શેખચલ્લી

Air Castles

ભગવદ્ગોમંડલ માં આ શબ્દ ને શોધ્યો, અને અર્થ મળ્યો ત્યારે રાજી થયો. સૌથી પહેલો અર્થ તો મારી આજ ની માનસિક સ્થિતિ ને સચોટ વર્ણવે છે.

શેખચલ્લી:

વ્યુત્પત્તિ: [ અ. શેખચિલ્લી ] વ્યાકરણ: पुं. वि. અર્થ:   આળસુ.

૪.  વ્યાકરણ: वि. અર્થ:  મિથ્યા તર્ક કરનાર; મોટા મોટા વિચારમાં મગ્ન થઈ પડી રહેનાર; મનગમતા મનસૂબા કર્યા કરનાર; તરંગી; ન બને એવા મનોરથ કરનાર; ખોટી મોટી મોટી અભિલાષાઓનો વિચાર કરી રાજી થનાર; હવાઈ કિલ્લા બાંધનાર.

આજે કિલ્લા તો નથી ઊભા કરવા (કેટલી મહેનત પડે, કંઇ ખ્યાલ છે? પણ કલ્પના ના ઘોડા છુટ્ટા મૂકીએ! કોના બાપ ની દિવાળી!

એક વાર "મારી પાસે અઢળક ધન હોય..." એવી કલ્પના દોડાવી હતી - ભણતર ના વિશ્વકર્મા બનવા. આજે પાછું એજ તૂત પકડી સમાચાર સુધારક બનવું છે. થોડું આગળ આ વિષય પર ટટ્ટુ હાંકયા છે, પણ આજે તો છ ઘોડા નો રથ! મારે ક્યાં તબેલો સાચવવાનો છે!

સમાચાર (ભગવદ્ગોમંડલ ને પૂછ્યું)

૧.  વ્યાકરણ: पुं. અર્થ: સારું વર્તન; સદ્વર્તન; સારો આચાર.

૨.  વ્યાકરણ: पुं. ब. व. અર્થ: બનતા બનાવોની ખબર કે હકીકત.

અર્થાત સારું વર્તન – વર્તમાનકાળમાં થયું / થતું હોય એની ખબર વ્યાપક કરવી. ખર્ચો કોણ આપશે? કાકો? કાકો તો નહીં, પણ આ કલ્પના નું મૂળ તો એજ છે ને કે મારી પાસે અઢળક ધન "આવ્યું!". - છળ, કપટ, હરામખોરી, થી આવેલા નહીં! શુભ્ર હસ્તે આવેલા! (આ સૌથી પહેલો શેખચલ્લી નો વિચાર! પૈસા કોઈ દિવસ છળ, કપટ, હરામખોરી અને બળજબરી વિના કોઈના હાથે લાગ્યા છે?) પૈસા ના ત્રણ ભાગ કરવાના. એક ભાગ સમાચાર એકત્ર કરવાના અને ત્વરિત પ્રસારવાના સાધન સામગ્રી મેળવવા માટે. બીજો ભાગ ઇન્વેસ્ટ કરવાનો, જેના વ્યાજ માં થી સમાચાર સંસ્થાનો દૈનિક ખર્ચો નીકળે, અને ત્રીજો ભાગ પ્રલયકાળ માટે સાચવી રાખવાનો, અને મારું અને મારા કુટુંબ નું ગુજરાન ચલાવવાનું.

 સમાચાર પ્રસારવાના ત્રણ વાહન. એક તો છાપું, બીજું વેબસાઈટ, અને ત્રીજું ટીવી ચેનલ. જાહેરખબર કોઈ પણ વાહન માં નહીં. પણ ત્રણે માં કિમ્મત ચૂકવી સમાચાર મેળવવાના. આજના સમાજમાં મફત વસ્તુ મેળવવાની જે લોકોને ધગશ લાગી છે, એ ના કરતાં ભદ્દું વર્તન શું હોય શકે? અને મફત મળેલી વસ્તુ ની માણસના મગજમાં કોઈ ગુણ કે કાર્યક્ષમતા હોય છે? એ વસ્તુ ને "આયા રામ ગયા રામ" ગણતા નથી?

સમાચાર માં રાજનીતિ કે રાજ-કુનીતી ની કોઈ વાત નહીં. નેતા વદનો ઝીરો, મનોરંજન માં નટ નટી ના અંગત વર્તન નો સંકેત પણ નહીં. ફક્ત સાહિત્ય એન કળા દર્શાવતું સંગીત, નૃત્ય, કે નાટક ના નિવેદન, સમાચાર કે હેવાલ. આમ જાહેર ખબર કોઈ નહીં પણ શાસ્ત્રીય સંગીત કે સુગમ સંગીત નો નાના સ્તર પર – પૈસા બનાવવા માટે નહીં, સંગીત નો પ્રેમ પ્રસરાવવા માટે  - કોઈ સંસ્થા પ્રોગ્રામ કરવાની હોય તો એ વાત ના નિવેદન ને જગ્યા આપવી – વિના શુલ્ક!. ધંધા, શેર માર્કેટ, સટ્ટા બજાર ના કોઈ સમાચાર નહીં, પણ નાના મોટા વ્યક્તિઓ મૂડી હીન હોવા છતાં મહેનત, તુક્કા અને ઘોર સંકલ્પ હથેળી માં લઈ ઝજુમવા નીકળી ને સફળતા પામી હોય એ લોકોનો મહિમા જરૂર ગાવાનો. ખાસ તો સ્ત્રીઓ અને બીજા પામાર ગણાતા વ્યક્તિઓ ના વિજય ને જરૂર ગાવા ના.  લઢાઈ ઝગડા મારા મારી ના ઝીરો કુદરતી કોપ ની આગાહી, હેવાલ અને એવી દુર્ઘટના ના વિમોચન ની વાતો. પણ સૌથી વધારે સમાજમાં સુ-વર્તન ની વાતો. લોકો સમાજમાં જ એક મેક ના દૂ:ખ પીડા સ્થિતિ નું નિવારણ કરતાં હોય એની વાતો. રમત ગમત ના સમાચાર ખરા, પણ સ્થાનિક શાળાની સ્પર્ધા થતી હોય એના સમાચાર અને ફોટા ચૂકવાના નહીં. મોટી મોટી સ્પર્ધા ના સમાચાર ની જરૂર નહીં! – એ સમાચાર પર તો મોટા ધંધાદારી media વાળા ફરી વળશે.  ઉગ્ર કે હિંસક મારામારી વાળા સ્પોર્ટ્સ ને ઝીરો જગ્યા. એક ખાસ વિભાગ જુવાનિયા ઑ માટે. વાંચતાં શિખે  ત્યાં થી માંડીને મૂછ ફૂટે ત્યાં સુધી ના જુવાનિયા માટે. હી હી હી કરતાં બાળ વિભાગ નહીં! પણ આ જુવાનિયા પોતાનું મગજ ચલાવે છે એ વાત ને પૂર્ણ માન  આપતાં લખાણ. “નાના છે, એ લોકોને શું ખબર?” એ વિચાર તદ્દન નિષિદ્ધ.  એ પેઢી ના વિચારો ની શુધ્ધતા માં વાસ્તવિક્તા ના સાંધા નો વઘાર નથી હોતો. ખાસ એ પેઢીના વ્યક્તિઓ શું અવનવું કરે છે, છોરીઓ સમાજ ના “એ તો છોકરી છે” કરી ને એમને સમાજમાં ધૂત્કારવાની કુટેવ છે એ તોડી ને આગળ વધે એની વાતો. જુવાન પેઢી ને પ્રેરણા મળે એવી એ પેઢીના સભ્યો એજ કરેલા પ્રેરણાત્મક કાર્યો! સામાન્યજનો ની વાતો. “કાર્ટૂન નહીં!” એવું લખતો હતો તો સાહેબે તડકાવ્યો “નવા સંશોધન પ્રમાણે કાર્ટૂન ના માધ્યમ થી સુવિચાર અને કેળવણી પ્રદાન કરી શકાય! તારું મગજ update કર!”. તમારું કથન, સર આંખો પર! રચનાત્મક કાર્ટૂન છાપવાના. આ વિભાગ છાપાના છેલ્લા પાનાં પર કે પાછળથી જુઓ તો પહેલા પાનાં પર જ જુવાન વિભાગ!

ટીવી માં કોઈ વાટાઘાટ નહીં, કોઈ નિષ્ણાત ભાષણ નહીં, ફક્ત સમાચાર અને એને લગતા વળગતા ફોટા અને વિડીયો. કોઈ સુંદર વ્યક્તિ સમાચાર ની ભેટ આપવા વાળું નહીં તેમજ "આપકા ભાઈ ઇસ દુર્ઘટના મે માર ગયા, આપકો કૈસા લગતા હૈ?" એવી મૂર્ખામી નું પ્રદર્શન કરનાર "અમારા પ્રતિનિધિ" નહીં. મુલાકાત પણ ઉપર સમાચાર ના ગુણ નું વર્ણન કર્યું, એવા સહિયારા વ્યક્તિ ના જ બોલ અને એના કામ દર્શાવતા વિડીયો. મુખ્ય તો ભારતના  સમાચાર, પણ સારા માણસો અને સારા કામ ફક્ત ભારતમાં જ નથી થતાં, એટલે વિશ્વમાં જ્યાં પણ સુ-કાર્ય થતાં હોય એના હેવાલ નું પ્રસારણ કરવાનું.

મૂળ પ્રશ્ન એ કે આ સમાચાર સંસ્થા ના કાર્યકર્તા કોણ. સૌ પ્રથમ તો કોઈ “activist” જેવા વ્યક્તિ ના જોઈએ. ત્રણ ખાસિયત જોઈએ. એક તો ભાષા પર કાબૂ – ખાસ શબ્દો નો સચોટ ઉપયોગ કરે તે. વાક્યમાં કોઈ “અર્થ” નો સંદેહ ના કરી શકાય એવો કાબૂ. બીજું કે સમાચાર માં “આમ થયું” એટલુંજ આવે, કોઈ આક્ષેપ કે જવાબદારી ના સંકેત નહીં, પણ સુ-કાર્ય કરનાર ને સન્માન ચોક્કસ દર્શાવવાનું. તંત્રી એ મારો કે પૈસા વ્યવહાર કાર્યકર્તા નું સમાચાર શું અને કેવા ઢાળે આપવાના એ વો સંદેશો ફગાવી દેવાનો. એનું કામ ફક્ત સમાચાર પર ધ્યાન રાખવાનું હોય, નાણાં મંત્રી એ નાણાં સંભાળે, અને એક બીજાના કામ માં ડાફું એ નહીં મારવાનું. આ સિદ્ધાંત બધાજ કાર્યકર્તા ને લાગુ પડે. અને જે આ સિદ્ધાંત નું ઉલંઘન કરે એને ફગાવી દેવાના.

ભાષા મૂળ ગુજરાતી અને અંગ્રેજી. પછી એકજ છાપામાં મરાઠી હિન્દી તામિલ અને બંગાળી છાપવાનું. બીજી ભાષામાં ભાષાંતર કરવા માટે “franchise” આપવાના. પરદેશમાં પણ. બધાજ દેશો માં સ્વમાની આઝાદ મનના પત્રકારો હોય છે, પણ એ લોકો એમના દેશના કાવત્રા ઉઘાડવામાં વ્યસ્ત હોય છે. પણ જો એ લોકો ને પણ સુ-કાર્ય ના સમાચાર દુનિયા સાથે share કરવા હોય તો એ લોકો ને આ સમાચાર પત્રો માં જગ્યા કરી આપવી. એ લોકો ની ભાષામાં, અને સાથે આ સમાચાર પત્રની ભાષામાં ભાષાંતર કરીને.

માર બે હેતુ છે: એક તો આજે દુનિયામાં સમાચાર એટલે politics સિવાય વાતો ને સમાચાર ખાસ ગણાતા નથી, અને એ બધ્ધા છળ કપટ મારામારી હરામખોરી અને હિંસા સિવાય કોઈ લાગણીઓ જગાડે એવા નથી. અને હું માનું છું કે આજના માનવ અવતાર ને મગજ અને માણસ ને શાંત કરે એવી લાગણી ની ખૂબ તીવ્ર આવશ્યકતા છે. બીજું ધ્યેય કે સમાજનું વાતાવરણ manipulation (મને અનુકૂળ ગુજરાતીનો શબ્દ ના મળ્યો – બે પડખા છે આ અંગ્રેજી શબ્દ ના. એક તો અવળચંડી લાગવગ કે પ્રભાવ પાડવાનો, અને બીજો કે સ્વાર્થી ધ્યેય માટે કૃત્રિમ માહિતી પ્રસારવી. ગુજરાતી માં શબ્દ કે માર્મિક વચન મળ્યું નહીં) નું છે. અને સૌથી મોટો ભય છે કે જે સંસ્થા ને સૌથી વધારે ભરોસો કરવાનો હોય, એજ સંસ્થા પ્રજા ને ઉલ્લુ બનાવે છે.

ચાલો, ધન તો હતું જ નહીં, એટલે શેખચલ્લી ના વિચાર અહીં જ સમાપ્ત કરું.   


I had to go look up the Gujarati word in Bhagavadgomandal – the master lexicon for the Gujarati language – I needed no such effort for the corresponding word in English.

So here goes – Dream On! For the second time! I had earlier written about “if I had unlimited wealth” and my ambitions to transform education systems in India. Today, I “what if I had the wealth to be a media disruptor!”. Translated literally from a Gujarati idiom, “what goes of my father’s!”

I want change the News world. Unfortunately, the English word “News” does not have a quality indicator built in, like the Gujarati word “samachaar” = sam (good) + aachaar (behaviour).

I would disseminate only news about the good that is happening in our societies. Most of these good acts ideas projects are by so called “ordinary” people, who are anything but ordinary. The richness of their thoughts, values and determination makes them extra-ordinary beyond the ken of so called main stream media – the businesses of “news”. And how prey tell, are you going to pay the bills? But that is the fundamental premise of this castle in the air! That some how, I have the money to fund this activity. I would insist that the money that arrives on my door, has not been acquired through chicanery, corruption, violence or outright theft. (which itself is a pipe dream. No money has ever been acquired through means other than the ones listed above (except by governments!).  I would split that wealth into three parts. First part is capital expenses to set up the resources needed for this castle! The next third would be invested, whose returns would fund the operational expenses, and the third is reserves and to fund my family’s life expenses!

News dissemination will be via three media. The printed newspapers – dailies, the website based content (please note no social media) and a single TV channel. No advertisement driven business model for my project, simply because it is not a business in the general sense of the word. However, all three media will be charged, simply because anything accessed without cost, is just not valued or appreciated. It is a case of “easy come easy go!”. And of course operational expenses need to be recovered. It will not be a non-profit organisation, but not a profit driven business either.

No political coverage or news. No political leaders’ speeches etc. Entertainment segment will not contain news of personal shenanigans and stunts. No film reviews, but music, dance and drama will be covered only in reviews. Performances organised by small organisations of aficionado’s will get announcement space at no cost, and reviews as well. No news of accidents, crimes and war. No business news, except of success in small economic activity effort by people – especially women and people of different abilities, of indifferent resources but tremendous ideas and determination. However natural disasters, the event and the recovery and amelioration activities there after. But the greatest coverage will be reserved for contributive deeds of positive value to community and individuals around the “do’er”, acts of kindness, consideration or just selfless support of their fellow men.

Sports will be covered but, again, mainly at the inter school, inter district levels, where encouragement, publicity (that such activities happen) and performances are routinely ignored by the media businesses. No violent sports will be covered: no boxing, no WWF or UFM or similar promotion of violence.

A special section for the young adults, from the age of literacy acquisition, to the first sprouts of puberty. None of the “so sweet” kind of stories or news. These are very active and discerning minds, and due respect must be paid to that presence. None of the “wait till you grow up” attitude but no “adult” stuff either – nowhere in the contents – not ever! Special focus on achievement by the young, and particularly so, when they have come out of difficult situations like the rising of a phoenix. Inspirational stories from this age group – not world renown thought leaders! (they hear enough of that in school!). I was about to write “no cartoons”, when my one-and-only scolded me for being antediluvian, and not knowing that “latest research shows that cartoons can be great vehicles for messaging and learning”. So, creative cartoons that satisfy these research results are in! This section would be on the last page, so that if you flip the newspaper, it becomes the first page!

No analysis and discussions with talking heads and “experts” on TV. No pretty or handsome presenters (who take up 60% of the time!), just photos, videos’ and voice overs about facts events and news. No correspondents who accost relatives or friends or even victims of disasters and say “your beloved just died, how re you feeling now?”. Interviews also only of those whose stories have been covered in these contents.

Mainly news about events in India, but India does not have monopoly on good deeds and positive stories about motivated people. So, news of such deeds anywhere in the world will be included.

Now a key question will be on staffing. I do not want activists or “investigative” journalists out to make a name for themselves, or bring down a well known person or institution. I want people – story tellers – who will identify the news, and relate them without emotions, judgement or purpose other than to inform about what “happened”!. People with great command of the language, particularly on diction. No potentially “triggering” word users. No accusations or finger pointing. The sensationist media will take care of that! No editorial interference from me or any other management person. The editor edits, and provides a policy compliance oversight language quality and content appropriateness.

Primary languages are Gujarati and English, but additional Indian languages like Hindi Tamil Bengali Marathi will be included in the same print edition. If the story originates in say Bengali, that story gets prime estate and coverage in Bengali, and then a translation into English and other Indian languages as feasible. Ditto rule for – with some mediation – for stories and reports from foreign languages. Free to translate franchise to those who desire it from the published language. There are independent self respecting motivated journalists in all parts of the world, and their stories will be included as long as they are appropriate for my content criteria. Again, publish in their language, translate to English and any other Indian language enabled in the publication.

I have just two objectives:  The current news content by and large trigger thoughts of violence, chicanery, crime, cheating disgust and distress in the human mind. Nothing calming or peaceful. So, I want to address that. Secondly, the news contents are being increasingly used to manipulate public thought debate and emotions to serve some untraceable entity’s purpose, through the apparently simple method of word choice and selective content editing or context editing. I would like to counter that practice. My fear is that institutions that need the public’s unwavering trust, are vitiating that trust.

Never mind, no money, no wealth, and lots of hot air!! No castle either!

    


Home Up શું લખું Topic Dilemma વિ-જ્ઞાન ના  Processes વાયવ્ય વાયરો N-W Sirocco શેખચલ્લી castle ઇન  રટણિયો નવરો metronome ’૨૨ ગયું!’22 gone!