હાશ, ’૨૨ ગયું!

Ah! ’22 is gone!

આપણે ગુજરાતી એટલે એક નંબરના રખડુ. એક તો ધંધો જ કરવો, એવી તમન્ના. ખેડૂત પણ પોતાનો જ સાહેબ! એટલે પરદેશ જઈને પણ ગુજરાતી ધંધો જ કરે કે જમીન લઈ પાક રોપ! પરદેશ જવામાં ગુજરાતી ઓ પહેલ્લાં. મારુ માનવું છે કે અંગ્રેજોએ ભારત ની પ્રજા ને ગિરમીટિયો મજૂર બનાવી એ લોકો ની પરદેશી વસાહતો માં ઉઠાવી ગયા, એમાં બિહારી અને તામિલ બંગાળી ને મજૂરી કરવા, અને ગુજરાતી ને વસાહત સિધ્ધ થઈ પછી દુકાન ખોલવા નું પ્રલોભન આપી લઈ ગયા. ફિજી જુઓ કે દક્ષિણ આફ્રિકા, કે પૂર્વ આફ્રિકા: ગુજરાતીઓ પહેલા પહોંચ્યા, અને દુકાન માંડી ને બેઠા. ન્યૂઝી લેંડમાં સાંભળ્યુ છે કે પટેલ ખેડૂતો ૨૦૦ વર્ષ અગાઉ પહોંચેલા, અને ખેતી કરવા લાગેલા. એટલે, ગુજરાતીઓ ગિરમીટીયા નો’તા. સ્વેચ્છાએ સાહસે પ્રવાસ કરી આવેલા – પરદેશમાં. ગળથૂથીમાં જ પ્રવાસ અને ભ્રમણ હોય! ગુજરાતીઓ ને બસ, ફરવા જોઈએ. દક્ષિણ અમેરિકાના પાતાગોનીયા માં ઢેબરાં અને આથેલા મરચાના અંશ પુરાતત્ત્વ વિજ્ઞાનીઓ ને સાંપડ્યા ની વાત સંભળાઈ છે! (મને એકલા ને જ!).

વિક્રમ સંવત ૨૦૭૮ શરૂ થયું, અને ગુજરાતમાં એક લહર ફરી કે કોવિડ ૧૯ માં થી   ૧૮ થઈ ગયો, “આવી ને ચાલી ગયો”. ૨૦૭૭ માં તો હાહાકાર મચાવ્યો, આખા ભારત માં કોઈ કુટુંબ એવું નહીં હોય, જે માં થી કોઈ ને કોઈ આ બીમારીને લીધે પહોંચી ના ગયું હોય. પણ આપણી પ્રજા “પ્રભુ ઇચ્છા” માની ને આગળ ચાલવા માં જ માને છે, એટલે ૨૦૭૮ બેઠો, ઘોડા છુટ્ટા થયા અને ગુજરાતીઓ ધીમે ધીમે ઊભા થઈ ને રાજસ્થાન અને કાશ્મીર જવા માંડ્યા. મારું ના માનો તો ઇનસ્ટાગ્રામ માં મુકાય લા ફોટા જુઓ! ઘરે છે કે કોઈ ધોધ પાસે? અડધો ૨૦૭૮ ગયો, અને બધાજ દેશોમાં લોકો સળવળ્યા! – ચીન સિવાય! અર્થાત, “ચીની કમ”! ગુજરાત તો અડધું ખાલી થઈ ગયું, જાપાન થી માંડી કેલિફોર્નિયા સુધી ગુજરાતીઓ જ દેખાય, અને દ્રશ્યબિંદુ પર વાડ ના કઠેડા પર હાથ ફેરવો તો છૂંદો ચીટકે! સાંભળ્યુ છે કે ૨૦૭૯ માં ગુજરાત માં ચૂંટણી માટે નંદુભાઈ એ બધા રાષ્ટ્રો ને વિનંતી કરી હતી કે “ભઈ, મારા ભાઈ-બેનો ને પાછા મોકલો, નહિ તો મત કોણ આપશે?” આતો મારા કરતાં નાનો છે – વય માં – એટલે નંદુ કહી શકાય ને! ૨૦૭૯ શરૂ થયો અને ખ્રિસ્તી પિતામહ ગ્રેગરી ના પંચાંગ ની ૨૦૨૨ ની સાલ ને “ભારત છોડો”.. ના ના “વિશ્વ છોડો” એમ સંદેશ અપાયો. ગુજરાતીઓ જરા વીફરેલા તો હજી છે, Airlines પર. માળા હાળા ઓ એ ટિકિટ ના ભાવ બમણા કરી દીધા! હવે જોવાનું કે ૨૦૨૩ ની સાલમાં આ બહારવટી airlines કંપની ઓ ને કંઈ શાણપણ આવે છે કે નહીં! નહીં તો અમે બધ્ધા ગુજરાતીઓ વિમાન માં બેસી લસણ વાળા થેપલા અને ડુંગળી ખોલી એ સુગંધ આખા વિમાન માં ફેલાવી દઈશું! સમજો છો શું? શાકાહારી છીએ, પણ અમને કળ થી કામ કરવામાં અમને કોઈ આંકે નહીં! એમ નથી કે બળ નથી, આ તો વાણિયા બુધ્ધિ એમ કહે આ નાલાયકો પર બળ વેડફવું નક્કામુ કહેવાય.

પ્રભુ પણ મનુષ્ય માત્ર ને સજાગ કરવા થોડી ક્રૂરતા નું પ્રદર્શન કરે. નહીં તો પૂતના ના છોરા ને પૃથ્વી પર શું કરવા મોકલે. રાક્ષસ કોને કહેવાય, એ યાદ કરાવવા! પ્રલય અને દુકાળ પણ આવ્યા, પણ આતો કળયુગ છે, એટલે પ્રભુ ના આ સંકેત ને કોણ માને? કુદરત નો દૂરોપયોગ ચાલુ જ રહ્યો, ફક્ત લોકો નાટક રચી ને કુદરત ની રખવાળી કરતાં હોય, એવા ત્રાગા જ રચે. દેખાવ માટે ૫૦ પવનચક્કી ની સાથે દર કલ્લાકે ૫૦ ટન કોલસો કાઢે, જેને બાળવો હોય તે ખરીદો! મારે તો નગદ જોઈએ!

નંદુ ની સફળતા જોઈને બીજા નેતાગીરી ના આકાંક્ષી લોકોએ – વિરાટ ની દાઢી જોઈને આપણી ક્રિકેટ ટીમના બધા ખેલાડીઓ એ કર્યું તેમ – દાઢી ઉગાડવા માંડી, પણ કુંડામાં ઉગાડેલો લીમડો ઝાંખરા જેવો ઊગે એ ભૂલીને બાવળીયા  જેવી દાઢી ઉગાડી! ભઈલા, લીમડા ને કે વડને ભૂમીજ સાલે, કૂંડું નહીં! ચાલો જાવા દ્યો!

૨૦૨૩માં દુનિયા ને જે કરવું હોય તે કરે, મારે તો બેજ આકાંક્ષા છે. એક તો અમારા પૌત્ર ને નિહાળ્યા કરવું, એની વૃધ્ધી માણવી, અને અમારી બચતની પણ વૃધ્ધી જોવી! (જન્મે વાણિયો છું, તો વૃત્તિ ક્યારેક તો બાહર આવે ને!). માં બાપના વારસામાં ત્રણ વસ્તુ મળી. અઢળક સંસ્કાર, એટલો જ અઢળક કુદરત પ્રેમ, અને ઢેર સારા ફોટા. આ ફોટાને scan કરું છું, અને આ વારસા ની જેટલી વાતો યાદ છે એ લખું છું. દેહ સંભાળું છું, મન ને શાંત રાખું છું, પત્ની ની આજ્ઞાનું પાલન કરું છું – એક જ આજ્ઞા હોય છે – “ચૂપ રહેજે, બહુ બોલવાનું નહીં!”. શું રાંધુ? પ્રશ્ન નો જવાબ ના આપું, તો મારા પપ્પા ના શબ્દોમાં “પાણીપત નું ૪થું” શરૂ થાય! જન્મથી જ અમારું ઘર નારી પ્રધાન રહ્યું. બસ હું અને પપ્પા (૨૦૧૧ સુધી – પછી તો એકલો જ – દીકરી પરણી પણ જમાઈ પરદેશ છે, અને પૌત્ર આવ્યો એ પણ પરદેશ) પુરુષ – gender પ્રમાણે, પુરુષ અને પ્રકૃતિ પ્રમાણે નહીં – પછી મમ્મી, ફોઈ, ફોઈની દીકરી બેન, પત્ની, અમારી બે દીકરીઓ – અર્થાત નારી-પ્રધાન ઘર. કપડાં પહેરી inspection કરાવી બાહર જવાનું! ઓલિયા માફક ફરવા નું નહીં – ઘરમાં પણ! ૨૦૨૩માં કંઈ બદલાવા નું નથી, એ નક્કી!  જેવી વિધિ ના લેખ – સાચું કહું તો મારે કંઇ જ બદલવું નથી. પ્રભુ એ બક્ષ્યુ એજ સુખની મારે માટે પરિભાષા છે!

ચાલો, આવતી કાલે મારી અને મારી પોણાંગની ની ૪૫મી લગ્નતિથિ છે. સમજાતું નથી કે આ ૪૫ શું છે? બસ આજીવન સંગાથ જ સમજાય છે!

નૂતન વર્ષાભિનંદન!

 

 


We Gujarati’s have an inborn wanderlust, as well as a innate desire for business. The farmers too have a mindset of being their own boss. Hence, the Gujarati diaspora too will either be traders or farmers. Often, Gujarati’s are the first Indians on a foreign shore. I believe that when the British started carting off Indian peoples as indentured labour to their far flung domains, Bihari’s, Bengali’s, Tamil’s were deployed as labourers, but the Gujarati’s were tempted with business opportunities to move to these Indian populated dominions of the British, like Fiji, South Africa and Eastern seaboard of Africa. The Gujarati’s were the first to reach there as free adventurous peoples – i.e. not indentured people -  and promptly setup shop – literally! I heard that there is a 200 years old Patel settlement in New Zealand farming away for generations! Travel is in their genes! It is rumoured that archaeologists in Patagonia found fossils of Dhebra and mustard pickled chilli in Patagonia! (only I heard this rumour!)

Vikram Samvat 2078 kicked off and a belief spread in Gujarat that Covid – 19 had regressed to 18, and as a wag had put it, “Covid has come and gone”! It had caused terror and mayhem in almost all families in India loosing at least one or more members to Covid. But Indians are philosophical about death, “Ishwar Ichhaa” – God’s will – and get on with life. AS V.S. 2078 set in, Gujarati’s slowly un-penned themselves, and started taking off for Rajasthan and Kashmir and places all over India. If you don’t believe me, just look at Instagram – do you see them in front of their houses, or in front of waterfalls? Midway through 2078, people from other nations also started stirring, except China (which begot the movie Chini kum (Less Sugar!). Half of Gujarat took off and could be seen from Japan to California, and if you touched the railings at viewing points, your palm got anointed with traces of “chhundo”. I (and only I) heard that Nandu had to send out requests to all these countries “please send my people  back to Gujarat, else the elections at the beginning of V.S. 2079 may not have enough people to vote in that election! I am Nandu’s senior in age at least, so can the liberty of calling him Nandu!

As soon as V.S. 2079 started, the signal went out to Gregory’s calendar, “Quit India”… nay, “quit World”, and finally it shall: tonight! By now, the Gujarati’s are up in arms against the profiteering by Airlines, who simply doubled the ticket prices, and have threatened class action of all Gujarati’s opening up their boxes of Garlic laced thepla’s and raw onions once the flight takes off, and stink up the whole plane. Don’t ignore this, Airlines! Gujarati’s are vegetarians and are clever people, and while brute strength has it’s place, nothing beats “clever”. Why waste strength on undeserving dacoits spoiling travel plans like this?

God visits some optics of cruelty on mankind to wake them up. Else, why send Putna’s child to earth? To make men recall what a “raxas” is. (Sorry, no easy translation of “raxas”). Floods and famines too were reminders from Ishwar to be protective of nature that He created, but this is the Kaliyug, so man only pretends to listen to Him. He thinks 50 windmills will compensate for 50 tonnes of coal being mined each hour for some one to burn and abuse the environment. Cash is what I want! Man is perfecting the art of “pretend”, but neither baby Greta, nor Ishwar are being fooled!

Some people took one look at Nandu’s success, attributed it to his trim beard – like our cricket team imitating Virat Kohli’s beard – and started growing their own beard for success! But a curry-leaf tree grown in a planter becomes a scraggly unkempt bush – because it needs the vastness of land – these beards look more like goat beards!

Be as it may in 2023 for the world at large, I have just two ambitions. One, I want to watch and watch our grandson grow, and acquire new skills everyday! And my inner Baniya has finally come to fore, and I want to watch my savings grow as well!

We – my one and only, and me – have inherited three things from our parents. A humongous wealth of “sanskaar” – again no English equivalent word that I know of – a matching love of nature, and tons of photos of our romps amidst nature, mainly in the Himalayas. I am scanning these photos, writing as much as I can remember of our time with our parents. I am looking after my body, keeping my mind calm, obeying my wife – whose standard instruction is “don’t talk too much” – although if I hide behind that instruction when she asks “what shall I cook for dinner”, I kick off the 4th battle of Panipat – my dad’s words, not mine! My world has been female majority since birth, Just me and my dad as the males (till 2011, and then just me! My son-in-law and grandson are thousands of miles away) and starting with my mom, my aunt, my cousin sister, my wife and my two daughters, we are a female majority household! Inspection after getting dressed to go out, no “strange” clothes even at home an so forth, and nothing is going to change in 2023. But honestly, I wouldn’t change a thing! This is what happiness means, and I gratefully receive what Ishwar has chosen to bless me with.

Tomorrow will be our 45th anniversary, but I don’t understand this “45”, I only know together forever! Happy New Year!

  


Home Up શું લખું Topic Dilemma વિ-જ્ઞાન ના  Processes વાયવ્ય વાયરો N-W Sirocco રટણિયો નવરો metronome ’૨૨ ગયું!’22 gone!