તૈયાર થઈ જજો!

Get Ready!

ક્રિકેટ માં શાંત અને ગંભીર વ્યક્તિ ની જગ્યાએ ફક્ત નામે ગંભીર વ્યક્તિ આવી, અને મારી આંગળીઓ ને પણ ગંભીર શબ્દ ગમી ગયો, અને “અણજાણે ઇચ્છા જાગી ગયી” (નીનુંભાઈ ના પદ માં થી એક ટુકડો લૂંટી ને લીધો!) કે ગંભીર વિષય પર લખાણ કરું. બધા ને ખબર હોય કે આંગળી અને નારી જેની ઇચ્છા કરે એજ કાર્ય થાય! તો મારા જેવા નું શું ગજું?

મેં આગળ એક વાર જે લખ્યું છે એ આજે પાછું ઉપાડું છું. આ વાત મનુષ્ય માત્ર ને લાગુ પડે છે, પણ મારા જેવા વૃદ્ધિ પામેલા ને ઉપયોગી વધારે થાય એવું મને લાગે છે.


મારા જેવા વૃદ્ધિ પામેલા (મારા જેવી વૃદ્ધિ નહીં! એ તો પોત પોતાના કર્મ ની વાત થઈ, જેમ હું વૃદ્ધિ પામી વૃદ્ધ થયો તેમ!) જીવો ને જાત જાત ની ફિકર પેસે. સિદ્ધ માનવી ની વાત જુદી, આતો સામાન્ય માનવ મેદની ની વાત છે. ફિકર પેસવા ના બે કારણ હોય. એક તો વૃદ્ધિ આવે, અને ક્ષમતા જાય, એટલે “હું શું કરી શકીશ” એવો ભય ઉત્પન્ન થાય. બીજું કારણ એ કે મગજ માં જગ્યા ખાલી થઈ એટલે જાત જાત ના વિચારો ઘૂસે, અને માણસ ને કોરી ખાવા માંડે. એક બાજુ થી શાસ્ત્રો કહે કે માયા નો ત્યાગ કરો (માયા નામ ની નારી નો નહીં! એવો વિચાર પણ કરશો તો ત્યાં જ ભસ્મ થઈ જશો!), પણ ત્યાગ કેવી રીતે કરવો એ તો શસ્ત્રો કહેતા જ નથી (કે પ્રવચનકારો કહેતા નથી) તો ત્યાગ કરવાને બદલે માયા ને વળગીએ છીએ. એટલે માનસ માં સ્ટેડિયમ જેવો ઘોંઘાટ વધી જાય છે.

મને કોઈએ પૂછ્યું કે નિવૃત્ત થઈ ને શું કરો છો? “ખાસ કઈ નહીં! પત્ની ની સેવા”. (યોગ શીખવે છે એનો - અને થોડો ઘર નો - કારભાર સંભાળું છું!) હવે તમારી કોઈ ઇચ્છા? “હા, હાથ પગ અને ભેજું ચાલતું રહે અને મન માં શાંતિ રહે. પ્રભુ ઘેર જવાની રાહ જોઉ છું.” સ્વસ્થ માટે તો ખાંડ તેલ નો ત્યાગ કર્યો, ગોળી ઑ નો બૌછર અપનાવ્યો, અને ચાલવા તરવાનું કાયમ રાખ્યું. પણ મનમાં શાંતિ આવતી નથી! સીધી વાત છે! શાંતિ મેળવવા કે કેળવવા ની વિધિ ઑ સાંભળી તો ઘણી, પણ જ્યાં સુધી મન મગજ એ ઉર માં ઉતારવા તૈયાર ના હોય, ત્યાં સુધી આ વિધિઓ એક કાને થી આવે, અને બીજે કાને થી જાય. એટલે તો પ્રભુ એ બંને કાનો ને સીધી લાઇન માં ગોઠવ્યાને! આ તૈયારી રોટલી શેકવા માટે તાવી ગરમ કરી તૈયારી કરાય એટલી સહજ વાત નથી. આ મગજ ની કોઈ પણ સાંભળેલી વાત ઉર માં ઉતારવાની તૈયારી લાગે છે કે એની મેળે અનાયાસે થશે, પણ એ સાચું નથી! મહા પુરુષાર્થ કરવો પડે. શસ્ત્રો માં જ્ઞાન અને વિજ્ઞાન ની પરિભાષા એવી લખી છે, કે વિજ્ઞાન એટલે માહિતી – information, અને એ વિજ્ઞાન ને મન મનસ (મનોમય કોષ) પચાવી ને એન જ્ઞાન નું સ્વરૂપ આપે એને જ્ઞાન કહેવાય. આપણી આ વાત માં આ પરિભાષા ખૂબ જ લાગુ થાય. કાને પડે એ વિજ્ઞાન, પચાવાયું નહીં તે વિજ્ઞાન જ રહ્યું, અને મગજે જગ્યા ખાલી કરવા એને બહાર ફેંકી દીધું. પુરુષાર્થ ત્યારે થાય કે જે સાંભળીએ (કે વાંચીએ) એના પર વિચાર અને વિમર્ષ (આ બે ક્રિયા માં ફર્ક શું: વિચાર ઓળખાણ છે, વિમર્ષ એન ચાખીએ અને ચકાસીએ તે) કરી એ વિજ્ઞાન ને રાખીએ કે તજીએ ત્યારે. કેટલીય વાર આવો પુરુષાર્થ થઈ ને નિષ્ફળ જાય, પણ એક વાર વ્યક્તિગત સ્થિતિ અને વાતાવરણ માં ફટાક દઈને ફટાકડો ફૂટે, અને પરિશ્રમ સિદ્ધ થાય, જ્ઞાન ઉપજે.

મારી વાત કરું. અંગ્રેજી માં “stay positive” અને “some good will come out of it” તો હજાર વાર સાંભળ્યું છે, વાંચ્યું છે. વડીલો ના મોઢે “નાથ, તારું જ થજો” કે “જે લખ્યું છે, એજ થશે” “ભરોસો રાખ, સારા વાના જ થશે” પણ એટલી વાર તો સાંભળ્યું જ છે. (“3 ઘેલા” ચલચિત્ર યાદ છે ને? કેટલી વાર એના પાત્રો એ રટણ કર્યું “આલ ઈઝ વેલ”?)  પણ ભેજા માં પેસ્યું? Fail!

મારા બાપા એક મંત્ર આપી ગયેલા. કોઈ પણ યોજના કરવી હોય તો “think of the worst, first” એવું કહેતા. ગળથૂથી માં આ મંત્ર મળેલો, પણ વૃદ્ધિ થઈ ત્યારે બદલાઈ ગયો અને “worst may happen” એવી વૃત્તિ પેદા થઈ, અને નાના માં નાની વાત માં ભવિષ્યમાં કંઈક ખરાબ થશે એવા વિચારો આવે અને મન વ્યાકુળ જ રહે. એવું કઈ થાય નહીં ત્યારે હાશ થાય પણ એ અરસામાં ભેજું જરા ગેપ રહે!

વર્ષ એક પહેલાં અમારા ભાણેજ જમાઈ ના સ્વાસ્થ્ય ને ઘાત લાગ્યો. એના સ્નેહીજન એના સ્વાસ્થ્ય અને સાહસ ની પ્રશંસા કરતાં અટકાતા નહીં. પણ આ અમારા હીરા એ જે એના મનોબળ ના સ્વાસ્થ્ય અને ઉર્જા નો પરચો ઉભરાવી ને પોતાનું, પત્ની અને પુત્રનું, કુટુંબીજનો નું, મિત્રમંડળ નું જે સાહસ અને શ્રદ્ધા  જાળવી એ પુરુષાર્થ નું શિખર જ જણાય. એની સાથે અને અમારી દીકરી (અમે ચાર અમારા ચાર માં ની એક!) ની વાતોમાં થી અને જમાઈ ના podcast વૃતાંત માં થી એક જ અલૌકિક દ્રવ્ય દેખાયું કે જે માણસની મનોવૃત્તિ અને આચરણ સિદ્ધિ દાંડી જેવું હોય, એના મનમાં કોઈ સિદ્ધાંત કે વિચાર પર શ્રદ્ધા બેસવી એ અનાયાસે થાય છે. અમારા આ જમાઈ નું વલણ ચંદ્રકિરણ જેવું સીધું છે. એનો podcast સાંભળતો હતો. વાત આવી એની વ્યાધિ ની જાણ થઈ એ ઘડી પર. મનમાં બે ધક્કા લાગ્યા, એક તો મને આ વ્યાધિ છે તેનો ઝટકો, અને બીજો કે પુત્ર ને તથા માં બાપ ને કેવી રીતે જણાવવું. ત્યારે એ બોલ્યો કે થયું છે એના થી દૂર તો જવાય જ નહીં, પત્ની નો સાથ પૂર્ણ હતો એટલે સહજ રીતે નક્કી કર્યું કે કઈ છુપાવવું નથી, અને વ્યાધિ આવી છે એ સ્પષ્ટ રીતે કહેવું, પણ સાથે ઉપચાર નો રસ્તો કેમ અને કેવો થશે એ પણ જણાવવું. મારા મગજ માં જાણે વિસ્ફોટ થયો. અવાક થઈ ગયો, કે સરળતા ની કોઈ સીમા નથી આના કરતાં! “થઈ ગયું ત્યાં થી  આગળ જ જવાય અને જોવાય” એ વિચારસરણી મને વળગી ગઈ.  એની આપવીતી કહેવાની રીત એવી સરળ અને સહજ હતી કે જ્યારે એણે એનું મનોબળ “positive attitude” પર કેવી રીતે ટિંગાડ્યું એ વાત સાંભળી અને મારુ મગજ મારી વિચાર શૈલી પર વળી કે આ ભોણિયો એક અગાધ વ્યાધિ, અને આ મનોબળ ની શૈલી બદલી ને કેવી સહજ રીતે પાર પાડી શકે છે, અને હું નાની નાની નજીવી વાતો માં મણ ભરી ને ચિંતા લઈ બેસું છું. એક પ્રિય પદ મનમાં આવ્યું કે “મારી કોટડી માં સામાન ઘણો...”. પેલો podcast તો હજુ ચાલુ જ હતો, હું અવાજ સાંભળતો હતો, શબ્દો નહીં, મારુ મન ચઢેલું કે મારે આ “positive attitude” ની શ્રદ્ધા કેવી રીતે કેળવવી. ક્યારેક તો વાંચેલું – કોઈ વાર્તા માં – કે એક ડોશી આખી જિંદગી માં એક જ મંત્રનું રટણ કરતી કે “નાથ તારું જ થાજો”. બસ આ મંત્ર અપનાવવાનો નિશ્ચય કર્યો. આ જ્ઞાન સ્ફૂર્યું કારણકે, એજ અરસા માં હું એક તદ્દન નજીવું તૂત લઈને વ્યાકુળ રહેતો, અને બુદ્ધિ આખો વખત મને કહેતી “ગધેડો છે, ઉલ્લુ છે, બેવકૂફ છે” પણ મન વળતું નહીં. અને આ અચાનક વાત સાંભળી ને બત્તી નહીં પણ મનમાં ભડકો જ થયો, અને જ્ઞાન નો ઉદ્ભવ થયો!

હવે આ વિચાર પર વિમર્ષ શરૂ થયો! આઇડયા તો સુંદર છે, અને અપનાવવો જ રહ્યો, પણ શું બધુ “નાથ” ને હાથે છોડી દેવું? મારે પુરુષાર્થ ના કરવો? “positive attitude” નો અર્થ એવો તો નથી કે ભવિષ્ય નું અનુમાન કરી કોઈ બીજી મોકાણ આવે કે નહીં તેની તૈયારી ના કરવી, કે બધુ સારું જ થશે? જ્ઞાન એ થયું હતું કે પુરુષાર્થ વિના “+ve કે –ve કે શૂન્ય” મનોવૃત્તિ કંઇ ચાલે નહીં! નાથ પણ પુરુષાર્થ વિના ના માનવી ને “આવતા જન્મે પાછી ટ્રાય કરજે” એવું જ કહે. આ જાણવા છતાં અત્યાર સુધી ની આદત પર કાબૂ મૂકી આ શ્રદ્ધા અપનાવવી સહેલું નથી. દિવસ માં પચીસ વાર મન ને ધક્કો મારી આ મનોવૃત્તિ તરફ ફેરવવું પડે છે. દરેક વિચારને આ શ્રદ્ધા પર ચકાસવો પડે, અને હું માનું છું કે ધીરે ધીરે આ ફિકરિયો સ્વભાવ બદલાશે, અને એ પ્રત્યે મારો પુરુષાર્થ જ સફળ થશે.

મારી દીકરી વૈજ્ઞાનિક છે, વરિષ્ઠ અધ્યાપક છે. એની એક સહકાર્યણી એ સરસ વાત કહી. કે આપણાં ભેજામાં અણગણિત પિંડ છે, અને એ પિંડ કામ કરે ત્યારે આપણું મન ચાલે, વિચાર આવે વગેરે. તો જો કોઈ સ્થિતિ માં આપણું મન કઈ કરવા ની ક્ષમતા ના રાખતું હોય, તો આપણે આપણાં ભેજાપિંડ ને તકલીફ ન આપવી. પિંડ વાપરી ના નાખવા! સાંભળ્યો છે આ તર્ક કોઈ દિવસ?

    


Indian cricket replaced a calm and cool individual as coach with a person whose name translates to calm and cool. My fingers liked the idea of calm cool deep, and willed me write that way. One of Ninubhai’s song talks of  “desire born without thought”, and that brought me to today’s topic. Everybody knows that such instant desires of fingers and women must be fulfilled, so who am I to stray?

I have written about one aspect of this subject a while ago, but I am writing again to benefit those whose growth seventies and up, is trending similar to my own.

People at a similar stage in life, (similar in timeline, and major events like retirement, not size of nest egg!) often succumb to varies worries. Attainment carrying individuals excepted! Worries are born of two situations. One is as growth advances capacities reduce, and a fear of “what will I be able to do?” instils itself in minds. Second situation is the space available in the mind (which has a limited use now) is taken up by a medley of thoughts, mostly insidious and useless. The scriptures say “renounce maya(illusions)” – not spouses named Maya! You will turn to ashes if you even think about that renunciation! but never say how to renounce! Neither do the current spokesmen of those scriptures explain. Result is we cling to both Maya and maya(illusions), and the mind is filled with noise louder than a cricket stadium.

Someone asked me “what are you doing after retirement?” “Oh nothing much, just assisting my wife – who is a yog teacher, so I handle the admin chores for her, and of course a few such tasks for the house.

Any desires, any bucket lists to achieve? “yes! My only desire now is to continue being mobile, and keep my mind calm and peaceful! Otherwise, just waiting for my ticket to get punched! Have renounced sugar and oil to support my health, and adopted a breakfast of tablets, before or after a swim or a walk. Health seems to have been addressed, but the mind is neither calm nor peaceful! Reason is rather obvious. I have heard a plethora of “keep your mind calm” techniques and processes, but none have taken residence in my mind, which is not prepared for residents even as squatters come and go! In from one ear, out the other. Must be why Ishwar placed the two in alignment! Preparing the mind for residence by ideas heard often is not a process as simple as pre-heating a pan to roast a “rotli”! One may think that the mind will get ready to absorb an idea on its own – no effort required – is a total myth. One will have to exert mightily.

The scriptures have two words that are of great significance. One is “gnan” and the other is “vi-gnan”. A loose translation is knowledge and science, but the scriptures clarify: “vi-gnan” is “vi” = not, “gnan” is realisation or enlightenment. Hence, “vi-gnan” is simply information which has not yet been converted to knowledge through a process or cogitation and inquiry by the mind: i.e. converted to “gnan”! Cogitation is recognition, and inquiry is tasting and testing. There are many an occasion when such efforts get wasted, and no one makes a home in one’s mind. But, occasionally, there will be a coming together of personal situations, environment around you, and results of your efforts will settle on you in a pile, and realised knowledge – “gnan” will occupy your mind.

Let me share my story. I have heard the phrase “stay positive” a million times, often accompanied by “some good will come of it”! Elders have often repeated their mantra of “Ishwar will prevail”, or “keep faith, all will be well”. (remember the movie “3 idiots”? how many times did the various characters repeat “all is well”) But nothing made home in my mind. My dad had given me his mantra too – “think of the worst, first.” He was talking about planning, but as I went past retirement, it got converted to “worst may happen” fears, and I frequently stay agitated with worry that something difficult would happen in the future. Of course nothing bad would happen, a sigh of relief, but that perspective would reappear at the next “situation”, and my mind would stay agitated between the before and after!

A very close member of our “children” clan was diagnosed with a major illness. He was known for his physic and his adventurous life style, and all his near and dear ones like us never tired of admiring this aspect of him. But, after this diagnosis, the way he redirected his energy – both physical and emotional – as well that core attitude of adventure “I will manage with forbearance and joy any unknown that comes up” to make himself and his immediate family – specifically his wife(one of our we four, our four) and young son - comfortable with whatever the future would bring, has been awesome and truly inspiring. And the key to that process was his conviction of being “positive” always! We spoke to him, his wife (we4our4) often, and later after his treatment was well on its way, we listened to his podcast and interview. His perspective on full and complete disclosure to son and wife (She often knew more than he did!), his general character – straight as a moonbeam – and his convictions (I believe tempered in his pursuit of adventure) are nothing short of a revelation.

I was listening to a video of his interview with a journalist who was also of the adventure clan. He was talking about first learning of the diagnosis, confirmation of the same, and finalisation of the treatment protocols. He talked about how and when he spoke to his son (his wife of course was with him every microsecond of the way) and then to his parents, and what he said to them. I was stunned at his matter of fact delivery, his tale of what he said to his son and parents, the full disclosure – all the while there was a storm in his mind - and the casual colloquial words he used in the interview as well. No drama, some emotions, and absolutely no looking back as if he was crossing the Styx. He described how he developed the “stay positive” attitude, and how he implemented it – simply as a natural progression in his life. I had stopped listening to the words, even as the sound played on. I was off into my own thoughts. Here is a young guy full of life adventure and future, encountering a major illness, but handling it, and his own thoughts and approach as if it was simply one more ordinary phase of life, and here I was twice his age, -  my life has also been full of adventure and varied interests – but now mired in worries and fears of little trivial wavelets of daily living. There was a fire in my mind – what the hell was I doing? Bonkers or what? And “gnan” happened from the ashes of that fire. The mind was ready for a new resident, and many of the squatters were summarily evicted! Not true!! The intent was immediate, the implementation is an on-going process, and I touch that thought twenty times a day, and the eviction progresses.


A few days later the fire cooled, and a contrarian thought popped up. Does this “positive attitude” have a corollary that no need to worry or make effort, and things will happen simply because of my “positive attitude”? Do I abandon my father’s mantra of think of the worst first, and stop planning the future? Again a enlightenment under a pipal tree moment! Two achievements require great focus and effort. One is to pervade the “positive attitude” – which means “I will prevail – success or not” to all corners of the mind, and believe you mean it requires great and constant effort. The second achievement is a life style based on this perspective, which demands great and thorough planning of all future situations – my dad’s mantra is valid here – to ensure that “good will prevail”. Nothing happens because it is “written”. What the scriptures mean is you have to write the future with the ink of a “positive attitude” called “faith” and “trust” (the Sanskrit word being Shraddhaa) in Ishwar, and that demands great effort. So, +ve means “not –ve and not 0 either! My efforts have gone into second gear, and the drive goes on!


My first born is a scientist and a senior lecturer here in Singapore. One of her fellow geneticist and colleague shared an unusual and unscientific perspective with her. Our brain has many cells, no need to burn some of them out for situations where you cannot do anything! Preserve them! Ever heard this argument?


Home Up લાઇટ લખ be funny પ્રથમ ધ્વની sound awakens ખયાલો મેં! Castles in Air રાજા કે પ્રજા King / Parlt કુદરત નો કોપ Nature’s way વ્યોમ માં વ્યાયામ / Ether fit ઈર્ષા કે નકાર / anarchy છૂટક વાતો / Miscal તૈયાર થઈ જજો / Get Ready