સમાજની વ્યથા |
Social Ails |
આજે ૨૮મી અને બ્લોગ લખવા આંગળિયો તૈયાર અને વ્યાકુળ! મન અને માનસ થોડું પાછળ છે – જાણે ૧૫૦૦ મીટર ની દોડ માં એક આખો લેપ રહી ગયો હોય! પણ મારે માટે આવી સ્થિતિ સામાન્ય કહેવાય. કંઈ ને કંઈ આગળ પાછળ હોય જ. એક બે કે પાંચ વાત નું પાછું રટણ કરીશ, પણ ઇચ્છા તો છે કે એ વિષયો ને બીજી દ્રષ્ટિ થી જોઉ, સફળ થયો કે નહીં તે વાંચનાર નિર્ણય કરે. મારી કાયા સિંગાપૂરને આધીન છે, પણ લાગણી તો ભારતને જ ચીટકી હોય ને! (આત્મા જેવું કંઈ હોય તે મારું નથી, નાથ, તારું જ છે, તારું જ છે, એમ પાઠ કરું છું. વાહ, કેવી આધ્યાત્મિક વાત લખી! કોઈ વાર આવું ઠોકી દેવાય!) સમાચાર વાંચુ – સિંગાપૂર નું છાપું તો કાગળ નું સંકુલ છે, નાસ્તો કરતાં વાંચી એ અને પછી તજી દઈએ – ઇન્ટરનેટમાં કે વોટસેપ ના મહારથી ઓ મોકલે (એમના સિવાય બાકી ના ભદ્રં ભદ્ર જેવા ગામડિયા હોય એટલે મોકલવું પડે) એમાં, ત્યારે આપણાં સમાજ નું શું થશે એની ચિંતા મને વ્યાકુળ કરે. આ ફરિયાદ પહેલા ના બ્લોગ માં કરી છે, આજે એનો આગલો અંક! ૧. કોઈ દેશી (ભારત થી એક લોહિયો) ખ્યાતિ મેળવે કે બધા ખુશ થઈ કૂદા કૂદ કરવા માંડે કે જો ભારત કયાં પહોંચ્યું! અમેરિકા ની ૨૨ કંપનીઓ નું નેતૃત્વ દેશી માણસ કરે છે, સમાચાર અમેરિકા થી આવે કે વોટ્સેપ ઉભરાવા માંડે. (વોટ્સેપ માં એવી માન્યતા પ્રખર રૂપે કાયમ થઈ છે કે “મારા સિવાય બધા અભણ અજ્ઞાની જ છે”) અને ખુશી નું, ગર્વ નું તાંડવ શરૂ થઈ જાય. પણ સાંજ સુધીમાં કે બહુ તો સવારે શૌચ ની સાથે આ ભાવના અદ્રષ્ય! કેમ? કારણ કે આવા સમાચાર પર ધિંગાણું જ કરાય, વિચાર વિમર્શ તો થાય જ નહીં: વિચાર અને વિશ્લેષણ કરવાની આવડત અલિપ્ત થતી ગઈ છે, “એવો ટાઈમ કોની પાસે છે?. આજે જ નીરજ ચોપ્રા ના સ્વર્ણ પદક ના સમાચાર વાંચ્યા, અને હજુ વોટ્સેપ ખોલ્યું નથી પણ ઘોડાપૂર આવશે એની તૈયારી છે જ! પણ એજ નીરજ ની કરામત માં નાચનાર માતા પિતા ને એમની દીકરી કહેશે કે “બાપુ, મારે એથ્લેટિક્સ માં ભાગ લેવો છે, શીખવું છે” તો બાપુ અવાક થઈ મોહ બંધ કરે એ પહેલા નીરજ ની સિદ્ધિ ની ખુશી માં નાચતી માવડી બોલશે, “જા જા હવે, એથ્લેટિક્સ વાળી મોટી જોઈ ન હોય તો! ભણવાનું પૂરું કર કે તને પરણાવી ને છૂટીએ.” વિચાર ના કર્યો કે નીરજ ના બાપુ કે માં એ આવી મનોવૃત્તિ રાખી હોત તો કયા દેશી ની સિધ્ધી પર નાચતે! આપણને “reflected glory” નો એવો તો નશો છે કે કોઈ પણ સિધ્ધી મેળવે કે “એ તો મારો મિત્ર જ છે, અમે સાથે ગોટી રમતાં!” મારી પત્ની ના દાદા શબ્દ વિશારદ હતા, એ વાતે મને મારી પત્ની ના વંશ નો ગર્વ થાય, પણ હું ગાન ગાઊં કે હું આ વિશારદ ના કુટુંબ નો જમાઈ છું તો વાહિયાત ન લાગે? વડ સસરા ની કીર્તિ માં મેં કંઈ ભાગ ભજવેલો કે હું એ કીર્તિ ના છાંટા માં નહાઊં? કોઈ દેશી કીર્તિ મેળવે એમાં ખુશ થવાનું તો અનિવાર્ય ગણાય, પણ એવી કીર્તિ ને મેળવનાર ને સમાજમાં વ્યાપક કેમ કરવા એવું વિચારવું ન જોઈએ? ભલે કોઈ કાર્ય ન કરાય પણ એવી મનોવૃત્તિ કે વલણ તો કેળવાય કે નહીં? કે “reflected glory” માં જ મ્હાલવાનું? આ જ “reflected glory” ની વૃત્તિ આપણાં સમાજ ને પાંગળા બનાવે છે. એજ મારી વ્યથા! જેમ બધા ૨૨ અમેરિકન કંપનીના દેશી નેતા ની યાદી જોઈ “અમે કોણ? આ ૨૨ નેતા ના ભાઈ બહેન!”. જરા વિચાર કરો બે વાત ની: એક કે આપણી દેશી કંપનીના નેતા ઓ ને ઉજવો છો કે જે હાથમાં આવ્યું એને ભાંડવામાં જ આપણો સમાજ માને છે કે ચોર છે, લુચ્ચો છે વગેરે? કે પરદેશમાં કીર્તિ મેળવે એને જ ઉજવાય? બીજું કે આ ૨૨ દેશ છોડી ને ગયા પછી જ આસમાન ભણી પ્રસ્થાન કરવાની તક મળી, ભારતમાં રહ્યા હોત તો ક્યાં પહોંચાતે? આપણાં જ સામાજિક વલણ નો વાંક કે ફાળો છે? ૨. પાછું એક પુનઃ કથન. દેશી માણસ માં એવું શું છે કે બીજા સમાજો ની વ્યક્તિ માં ઓછું દેખાય છે? એ વૃત્તિ અને મનોસ્થિતિ ની વ્યુત્પત્તિ શું? આ પ્રશ્નો નો ઉત્તર આપણા સંસ્કાર માં છે. આપણા સમાજમાં કોઈ વ્યક્તિ ને પારખવા માટે એક વિવેક વ્યવસ્થા છે. આજની પ્રજામાં પરંપરાગત પ્રથા ઓ માં માન્યતા ઓછી અને આજના વિજ્ઞાન (science) માં વધારે, પણ જો કોઈ ચિંધે કે આપણી સંસ્કારિક પ્રથા હજારો વર્ષો થી આજ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પાળે છે તો માણવા તૈયાર નથી હોતી, અને આ સત્ય ચિંધનાર વડીલ ને “જુનવાણી” ની પદવી આપી તરછોડી દે છે. આ વ્યક્તિ પરખવાની વ્યવસ્થા શું હતી? ત્રણ ચાર પ્રશ્ન પૂછાય. સૌ પ્રથમ તો “તમે ક્યાંના? ભૌગોળીક પ્રશ્ન. ઉત્તર પરથી એ જગ્યા ના પ્રભાવ ની જાણ થાય, અને એ જગ્યા ના ભૂમિ પ્રતાપ ની જાણ થાય. મેવાડ કે ધોલપુર નો જવાબ આવે તો રણ પ્રદેશ નો મનુષ્યના માનસ પર અને સામાજિક વર્તન પર જે પ્રભાવ હોય તે ખબર પડે, અન્ગદેશ કહે તો ભરપૂર નદી ઓ ના પ્રદેશ ના લક્ષણ જણાય. પછી જ્ઞાત પૂછે, અને એમાં થી જાણ થાય કે બુદ્ધિજીવી છે કે શ્રમજીવી કે યોદ્ધા, ભણેલા છે કે અભણ, ભાષા શુધ્ધ હશે કે લૌકિક. ત્રીજો પ્રશ્ન પૂછાય કે ગોત્ર શું છે. આ તો genetic trace નો પ્રશ્ન છે! છેલ્લો પ્રશ્ન હોય કે શું કરો છો? કારીગર, વ્યાપારી, કારકુન, શિક્ષક, પ્રાધ્યાપક, પૂજારી, વૈજ્ઞાનિક, ઇજનેર, સંગીતકાર વગેરે. બસ, આ વંશ પરંપરા માં જ દેશી માણસ ની ખૂબી ઓ ની ઓળખ છે. દરેક વ્યક્તિ ને ગળથૂથી માં શું મળ્યું? ગર્ભ માં હોય ત્યારે ઘરમાં સંગીતનું વાતાવરણ હતું કે પાઠ નું કે ઘોંઘાટ નું, ગર્ભવતી માં ચાલે ત્યારે હોડી ની ડોલમ- ચાલો બહુ થયું! |
My fingers are wiggling this 28th day of August to start writing my blog, but my brain is hanging back by a mile! Like a lap left on a 1500 meter race. But this situation is often my comfort zone. I am likely to repeat a topic or five, but my desire is to change my perspective of such matters. You, the readers have to decide : success or fail! Singapore owns my biology, but my emotions are entwined with India ( If there is a soul, it is not mine! “Oh Ishwar, only thine, only thine,” chant I. Wow! I have managed to spout spirituality! Inspiration indeed!) Newspaper – singular because I read a “paper” in Singapore – finish reading during breakfast, and off it goes to the bin. The other sources of news are either news websites or the stuff I receive from the charioteers of WhatsApp who firmly believe that they are the only fonts of information, and the rest are just plain rustics. The news I read always perturbs me about the future of our society. I have whined about this in an earlier blog, so today is the next episode. 1. Indians freak out with exuberance whenever a person of Indian origin achieves fame fortune or status, with exclamation of “Indian did it, Indian did it!”. A cycle of pride follows the joy. But by evening or the next morning, all this gets flushed away. The reason is clear: such news are greeted only with nationalistic pride – which is good, and must happen – but applying ones mind to what led to the persons achievements is compulsively avoided! The mind- 2. On to another sequel. What is the Indian’s mojo that we do not frequently see in other ethnic groups. (to be clear, they have their own mojo too, just not the same as the Indians).What is the etymology of these mind- Enough already twice over! |