. પણ એ વિકાસ હતો, પરિવર્તન નહીં. હું માનું છું કે આ આફ્રિકા વાળી માન્યતા એટલે પાકી થઈ કે ત્યાં ખાડા ખોદ્યા અને ખોપડી મળી, જ્યારે ઈતર ભૂમિ પર ખાડા ઓછા ખોદ્યા, ઊંડા ના ગયા કે ખાડા માં કઈ મળ્યું નહીં! પણ માનવ પ્રાણી ઠેર ઠેર અવતર્યો હોવો જોઈએ, કારણ કે માછલી અને વાંદરા તો બધે જ હતા અને છે!

આટલું લખવા થોડી શોધ ઇન્ટરનેટ માં કરી, અને ૨૦૧૭ માં Discover નામની વૈજ્ઞાનિક માહિતી આપતી વેબ સાઈટ પર એક લેખ જડયો, જેનું લિન્ક : https://www.discovermagazine.com/planet-earth/its-official-timeline-for-human-migration-gets-a-rewrite છે. મારી દ્રષ્ટિ નું થોડું સમર્થન થયું કે એસિયા ના અગ્નિ દિશા ના દેશોમાં વૈજ્ઞાનિકો એ આજ પ્રશ્ન ઉપાડયો છે કે બધાજ માનવ પ્રાણી એક જ ખંડમાં થી કેવી રીતે થાય? વૈજ્ઞાનિક પદ્ધતિ ની ખામી ગણાય! પણ ગોરીયા ની પૂંછડી વાંકી તે વાંકી, એટલે આ પ્રશ્ન ના પૂછનારા વૈજ્ઞાનિકો નો દેશ પ્રેમ પ્રેરણા રૂપ છે કહી ને તુચ્છ કરી દીધો! પણ પ્રખ્યાત ચોપનિયા – “સાયન્સ” માં આ પ્રશ્ન ધરાવતો લાંબો લેખ પણ દેખાયો. તમે પણ વાંચજો!

પણ મારું સાંભળતા નહીં – એક વાત છોડીને: પોતે આ વી-જ્ઞાન ની માન્યતાઓ પર વિચાર અને વિમર્શ જરૂર કરજો. વધારે વી-જ્ઞાન ની જરૂર નથી એ વિચાર કરવા, ફક્ત બુધ્ધિ ઘસવી પડશે!

આવોજ બીજો મુદ્દો પણ મારા ભેજા નું દહી કરે છે, અને તે છે અમુક ભાષા વંશજ કે જનની? બીજી કોઈ વાર!


Today is rebellion day! My children frequently close off a discussion with me with “science says so!”. To be honest, my older child is a scientist (and is frequently correct), and the younger one and her husband are riders of the internet – so finally I am taking up arms. As if I know little about science and scientific “methods”! After all, I did study engineering at some point in life, and I was told that technology is based on science! So, while I am approaching senility, I have not yet become dumb!


My point is simple: trust but verify! Nothing but Nature should inspires blind faith (deep apologies Ishwar, please do not get mad at me! If we had met in person, it would be a different story, but I know of you only second hand from other humans, so some veracity issues arise!) and it is mandatory to cogitate on what you hear or read.

First of all, what is science? Briefly, it is information about what goes on in nature. The literature of ancient India clarifies the difference between Knowledge (gyan) and information (vi-gyan) – and “vigyan” is the word used currently for science, although the ancients used the word “Shastra”. Science, then, is considered information waiting in queue – as in a call on hold -to be transformed into knowledge.  Knowledge is not a physical thing, it is all intelligence, memory and processes. I have written about how this transformation can be done in another blog, so I will not repeat it here.

There are a multitude of subjects under the umbrella of science, so I am not going to examine processes of identifying information in all these subjects, and want to focus on just two sub-sub-sections. Both are related to the social history of humankind. I am not going to be judgemental about the information by labelling any material as “false”, but want to assess how information concluded in these subjects was precipitated, and whether people should apply their minds to these processes or not, and decide if the information they read on these two topics is credible or not!


Science contends that humans evolved in Africa, and set forth later to “colonise” – not my word (I read it in a Smithsonian article)- the world. Humans evolved from monkeys. Where did the monkeys evolve from? At the other end of a reverse evolution chain are the marine forms… nominally known as “fish”! Can you imagine generations of monkey mothers worried about the tails of their offspring becoming shorter, and the stupid fellows trying to walk on two legs when blessed with four? Keeping the evolutionary chain aside, the scientific “understanding” is that humans – the animal evolved as a homo erectus or sapiens or whatever, started leaving his place of birth, and venturing into the unknown – what a sharp travel agent they must have had to arrange such one way tours – reaching various territories, climes and food profiles, and getting transformed into white (Caucasian), browns of various shades, red, yellowish, short tall with different eye nose ear hair profiles! Was this also evolution? I have a question or fifteen on this matter.

Did the marine life that evolve into monkeys and man, live only in the African water bodies? Did the seas etc. that surround other land masses not have evolving marine life and upwards in the evolutionary chain? How come they did not evolve into monkeys and man in these other places? My cynical perspective is that pits were dug only in Africa, a few skulls and bones found, and voila man evolved only where these pits existed. Pits were not dug elsewhere in the world, or when dug did not yield skulls and bones! So, conclusion was “nothing to see here, move on!”. May be they should have gone deeper, or wider or other places to dig as well?

Second question: why did the human-animal start moving far and wide? I can imagine three major reasons (valid even today!) for migration by any living entity, but particularly true for animals however highly evolved. One, they ran out of food, may be famine – in which case all would have left. Second, there were natural disaster events, in which case piles of sculls and bones would have been found, and only a few souls would have managed to escape and migrate. The third reason is of course, the sharp travel agent!  How long ago did this evolution happen – monkey to man, and when did  the migration take place? More on this a bit later.


Some scientists dug a few pits, and  found two skulls, one obviously larger than the other, and some other variations. So, using technology, they wrote out the death certificates of each skull. Given that calendars did not exist then, a simple xx years ago sufficed on the certificate. And the difference between the deaths of the two skull owners became a time frame of evolution. Monkeys went up to human animal  milestone in the evolutionary chain 100 thousand ago. Similarly, it was computed that fish became monkeys across 300 million years. Once man “happened”, he/she started travelling. What I find a bit difficult to understand is that man – at that point of time 50 or 100 thousand years ago, was still more animal than a bearer of Nobel winning smarts, and thus his behaviour would also be more animal like than Livingstone like. Animals identify their food range, and would search for other ranges if food availability or accessibility was under pressure. But Africa is a huge place – no doubt, right? – so difficult to imagine migratory pressure due to food availability, given the sparse population of those times. It may also be reasonable to imagine that if indeed ranges were abandoned due to food shortages, no food may have remained there afterwards. And this situation would have repeated itself at all the places that this man-animal migrated too, over time?

A question that arises then, is that while some migration did indeed take place, did evolution not take place at other places? If monkey to man took a million years or more, could humans evolving to so many different shapes sizes colours and other physical attributes in 50 thousand years after the migration out of Africa? And after the regional transformation, the human kind’s brain and cultural traits developed by and large equally all across the earth, almost simultaneously? But that was development, not evolution, right?

I fear that investigations and concluding practices in this science were dependant on what they found, and wider and deeper investigations were not carried out. The locations of pits they dug were also coloured by  frequency of finds by others. And if they dug a pit, found nothing, they concluded no humans here!

I was surfing the internet to verify the evolutionary time lines for humans, and chanced on this article on a science information purveying website called “Discover”. This article written 2017 has raised question similar to what I have said here. “Science” magazine also has some write-up along these lines. However, white people and their saviour syndrome inspired the author on “Discover” to trash scientists raising the same queries about the Out Of Africa theories, by implying that they were into nationalist pride and ego in raising this query! Here is a link to that article: https://www.discovermagazine.com/planet-earth/its-official-timeline-for-human-migration-gets-a-rewrite do go read it!

But hey! Please don’t believe me per se, forget trust, just verify and think about the perspective presented by yourself! You don’t need more information just yet for this cogitation, just exercise your intellect!

There is another similar topic that bugs me: derivation of languages – which direction? A to be, or B to A? But that one for another time!


 


Home Up શું લખું Topic Dilemma વિ-જ્ઞાન ના  Processes વાયવ્ય વાયરો N-W Sirocco રટણિયો નવરો metronome ’૨૨ ગયું!’22 gone!