ચોર મંડળી |
Crooks Inc. |
ટીવી ચાલુ કરો, અને દુનિયા ના સમાચાર જૂવો તો દર ૧૦૦ શબ્દે એક વાક્યાંશ “ઇન્ટરનેશનલ કોમ્યુનિટી” જરૂર સંભળાશે. ભારત ના સમાચાર સાંભળવા અને શાન સાચવી રાખવા ટીવી ચાલુ કરતાં પહેલા “छलकता मय का प्याला” ગ્રહણ કરવું ઉચિત ગણવું! બધ્ધા પીડિત દેશો ના સમાજ ના સમાચાર માં ટીવી વાળા એ પીડિત પ્રજા ના કોઈ વ્યક્તિ સાથે ચર્ચા કરે ત્યારે આ વાકયાંશ જરૂર બોલાય. “અમારા પર અત્યાચારો થાય છે, પણ “ઇન્ટરનેશનલ કૉમ્યુનિટી” કંઈ કરતું નથી અને અમે આ ક્રૂરતા સહન કરીએ છીએ! આ ઇ.કો. એટલે કોણ? ઘણા અર્થ છે. સૌ પ્રથમ તો ઇ.કો. એટલે અમેરિકા, કારણકે અમેરિકા પાસે અઢળક ધન છે – સાથે સાથે અઢળક દેવું પણ અમેરિકા ના શિરે જ છે! બીજો અર્થ કે પહેલા ના પરદેશી રાજ્યકર્તા ગોરાઓ નો દેશ, કારણકે એ દેશો રાજકારણ છોડી ગયા પણ એ દેશની કુદરતી સંપત્તિ ને બહારવા પેઢીઓ મૂકી ગયેલા, એટલે એ દેશો ને મદદ કરવાનો કદાચ સ્વાર્થ હોય! ત્રીજો અર્થ કે અમારા સિવાય કોઈ પણ બીજા (જેને અમારા દેશમાં થી કંઇ જોઈતું હોય) દેશ, અને છેલ્લો અર્થ યુ.એન. – જેના કરતાં વધારે નપુંસક વિશ્વ સંસ્થા કોઈ નથી! સરવાળે ઇ.કો. મફત માં કંઇ કરવા તૈયાર ના હોય, અને “गोलियों की बौच्छर” બંધ કરાવવા “बोलियों की बारिश” મોકલી આપે. કારણ સાફ છે. દુનિયા ના બધ્ધા દેશો પોતાનો સ્વાર્થ જોવામાં પડ્યા હોય છે. એક્કો એક ચોર ના ભાઈ ઘંટી ચોર! કુદરત નો કોપ હોય તો પણ સૌ પ્રથમ વિચાર એ કરે “કે સહાય નહીં કરું, તો મારું શું નુકસાન થશે?” અને એ પ્રશ્ન ના ઉત્તર ને હિસાબે મદદ કેવી અને કેટલી મોકલવી તે નક્કી થાય. એકકે એક દેશો “खाने के दाँत , दिखाने के दाँत” ની જોડી ખિસ્સા માં જ રાખે! અમેરિકા ચોરે ને ચૌટે ઢંઢેરો પિટાવે કે અમે લોકશાહી ના ભગત છીએ. કેટલા ઘાતકી નિરંકુશ રાજ્યકર્તા (કેવા સુંદર શબ્દો હોય, ગુજરાતીમાં!) ને પ્રોત્સાહન આપ્યું છે, હથિયાર અને સૈનિક કેળવણી આપી છે, અને થોડા વર્ષો પછી પેલો આડો ફાટે કે એને ઉડાવી દેવાના કાવત્રા રચાય. પહેલા વિશ્વ યુદ્ધ સુધી પશ્ચિમ યુરોપ ના બધા મુખ્ય રાજ્યો – ફ્રાંસ, હોલેન્ડ, ઈટાલી, જર્મની, પોર્ચ્યુગલ, અને ઝીણું અમથું બેલ્જિયમ – ખાસ આફ્રિકા માં પોતાનું રાજ્ય જમાવ્યું હતું. ધીમે ધીમે બધા એ આ પેટા રાજ્યો ને મુક્તિ આપી, પણ અચાનક સંસ્કારી વાતાવરણ પ્રસર્યું એટલે નહીં! બધાને કડકી – સખત કડકી – લાગેલી. ઈટાલી પહેલા વિશ્વયુદ્ધ માં બરબાદ થયેલું, જર્મની પણ, અને એ બે ના આફ્રિકા ના પરરાજયો છટક્યા. બીજા વિશ્વયુદ્ધ પછી બાકી ના યુરોપીઓ ઘરે ગયા, ખરે ખર કંગાળ થઈ ગયેલા. પરદેશના રાજ્યો માં બળવા તો બધ્ધેજ થયેલા, અને હવે એ બધું સહન કરવાની હિમ્મત કે તાકાત નો’તી. પણ આ ઢોંગીઓ એ શું કહયું? “અમને આ પ્રજા ને એમનો હક્ક આપવો છે, અને એ રાજ્યોમાં લોકશાહી સરકાર લોકકલ્યાણ કરે, એ દ્રષ્ટિએ અમે સ્વરાજ બક્ષી એ છીએ. હવે – ખાસ આફ્રિકા માં – કુદરતે બક્ષેલી સંપત્તિ લૂટવાનું બદલાયું. હવે એ દેશો ની કંપની ઑ તેલ કે લાકડા કે સોનું કે ખનીજ કે હીરા કે જે હાથ લાગે તે વસ્તુનો નિકાસ કર્યો, અને કિમ્મત મળી તે પોતાના રાજયમાં રાખી, અને આફ્રિકાના દેશો માં હરી બટ્ટો! રાજકીય નેતા ને લાંચ ખવડાવીને ગાડી આગળ ચાલી! હવે વિચાર કરો, કે આ દેશોમાં આફત આવે કે અત્યાચાર થાય, ત્યારે આ યુરોપી ઈ.કો. કેટલી મદદ કરે? પોતાની પેઢીઓના કારોબાર ની રક્ષા કરવાની હોય તો મદદ પહોંચાડે, નહીં તો બોલે ખૂબ, ભાષણ અને ઉપદેશ “મારામારી ના કરો, વાટાઘાટ કરો”! નહીં તો સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા જે આમ શરણાર્થી ને જે મદદ પહોંચાડવાની હોય એમાં પૈસા મોકલાવી ને ઈ.કો. ની જવાબદારી પતિ ગઈ. આ બધું જોઈ ને બે મહા રાષ્ટ્રો એ અચૂક સાર કાઢ્યો. કે તમારી પાસે જોરાવર સૈન્ય, અને પૈસા હોય તો જે કરવું હોય તે કરો, ઈ.કો. બડબડ કરશે, પણ તમને રોકવા બળ નો ઉપયોગ નહીં કરે! અર્થાત, પોતાનું સંરક્ષણ સંભાળશે, અને બાકી નાદ કરશે! રુસ અને ચીન! જેટલું જુઠ્ઠું બોલવું હોય તેટલું બોલે, જ્યાં આક્રમણ કે ચોરી કે મારામારી કરવી હોય તે કરે, અને ઈ.કો. તલવાર મ્યાન માં ખખડાવે, પણ કાઢે નહીં. અને આ ચોર મંડળીને સાથી પણ મળી રહે, અને નરોવા કુંજરોવા વાળા પણ મળી રહે! રૂસે યુક્રેન માં હોસ્પિટલ અને રહેઠાણો પર વાર કર્યો, અને કહ્યું, “અમે કર્યુંજ નથી! યુક્રેન વાળા એ જ અમારો વાંક કાઢવા પોતાની પ્રજાને મારી”. થયું કઈ એને? ચીની નેતા એને ભેટવા ગયા! ચીને નકશા પર એક રેખા દોરી, અને કહયું કે “આટલો દરિયો અમારો, કારણકે અમારા દાદાના સમયના રાજા એ કહેલું કે આટલો દરિયો આપણો છે!” અને દરિયામાં કુદરતી સંપત્તિ લૂટવા માટે યંત્રો અને માચડા બાંધવા માંડ્યા! કર્યું કોઈએ કંઈ? આસિયાન સંસ્થાએ શું કર્યું? એ સંસ્થાના સભ્ય દેશો નો દરિયો ચોર્યો ચીને, પણ “કાયદાનું પાલન કરો” એટલું રટણ કરવા સિવાય આ સંસ્થાએ કંઈ કર્યું? કારણકે દરેક સભ્યને ચીન સાથે ધંધો કરવો છે! એક દેશ – જેની દરિયાઈ સરહદ ચીને નષ્ટ કરી - અકબર અને બિરબલ ની એક વાર્તા છે. અકબર રાજયમાં પૂર્ણ મૌન જાહેર કરે છે. પછી બિરબલ સાથે તપાસ કરવા નીકળે છે કે હુકમનું પાલન થાય છે કે નહીં. એક ભરવાડ મળે છે, અને સંજ્ઞા થી વાર્તાલાપ થાય છે. બાદશાહ અને ભરવાડ વચ્ચે. આખરે અકબર ગોળાકારની સંજ્ઞા કરી, અને હાથથી સવાલ સંજ્ઞા કરી. અને ઉત્તરમાં ભરવાડે રતી સંજ્ઞા કરી. અકબર ખૂબ ખુશ થયો. મહેલ પર આવી અકબરે મૌન નો હુકમ રદ્દ કર્યો. બિરબલે પુછ્યું, “જહાંપનાહ શું વાત કરી ભરવાડ સાથે, કે તમે આટલા ખુશ થઈ ગયા?” જવાબ આવ્યો “આપણી પ્રજા આટલી ગુહયતમ વિચાર કરી શકતી હોય તો મૌન પાળવાની જરૂર નથી! મેં ભરવાડને પૂછ્યું, “दुनिया किस पे चलती है?” અને એણે જ્ઞાની જવાબ આપ્યો કે “પૈસાકર્મી ઑ પર!” (મૂળ વાત માં શબ્દો લૌકિક હતા!). છે કે નહીં ભરવાડ ની વાત સચોટ! છે ને બધા ચોર ના ભાઈ ઘંટી ચોર! |
If you switch on the TV to watch world news, the phrase “International Community” will be repeated after every 100 other words. If you want to watch India news, and would like to retain your sanity, a large glass of mead before the event is mandatory. For every disaster – natural or man made – that is reported on TV, there is a mandatory interview with one or more of the “victims”, and sure enough someone will say that the International Community (known hereafter as IC) should help them – especially from regions of war and violence. Who or what is this IC? Many meanings. First it means the US, who is very rich both in dollars, and debt alike. Second meaning refers to past colonial masters – mainly the West European countries like France, Italy, Portugal, Netherlands and tiny little Belgium as well! These countries left the country – mainly in Africa – but left their spoor back – the companies who were busy making huge profits from exporting the natural resources of that country, with nary a cent to the citizens of said country! Because now they have their commercial interests to protect. The third meaning is anyone but us, and finally the impotent UN. Bottom line of IC is that there is no free lunch, so we will be happy to give you a basket full of words. The Reason is simple! All countries of the planet, look after their own self interest first (and mostly last!) All are serious mercenary in their thought and action. Even if there is a natural disaster, the first thought is what will be the consequences of “send / not send” help. All have a humongous vocabulary of hypocrisy. “We are staunch supporters of democracy and the will of the people” is proclaimed from the house tops, and the common man of the world believes it. But how many despots and dictators have these devotees of democracy sponsored armed trained and financed, only to eliminate them if these guys take their own path to ruin! Till the first WW, all west European nations were colonisers in Africa. Slowly the colonies were given freedom, but that was hardly a case of civil society enlightenment! It was all because the home country was getting bankrupt! Italy and Germany ran for it during that early twentieth century, and the rest midway through the century. No doubt the populace had risen in all the colonies, but mainly the Empire had lost the will, the courage, and most importantly the resources to bear these rebellions and freedom fights. The all ran for home saying, “We wish to grant the citizens of these countries the opportunity of self rule, and growth that they can bring to themselves!” Liars! In Africa, the process of enrichment from the natural resources changed from a governing process to a commercial process of bribes and profit. The citizens of these countries hardly ever saw a dime from their land’s wealth. Be it gold or minerals or logs or oil. Export and keep the profits in home country! Think of it: if such a country faces a natural disaster (or frequently a man made one) who amongst the European IC’s are going to rush to help? Only those who have commercial interests in that country to protect. Else they will be very generous with words like “we feel for you, we support you, we are with you”. Good speech! Don’t fight, negotiate! And since various UN agencies and the world of NGO’s would be helping the refugees and such, some monies will be donated to these organisations, and the IC duties are done! Two old new empires took head from the lessons of these colonisers and subsequent world powers. If you have military power, and you have money, you can do what the hell you want, and no one will raise a finger to stop you, only wag their tongues. Russia and China. Lie to your heart’s content, go attack and steal whatever you want, kill, burn, and lie again! The IC’s will rattle their swords, but only in their scabbards. None will actually be unsheathed. This gang of thieves have found soul mates as well as fence sitters, Many who owe huge debt to one or the other country, and need their monies for their country’s survival. Russia bombs a hospital in Ukraine and says they did not do it, The Ukrainians did it to blame the Russians! Any consequences? None really! China pulled out a hand drawn three or four or five hundred year old map with lines drawn by an emperor in their ancestor’s time, and claimed that the emperor had told them that this part of the ocean was China’s. Promptly they started building bases, and other sites to start extracting the natural resources under that part of the sea. Did any one do anything but talk or cry? One affected country even went to lick their boots! The famous ASEAN organisation: did they do anything but repeat, “please follow the law, please follow the law!” because many or all had critical trade deals with China, which they could not afford to disturb. Just as they only talked when the Burmese military threw out an elected government, and consequently slaughtered a few tens of thousand s of their own citizen! The IC does not over ride self interest! There is a story about Akbar and Birbal (Akbar’s alter ego). Akbar proclaimed a no talking law in his realm because all evil rises from talking. Then he set out with Birbal to see how the empire was observing this law. They came up on a shepherd, herding a few goats, and started conversing with signs and gestures. At the end, Akbar made a circular sign, and then a questioning hand gesture. The shepherd replied with the universal gesture of fornication. Akbar was very happy, went back to the palace and rescinded the “no talking” order. For once Birbal was stumped, and asked Akbar what all that was about. Akbar explained, I asked him “who runs the world?” and he replied the “oldest profession in the world”. If people in my realm are capable of such high thinking, we don’t need the “no talking” law. You agree with the shepherd? At least the profile of those who run the world? |