રટણિયો નવરો

Metronome

નવરો કે नवरा – બંને છું! પણ રટણ શેનું કરું છું? નવી પેઢીના “ભેજાનું ડંહી” (પારસી લહેકાથી વાંચવાનું) કરાય છે, એ વાતનું! આજનો વિષય જરા એવો જ છે – રટણ કર્યા જ કરું છું!

હું એંજિન્યરિંગ ભણ્યો, મારું ભેજું એક એંજિન્યર નું ઘડાયું, એટલે કોઈ પણ નવી વસ્તુ હાથ લાગે, એટલે પહેલો વિચાર આવે, કે કેવી રીતે ચાલે છે? એમાં અવયવો કયા છે? વગેરે. અર્થાત, નવી વસ્તુ ને ખૂંદવા ની ટેવ! બીજી રીતે જોઈએ તો આ વિચાર કરવાની પદ્ધતિ છે. IIT-B માં બીજું બધુ ઘણું શીખ્યો, થોડું એંજિન્યરિંગ પણ શીખ્યો હોઈશ એવું માનું છું, કારણકે પાસ તો થયો! – ભલે હવે થોડુંક જ યાદ છે! પણ એક એંજિન્યરની માફક વિચાર કરવાની આદત જરૂર પડી છે. જ્યાં સુધી મારી ઉત્સુકતા તૃપ્ત ન થાય ત્યાં સુધી ખોતર્યા કરું, અને માં દીકરીઓ મારી પાછળ પડે કે હવે છોડને!

એવું નથી કે બનાવનાર પર ભરોસો નથી કે બરાબર જ કર્યું હશે, આ તો ઉત્સુકતા નો gene સાહુડી ના પિછાં ની માફક ઉભોજ રહે! પ્રભુ, મા-બાપ, વડીલો અને અમુક શિક્ષકો ની કૃપા કે આ ઉત્સુકતા ને તૃપ્ત કરવાની વિચારસરણી નો ઉદય કર્યો અને પાળી પોષી ને સધ્ધર કરી. આ વિચારસરણી ને લીધે મારી જ્ઞાન ગ્રહણ કરવાની રીતો ઘણી વાર  બીજા પાટા પર ચઢી જાય, અને પાસ થવાના સાંસા પડે!

મારી મોટી દીકરી કોલેજમાં ભણાવે છે, પણ એના વિદ્યાર્થીઓએ એને ઊઠાં ભણાવવાનો પ્રયત્ન કરે. પણ એ બહેન કાંઈ ગાંજા જાય એમ નથી, એટલે છોકરાઓની બધી ઉઠાંગીરી ની ઓળખ રાખે, અને પકડે. એમાં એક ખાસ બનાવટ પકડે, કે ઇન્ટરનેટ માં થી શોધી ને બીજાનું લખાણ ચોરીને પોતાની કરામત તરીકે શિક્ષકને ધરે. આ વિદ્યાર્થી અને મોટા વૈજ્ઞાનિકો ના અટકચાળાં એટલા વધી ગયા છે કે કોઈ લોકો એ ખાસ એવું software તૈયાર કર્યું કે નમૂનો મોકલો તો તરત કહી આપે ક્યાંથી ચોરેલું લખાણ છે! પણ લુચ્ચા લોકો પહેરેદારો થી બે પગલાં આગળ જ હોય! ટેક્નોલૉજી માં બે શોધ ઊભરી આવી છે. એક છે કૃત્રિમ બુદ્ધિ, અને બીજી તે chatGPT ના નામ થી જાણીતી થઈ છે, જોકે આ chatGPT શોધ નથી, પણ કૃત્રિમ બુદ્ધિ ની ટેક્નોલૉજી નું મહા બચ્ચું છે. આ બચ્ચા ને લીધે છોકરાં ઑ પોતાની મહેનત કરવાને બદલે આ software વાપરી સવાલના જવાબ કે વિષય પર નિબંધ ઘસી કાઢે, અને ન તો એ લોકોના ભેજામાં કાંઇ બચે કે ન તો શિક્ષક આ લુચ્ચાઈ પકડી શકે!

આ કૃત્રિમ બુદ્ધિ શું છે, અને એના પરિણામ સારા અને માઠા બન્ને છે.

સૌ પ્રથમ, કઈ પણ કૃત્રિમ વસ્તુ નું સર્જન થાય, એ કોઈ ને કોઈ મનુષ્ય જ બનાવે ને! કુદરતે તો બધ્ધા પ્રાણી ને જોઈતી બુદ્ધિ બક્ષી, પણ મનુષ્ય માત્ર ને જરા દોઢ બનાવ્યો, એટલે એ કૃત્રિમ બુધ્ધિ બનાવવા બેઠો. જરા વિચાર કરો, કે મનુષ્ય પાસે બે કિલો (આશરે! કારણકે બુદ્ધિ નું માપ છે જ નહીં, ઓછી કે વધારે, સારી કે માઠી, સુ- કે કૂ-, એવું કહી શકાય, પણ માપવું કેવી રીતે? એટલે ફક્ત આ બ્લોગ નું ધ્યેય સરાવવા કિલો નું માપ વાપરું છું) બુદ્ધિ હોય, પણ બે ચાર કે બસ્સો માણસો ને ભેગા કરે અને બધ્ધા ની બુદ્ધિમાં થોડા ઘણા ફેર ફાર હોય, એટલે બધ્ધા ની બુધ્ધિ એકઠી કરે તો કદાચ 10 કિલો કૃત્રિમ બુધ્ધિ નું સર્જન કરી શકાય. પણ એ કૃત્રિમ બુધ્ધિ માં નવું કાંઇ હોય ના શકે – આ બે ચાર કે બસ્સો માણસો ની બુદ્ધિ બહાર કાંઈ હોય ના શકે! નવી બુદ્ધિ જોઈએ તો નવી પદ્ધતિઓ અને નવી માહિતી ઉમેરવી પડે તો કદાચ નવી બુદ્ધિ નો અનુભવ થાય! નવી પદ્ધતિઓ તો ક્યાંથી કાઢવી? જે આ માનવ સમૂહની બુદ્ધિમાં હોય એજ ભેગી થઈ હોય ને! એટલે ફક્ત આ કૃત્રિમ બુદ્ધિ ને બને એટલો મોટો માહિતી ના ભંડાર – information data base – ના વાગા પહેરાવ્યા.

બે બીજી શોધ આવી, અને આ કૃત્રિમ બુદ્ધિને 10 ને બદલે ૧૦૦ કિલો જેવી બનાવી. પહેલી શોધ એ મનુષ્ય માત્ર ની કુદરતી ભાષા કેવી રીતે સમજવી એની પદ્ધતિ ની શોધ. અને બીજી શોધ તે આ માનવીની ભાષામાં રચતાં શબ્દો અને વાક્ય ના અર્થ કઈ રીતે સમજવા. પણ આ બન્ને શોધ ને કોમ્પ્યુટર માં ઉતારવા એ તો મનુષ્ય જ કરે ને! અર્થાત જેમ રોટલી ના યંત્રમાં લોટ પાણી નાખો પણ બાહર આવે તે તો રોટલી જ ને! કૃત્રિમ બુદ્ધિ મનુષ્યની બુદ્ધિ કરી ના શકે તેવું કાંઇ કરી શકશે નહીં, પણ એક ની જગ્યાએ  અનેક ની બુદ્ધિ વાપરી શકાય એ ફાયદો. અને એક ની યાદો માં રહેલી માહિતી ને બદલે જંગાવર માહિતી નો ઢગલો વાપરી શકાય એ બીજો ફાયદો. હવે આ કૃત્રિમ બુદ્ધિ આમ માણસને વાપરવા કેવી રીતે આપવી? એને માટે software બન્યા, અને આમ માણસ – ભણેલો કે અભણ – આ સોફ્ટવેર વાપરી શકે, એને માટે પેલી બીજી બે શોધ ને માણસ અને કમ્પ્યુટર વચ્ચે વાર્તાલાપ થઈ શકે, એમાં લગાડી દીધી!

હવે એક બે ખાસ તફાવત સમજવાના! કૃત્રિમ અને કુદરતી બુદ્ધિ વચ્ચે! મનુષ્ય ને આપણી કુદરતી બુદ્ધિ કઈ પદ્ધતિ પર ચાલે છે, કેવી રીતે વિચાર અને વિમર્શ કરી શકે છે, અને ખાસ તુક્કા કરે છે, એની સમાજ થોડીક જ છે. આ કૃત્રિમ બુદ્ધિ ના સોફ્ટવેર બનાવનાર ને પૂછીએ તો કહેશે કે ઘણું જાણીએ છીએ, પણ કોઈ સિદ્ધ પુરુષ કે સ્ત્રી ને પૂછીએ તો જવાબ આવશે ઊઠાં જેટલું જાણીએ છીએ. અને સારું નઠારું કેવી રીતે નિર્ણય કરીએ છીએ? એ તો હજુ સુધી કોઈ જાણતું નથી. આ કૃત્રિમ બુદ્ધિ વાળા ને પૂછીએ તો કહેશે કે અમારા માહિતી ઢગલામાં અમે આ નિર્ણયો ઉમેર્યા છે! અર્થાત આમ માણસના નિર્ણયો નહીં, પણ આ સોફ્ટવેર બનાવનાર ના નિર્ણયો!

હવે આપણને કોમ્પ્યુટર ની તો ટેવ પડી ગઈ છે, અને આજકાલના ફોન વાત કરવા ઓછા પણ ઇન્ટરનેટ વગેરે માં ડોકિયા કરવા વધારે વપરાય છે. બધે સોફ્ટવેર જ  આપણું કામ કરે છે. મગજ માં અને આધુનિક વિચારસરણી માં એક સાફ અપેક્ષા એવી કે સોફ્ટવેર મારું કહેલું કરશે! સફરજન ની દુનિયા માં એ લોકોનું સોફ્ટવેર કહે એ જ તમારે “કહેવાનું” એ વાત જુદી છે! પણ આ અપેક્ષા પૂર્ણ થાય પછી એ સોફ્ટવેર ના નીપજ માં (મારે output નું ગુજરાતી શોધવું પડ્યું!) ભરોસો કરીયે, માન્ય રાખીએ અને આગળ વધીએ. એક ભાષા છોડીને મોટાભાગના સૉફ્ટવેર માં ક્રમાદેશક (અર્થાત પ્રોગ્રામર) એના પોતાના કે કંપની ના સંસ્કાર ઉમેરતા નથી. એટલે સૉફ્ટવેર વાપરનારા વ્યક્તિ ની વિચારધારા એની ટેવો, એના સંસ્કાર, એના ભણતર પ્રમાણે ચાલે, અને સોફ્ટવેર ની પેદાશ એ ફક્ત માહિતી કે data જ રહે, નિર્ણય તો માણસે જ લેવાનો.

બીજો ખાસ મુદ્દો એ કે મનુષ્ય માત્ર ને લખાણ ઉપર ખૂબ ભરોસો હોય! એવું મનાય – સામાન્ય રીતે – કે જે લખે એ વિદ્વાન જ હોય, અને માણવા લાયક જ હોય! બે ત્રણ ગોથા ખાય, અને વિચાર કરે પછી જ કોઈ લખાણ સામો પ્રશ્ન ઉપાડે, પણ પહેલા તો ભરોસો જ કરે!

હવે આ કૃત્રિમ બુદ્ધિ અને એ તંત્ર વાપરતા સોફ્ટવેર ને જુઓ. બુદ્ધિ ભરી ત્યારે કૃત્રિમ બુદ્ધિ બની. કોની બુદ્ધિ? પ્રોગ્રામર કે કંપની ના વૈજ્ઞાનિકો ની કે એવા ઈતર વૈજ્ઞાનિકો ની! આ બુદ્ધિ સમૂહ એ વ્યક્તિના સંસ્કાર વાતાવરણ માન્યતા અને ઈચ્છા ને આધિન હોય. વૈજ્ઞાનિકો અભ્યાસ કરે એ  માનવસમૂહ એમના આસપાસ ના સમાજમાં થી હોય, એટલે એ સૂક્ષ્મ સમાજના અભ્યાસ ને વિશ્વની માનવ જાતિ ને લાગુ પાડે! જે નિર્ણય લેવાની પદ્ધતિ સોફ્ટવેર માં નાખી હોય એ પણ લખનાર અને સૂક્ષ્મ સમાજના અભ્યાસ માઠી તારવેલી પદ્ધતિ હોય. તેમજ માહિતી ભંડારમાં પણ એ ટુકડી ની જાણમાં હોય એટલી જ માહિતી એ ભંડાર માં મુકાય. બીજા સમાજ અને તેના સંસ્કાર ની જાણ ના હોય તો એ માહિતી ઢગલા માં ના હોય.

હવે આવી સ્થિતિમાં આ કૃત્રિમ બુદ્ધિ પર ભરોસો કરવા પોતાની વિચારસરણી વાપરી ચકાસ કરવો એ અનિવાર્ય થયું કે નહીં? એટલે પોતાની બુદ્ધિ વાપરવી પડે કે નહીં? આગળ વર્ણવ્યું કે વિદ્યાર્થીઓએ સીધું આ કૃત્રિમ બુદ્ધિ એ કહ્યું એજ પોતાની દર્શાવી શિક્ષકને ધરી દે, તો એમની પોતાની બુદ્ધિ ક્યારે વપરાઇ?

મનુષ્ય અવતાર ની આગળનો અવતાર વાંદરા નો, એમ કહેવાય છે, અને ડાર્વિન ના અભ્યાસ ને માનીએ તો વાંદરા ઊભા ચાલવા માંડ્યા, પૂછડી નો વપરાશ ઓછો થતો ગયો, અને અવતારે અવતારે પૂછડી ટૂંકી થતી ગઈ, અને આખરે દેખાતી બંધ થઈ! તો બુદ્ધિ ઓછી ને ઓછી વાપરીએ તો અવતારે અવતારે એ પણ અદ્રષ્ય થઈ શકે?

આ કૃત્રિમ બુદ્ધિ વાપરી ને બનતા સોફ્ટવેર ના સામાજિક પરિણામો ની વાત બીજી કોઈ વાર, ત્યાં સુધી પોતાની બુદ્ધિ વાપરી તુક્કા કરો કે સારા પરિણામ અને ઝેરી પરિણામ શું આવી શકે – કૃત્રિમ બુદ્ધિના!   




Re-try-ed! Free to try again and again, like the refrain of a tired song! Round and round the “Bheja fry” tree! Today’s topic is a bit like a stuck vinyl.

I studied engineering, so my brain is an engineer’s brain. The moment I encounter something new, the first thought is “how does it work? any moving parts? What material?”. In other words, I like to investigate any new stuff I come across. I mean this is a mind set! I learnt a lot of things at IIT-B, guess some engineering too; since I graduated out from there – even if I remember only a few things – but I did learn to think like engineers do. I keep at it till my curiosity  is satiated, and my one-and-only and her two acolyte daughters bug me to stop.

Its not that I don’t trust the manufacturer to have done a good job, its just that my curiosity gene is always a bit hyper! Fortunately, my parents teachers and other adults fed and nurtured this need to satiate my curiosity gene. (It did lead my learning methods astray, to the detriment of my grades – I was off chasing topics not in the curriculum!).

My first born is a lecturer at a polytechnic teaching topics in medical sciences. Her students are sometimes into plagiarising their work. But she has developed the smarts to catch them at it. Unfortunately even established scientists have ploughed the internet for “good copy”! motivating a software that can spot such plagiarism. But crooks are always a step or two ahead of the regulators!

Two technologies have created deep pathways into benefits and into counter domains. The first is Artificial Intelligence, and co-habiting with Natural language technologies and cognitive systems, have produced a two headed freak – ChatGPT. The proclaimed objectives of this product are “benefit mankind!”, but we have all heard that phrase before and at least I fear that phrase. The students have started using ChatGPT to avoid doing their own work, and getting their papers and essays written by this software, without a gram of retention of their subjects. So, like all technological advances and inventions, there is good and there is drastic effect of the troika of Artificial Intelligence, Natural Language systems and Cognitive systems being coded into computing products.

The word “Artificial” fundamentally indicated man-made! Hence, the first question in anyone’s mind should be “which man”? Nature has endowed all living things with intelligence – a basic sense-assess-decide-act process sufficient unto the existence of the organism. However, man is extra smart, so he thinks he can “make” intelligence. There is no quantitative measure of intelligence – only a qualitative comparative descriptive assessment. So, I am going to take a notional measurement that man has 2 Kg of intelligence. If one gathers a team of group of say 100 individuals, we have an arithmetic sum of 200 Kg of intelligence. If this team were to collectively create Artificial intelligence, it will NOT be equal to 200 Kg of intelligence. At most, given the variety of intelligence that would exist in different individuals, one may imagine say 10 Kg of intelligence that may go into the artificial intelligence, but there can not be anything new other than what the team had. To experience “new” intelligence, one would need new processes, but that is not feasible. Only processes of intellect that the team collectively has can be coded into the Artificial Intelligence. However, the known processes can be given more information to work with, and cause the perception of new intelligence. Hence, large data bases of existing information are added to this Artificial Intelligence.

Two additional technologies developed. A way to systematise coding of Natural Language, and Cognitive Systems to extract meaning from the “recognised” natural language. These two together have made the Artificial Information look like 100 kg instead of the 10 we conjectured above, because now the computer can extract and codify meaning from phrases and sentences that man would utter. But bear in mind, that all this codifying and converting processes of the mind (intelligence is in the mind, and the mind resides in the brain, and information also resides in the brain for the mind to recognise) into algorithms and programs. The databases are also populated by men. Bottom line is that Artificial Intelligence will not do anything man’s intelligence can not do, but it does bring the intellectual processes of many minds to one person’s task. So, it is bringing the power of many human minds and a large amount of information that may be beyond a person’s memory to the task that the person is trying to accomplish.

But be clear about two significant distinctions between human intelligence and artificial intelligence. One is that humans can conjecture, where as AI will only play around with possibilities programmed into it. Second, humans can judge good bad ignore etc. AI will have pre-programmed such judgements made by the programmer or others in that team! So, AI has someone else’s judgements and value systems pre-programmed into it. The story with the companion databases and the twins of “understanding” : Natural Language systems and Cognitive systems is even more potent to cultural and similar influence pushing aspects of AI. The programmers language and the processes of Natural Language described to him / her by linguists will be derived from the languages they know. Cognitive systems can not manage cultural and colloquial nuances of different cultures, so they will also contain processes the programming team knows best. And the companion databases would be open to whatever information that the manufacturer of the software wants to pass as “truth”. This will colour all the suggested or recommended “decisions” that the AI products will propagate!

We have all become addicted to computers, and the phones – which in effect are computers themselves. All the “work” is software programmed by some people. A fundamental expectation from all the commonly used software is that it will do what we tell them to do, repetitively, predictably, yielding the same result each time, although people who live in the domain of fruity software, often have to adopt the expectations that the software tells them to! Jokes and pet peeves aside, the core of trust in software is that it will be sub-servient to the user. There is little or no cultural aspects embedded into such software, and there are mechanisms to change what has been included, and frequently the language in which one may experience the software and its workings. Again, most of the commonly used software presents data as its output, but man must take a decision based on that data. A few common criteria may be built-in, but man has control.

The other habit of man is the trust they put in the written word. Most languages have a phrase demanding implicit trust “so it is written!”. There is always an assumption that whoever writes has the knowledge and expertise to write that piece, and hence would be worthy of trust and belief. Its only after cogitating about it or getting hurt through that trust, that man will question that written word, but the first emotion is to trust.  The past few years with virulent internet have highlighted the stunning issue of fake information created and disseminated deliberately for desired effects and responses from those who consume that information.  The trend in software makers has already been long established that we know better than you, what you need. The social media has “data based” presentation of content that “suits” the user, but in effect it is what will suit the software manufacturer AND the advertiser who fuels the social media products.

The most scary and dominant fear is that these products will replace a persons ability to think for herself or himself – as already evident in the students we described above, who blindly use ChatGPT to create their essays, papers, articles etc. Just remember what ole Charles of Darwin fame showed about all animal kind. That what you don’t use will atrophy! Does any homo sapiens have a tail? Or gills or fins or inch long incisors?

Finally, is AI so bad and terrible? NO! but like all technologies in use to date, technology is commercialised without a deeper introspection of consequences down the time line. So, each one of us must do a severe due diligence on products that claim to save/help humanity!!



Home Up શું લખું Topic Dilemma વિ-જ્ઞાન ના  Processes વાયવ્ય વાયરો N-W Sirocco રટણિયો નવરો metronome ’૨૨ ગયું!’22 gone!