કુદરત નો કોપ

Nature’s way

એન્જીન્યરીંગ ભણતો હતો ત્યારે ત્રણ વિષયમાં “A” અને બે વિષય માં “B” મળેલા. બાકી નાં વિષયો માં બાકી ની અંગ્રેજી બારાખડી. “A” વાળા ત્રણે વિષયો એંજિન્યરીંગ ની બહાર ના હતા. બે ભાષા ને લગતા, અને એક વસ્તીશાસ્ત્ર અર્થાત્ demography હતું. એ વિષય માં એવો એક સિદ્ધાંત વર્ણવ્યો હતો કે કુદરત પોતાના બધા જીવ ની વસ્તી ની સમતુલતા જાળવી લે છે. કશેક દુકાળ પડે તો કશેક પ્રલય, કશેક ગરમી તો કશેક હિમ, કશેક સ્વાસ્થ્ય તો કશેક વ્યથા.

આજની માન્યતા એવી છે કે પશ્ચિમ ના દેશો માં વૈજ્ઞાનિકો જન્મ્યાં અને પૃથ્વી અને માનવ જાતિ નો ઉદ્ધાર થવા માંડ્યો. કુદરત શું છે, શું કામ જાત જાતની સ્થિતિ ઑ ઉત્પન્ન થાય વગેરે નું વિજ્ઞાન શોધવા માંડ્યુ અને જાણવા માંડ્યુ. બે ખાસ વાત સમજનારા એક હાથના વેઢા પર ગણાય એટલા જ નીવડ્યા – બાકી પોતાના જ્ઞાન ના દંભ ના વમળ માં થી નીકળી કિનારે આવ્યા નથી. આ બે વાત કઈ? પહેલી વાત કે કુદરત ને મનુષ્ય માત્ર ખૂબ જાણે છે – જે માનવ કુદરત માં રહે છે, એનું માન રાખે છે, એની લક્ષ્મણ રેખા ઉલંઘતો નથી, જે કુદરત નું બળ અને કુદરત ની સમતુલતા સમજે છે એ મનુષ્ય માત્ર. બીજી વાત કે બ્રહ્માંડ માં કુદરત સિવાય બીજું કઈ છે જ નહીં. આપણે સર્વે માનવ પણ એજ કુદરત ના એક સૂક્ષ્મ અંશ છીએ, અને કુદરત ના કાળ ચક્રમાં છેલ્લી થોડી પળો માં આપણે કુદરત ને ખૂબ ભાંડી છે, એટલે કુદરત નો કોપ માનવ જાતિ ને લાફો જરૂર મારશે!

ભારત માં – અને ભારત જેવી બીજી પ્રાચીન સંસ્કૃતિ ઓ માં – એક ઘણી અનિષ્ટ સ્થિતિ સમાજમાં ઘર કરી ગઈ છે. આપણી સંસ્કૃતિ નું કુદરત વિષે નું જ્ઞાન ભૂલી ગયા છીએ અને ફક્ત નવું વિજ્ઞાન જ જાણીએ છીએ. વિજ્ઞાન ખોટું નથી ફક્ત આપણી સંસ્કૃતિ ના જ્ઞાન ના  પ્રમાણ માં છીછરું છે. જે હોય તે! ત્રણ કાર્ય કરવા રહ્યા. સૌ પ્રથમ તો જે જાણ છે એને પ્રસરવાની, જેથી સમાજ માં કુદરત ની સમાજ અને એનું માન રાખવાની પ્રથા ફેલાય. બીજું કે આ “માન” રાખવાની સૌથી પહેલી વાત કે કુદરત ને ભાંડવાનું બંધ કરો. ત્રીજી વાત કે જે પારંપારિક જ્ઞાન લુપ્ત થઈ ગયું છે એને પાછું સજાગ કરો. આ છેલ્લા કાર્ય માટે એક બહુ સહેલો ઉપાય છે. આ ભારત ભૂમિ ના સંસ્કાર માં ઘણા ઉત્સવ છે, બસ એ ઉત્સવ નું મૂળ હેતુ શું છે એ સમજીએ તો મોટી ફતેહ પ્રાપ્ત થશે! ઉત્સવ મનાવવો કે નહીં એ પોત પોતાની મરજી, પણ દરેક ઉત્સવ ની પાછળ શું જ્ઞાન છુપાયેલું છે, એ પ્રગટ થાય તો ફતેહ! મારું માનવું છે કે ત્રીજી વાત ફળીભૂત થવા માંડશે તો પહેલી અને બીજી વાત અનાયાસે પરિપૂર્ણ થવા માંડશે!

આ કુદરતે વસ્તી નું નિયંત્રણ કેવી રીતે કર્યું? કુદરત ની સમતુલતા કેવી રીતે  ચાલે એની સમાજ હજુ મનુષ્ય માત્ર માં આવી નથી, પણ આ નિયંત્રણ નો પ્રભાવ આપણે જોઈ શકાય છે. પણ એક વાત ખાસ સમજવાની – કુદરત ની એક ક્ષણ એ આપણા વર્ષો ના વર્ષો. બે દાખલા પ્રસ્તુત કરું, માનવા કે વાહિયાત કહેવા એ તમારે શિરે!

ભારત માં ગામ પ્રદેશ માં લગ્ન કેટલા અને કઈ વયે? કેટલા બાળક થાય? અને શહેરમાં એજ સમયે લગ્ન ઓછા, મોડી વયે, અને બાળક શૂન્ય થી બે સુધી જ. સમાજશાસ્ત્રીઓ જાત જાતના કારણો પ્રસ્તુત કરશે, પણ બીજી રીતે જુઓ.

માનવ વસ્તી વધી. જ્યાં 2 ખેતર 10 માણસો 8 ઢોર અને 2 કુતરાં હતા અને ૧ વીઘા જમીનમાં ૨૦ મણ ઘઉં અને ૧૬ મણ ચોખા – એક વસંત ની લણણી અને બીજી ભાદરવો ની થતી, અને કડવા લીમડા ના પાન ના પાણી સિવાય કંઇ છંટાતું નહીં, અને છાણ નું ખાતર નખાતું, બે પાક ની વચ્ચે વટાણા કે વાલ વાવતા અને હોળી માં દાણા છડયા પછી ના ડુંડા બાળતા અને બંને ખેતરો ની આસપાસ ની વાડ માં આકડો ધંતૂરો, મીઠો લીમડો લગાડેલો હતો, ઘર ના આંગણ માં કડવો લીમડો અને ઘર ની પાછળ પાંચ છ શાકના છોડ ને વેલા, ખેતરને પાર જંગલ માં ઘણું ઘાંસ, જંગલ માં થોડા આમ અને થોડા તેમ પ્રાણી ને સાપ, અને જાત જાત ના માખી ને અન્ય જીવ જંતુ અને પક્ષી ઓ! પાણી માટે નદી કે કૂવો કે પ્રદેશ પ્રમાણે નાનકડું તળાવ, એમાં કાચબા અને માછલી. સંપૂર્ણ કુદરત ની ટુકડી! વર્ષો વિત્યા, શબરીબાઈ ઘરડા થઈ પહોંચી એ ગયા, રામ પ્રભુ પણ આવી ને પાછા વૈકુંઠ પહોંચી ગયા, અને કુદરત ની ટુકડી માં ધીરે ધીરે બખડ જંતર થવા માંડ્યુ. બે ના બાર ખેતર થયા, ૧૦ ના ૧૦૦ માણસો, ૮ ના ૮૦ ઢોર, વચ્ચે ની વાડ કપાઈ ગઈ, ના મળે આકડો કે ધંતૂરો, જંગલ ની સીમા દૂર જતી ગઈ, ઝાડ ની વસ્તી પાતળી થતી ગઈ, મધપૂડા ગયા, ૧૨ માં થી ૨ પક્ષી ઑ રહ્યા, બાકી ના લુપ્ત થયા, જીવ જંતુ નો તો હિસાબ અદ્રશ્ય થયો, અને વીઘા દીઠ ૨૦ ને બદલે ૫૦ મણ પાક લેવા જાત જાત ની દવા અને માનવ મૂત્ર નામ ના દાણા નું ખાતર નખાવા લાગ્યું. ઢોર દુબળા થયા તો ખાસ કૃત્રિમ ખોરાક અપાવા માંડ્યો, અને ગાય નું છાણ છાણ ના રહ્યું. ના પોષાય માણસો, ના પોષાય ઢોર, ના પોષાય પક્ષી કે જંતુ કે ઝાડ પાન કે ફૂલ છોડ. માણસો શહેરમાં ગયા, ખુલ્લા આકાશ ની ચાદર નીચે સૂતા એ ઓરડીમાં પંખા નીચે સુવા માંડ્યા, જે સૂર્યોદય પહેલા અનાયાસે નિદ્રામાં થી ઉઠી કામે લાગતાં, એ ઘડિયાળ ના કકળાટે ઊઠે, સુરજ ના દર્શન તો થાય તો થાય, નીલા આકાશ નો તો આભાસ જ, અને કામે લાગવા ઘરે થી નીકળે. જેમ કારેલાં ને મીઠું દઈ એનું પાણી કાઢી લેવામાં આવે, એવું આ વાતાવરણ બદલીને મનુષ્ય માત્ર નું પાણી નીકળી ના ગયું? ખેતી કરતી પ્રજા જો ૪ કે ૫ બાળક સેવે તો આ શહેરી પ્રજા માણ બે સેવે. જો ખેતી કરતી પ્રજા – કુદરત ની ટુકડી ના સભ્યો – માં દસ હજારે એક વાંજ્ણો કે વાંઢી સ્ત્રી નીવડે, તો શહેરમાં હજારે એક? થઈ આ કુદરત ની વસ્તી નિયંત્રણ વ્યવસ્થા?

કુદરત ની બે ત્રણ પળ પહેલાં આજના સુદાન, અને હબસીના પ્રદેશ ખૂબ ફળદ્રુપ અને સમૃદ્ધ ગણાતા, આજની ક્ષણમાં દુકાળ, રણ, મારા મારી, ભૂખમરો જ દેખાય છે, એમાં કુદરત નો કોપ દેખાય કે નહીં? શું કારણ, કે કઈ રીતે કુદરત ની સમતુલતા હાલી એ તો સંશોધન નો વિષય થયો, પણ કૈંક સંદેહ તો થાય કે નહીં, કે આ કુદરત નું કાર્ય છે, પાછી સમતુલતા લાવવા માટે.  

મારી એક માન્યતા છે – જે મે આગળના બ્લોગ માં લખી છે. કે અમુક સમાજ નો સમૃદ્ધિ નો કોટા પૂરો થઈ જાય, ત્યારે એ સમાજ થડો કે ઘણો પછાત થઈ જાય, અને જો એ સમાજ નો કરતૂતો નો ઘડો ઉભરાતો હોય, તો કદાચ એનો પૂર્ણ વિનાશ પણ થાય. ભારત માં પાટલિપુત્ર ની શું જાહોજલાલી હતી! જ્ઞાન થી માંડી ને કળા ધાન થી માંડીને ધન અને ભૂમિ વિસ્તાર, રામાયણ મહાભારત માં પણ એજ ભૂમિ પર કેવા પ્રખ્યાત અને સમૃદ્ધ રાજ્યો નો ઉલ્લેખ છે. અને આજે? બોલવું નથી પણ समजने वालोंको इशारा काफी है। એવું મધ્ય અમેરિકા નો માયા ઇંકા અને એઝટેક સમાજ, કે મિસર સુદાન અને હબસી સમાજ.. ક્યાં હતા અને ક્યાં છે? કે છે જ નહીં! પાપા અને પુણ્ય ની ભાષા માં, જરા વિચાર થાય કે નહીં? કે કુદરત સામે પાપ કર્યા, સમાજ માં કુબુદ્ધિ પાકી - विनाश काळे विपरित् बुद्धि:। કોઈ કહે કે દુશ્મનો એ નાશ કર્યો, પણ એ સમાજ નબળો કે ધ્યાન બહાર થયો ત્યારે દુશ્મન સફળ થયો ને! ભારત માં તૈમુર થી માંડી ને નાદિરશાહ અને છેલ્લે ગોરીયા આપણને માત કરી રાજ કરવા માંડ્યા એ આપણા સમાજ ના અસંપ ની નબળાઈ ને લીધે નહીં? સંપ કર્યો તો બધાને ભગાડ્યા, અને પાછો અસંપ નો માર્ગ શોધવા માંડ્યો, લોકશાહી ને નામે!

જાવાદ્યો વાત, અને કુદરત ને પ્રણામ કરો, માન આપો, કુદરત ના અંશ બનો.

 


 


I got 3 A’s and 2 B’s throughout my Engineering study, and the rest were the remaining letters of the alphabet. The three A’s were all humanities subjects: 2 in languages and 1 in demography.

The latter covered an idea that nature knows how to balance itself, including controlling the population of its constituents – which fortunately includes us sapiens! A draught here, floods another place, a tsunami or a freeze or a hurricane here and there. Good health here and disease at another place.

The “common” understanding in the world today is that the subject of science was born in the west, and thus scientists – and humanity started getting “saved”! People started studying the various phenomena of nature and acquiring some knowledge of the whys and wherefores. Unfortunately, only a few souls understood two fundamental truths, while the rest were too full of themselves to reach a shore from their whirlpools of “expertise”. The first truth of course is that man does know nature well, but only the man who lives with nature, respecting it, does not cross nature’s red lines, understands both nature’s strength and it’s sense of balance amongst all its entities.  The second truth is there is nothing in the universe but nature! We humans are but a boson sized particle in this nature system. We have abused this nature in a nanosecond – nature’s time scale – of our existence, so we have to expect that nature will slap us into shape to synchronise with its system of balance everywhere.

All ancient civilisations like the one we have in India, have now become embedded with an anachronistic situation. We have forgotten the knowledge embedded in our heritage, and know only the information that modern science has unearthed. This information is not false, but it is shallow in comparison to the knowledge exists in our heritage (that our awareness of that knowledge is terribly little is part of the abuse that we have heaped on nature), and actionable parts are miniscule. Three actions – all by us individuals: first increase the awareness and knowledge about the balance of nature so that we learn to respect nature. Second, stop abusing nature in all forms and ways. Third,  rekindle the flames of our traditional knowledge about nature and how to live within its systems.

Our culture already has well established scheme for this. We have a large plethora of festivals, and if one traces the origin of these festivals, we will always find that its birth was in events or phenomena that respected and participated in nature as an embedded intrinsic part of nature. To celebrate that festival or not, is an individual’s choice, but to know about it is a must, because it will rekindle the knowledge about nature inherited via our traditions.  I believe that if we get the third action going, the first and second actions will kick-off on their own!

Humans have not yet understood how nature regulates the numbers of its constituents, but we can see the effect across nature’s timelines. I will present two examples of what I believe is nature’s balance re-establishment work, but up to you to give it credibility or not.

Consider the age at which people get married in rural farming communities of India (then and now) and how many children do they birth, and the same data for cities: lesser number of later age marriages, and children from none to two! Social scientists (really? Scientists? My genetics scientist daughter loves to tease her younger sister who says she is a social scientist - basically!) will have many explanations for this difference, but here is a different perspective.

Human population has increased from a situation where 2 fields, 10 humans, 8 cattle, 2 dogs grew 20 quintals of wheat and 16 quintals of rice per acre across two harvest seasons: early autumn and spring. Pesticide was water with bitter neem ‘azadirachta indica’ in official plant taxonomy, cow dung was the starting point of all fertilisers, a couple of bitter neem trees adorned the forecourt of houses, while the backyard was a vegetable patch, the forest beyond the boundary of the field had good and plenty grass, a few fruit trees, assorted animals, reptiles, and insects as well as flowers and bees and birds! Water was from a river or a pond or even a well. All water bodies had fish or turtles or both. An entire self-contained unit of nature – i.e. a sustainable ecological system. Time – as is its want – passed, Shabari grew older, passed away, Ram returned to Vaikunth, and the sustainability started collapsing. Of the fields, 2 became 12, humans went from 10 to 100, cattle from 8 to 80, the field demarcating line of vegetation disappeared taking the Akado and Dhanturo (calotropis gigantea and Datura innoxia) along, the edge of the forest receded, grass grew sparser, and so did the trees, as fruits and berries disappeared so did birds insects and honey bees. Chemicals killed pests, and urea pearls became the fertiliser, to yield 50 quintals wheat per acre of land. The cattle need feed supplements – again from factories with chemicals, and the dung started losing some of their known attributes. Neither humans nor cattle nor flora and fauna of the region could be sustained. Humans moved to the cities, sleeping under fans in tiny rooms instead of under the open skies that they were used to, waking up to cacophony of traffic and alarm clocks instead of calls of cuckoos and cocks, glimpsing the sun already up in the sky instead of the sunrise that they had welcomed earlier, taking mechanised transport to work, instead of the morning stroll to the fields. Was this not similar to marinating bitter gourds with salt to drain its juices, now draining human beings? IF the farming communities birthed 4 to 5 children, the city dwellers could manage not more than two. If the agriculturists – embedded members of the ecology of their locations found one infertile man or woman out of ten thousand, the city dweller score in one in a thousand. Could this not be nature’s population control?

A few of nature’s moments ago, Sudan and Ethiopia were known to be fertile and prosperous lands, but this day they have barren lands, violence pestilence famine and what have you. Is it not conceivable that nature is rebalancing its “unit” in these lands?

I have described one of theories in an earlier blog, but helps to state it again here. I believe that all societies (as different from nations, which is a modern identity) have a quota of prosperity. And when that quota runs out, the society sinks either into poverty and regression, or occasionally into nothingness – just disappears – depending on how profligate the society was with its prosperity. Consider our own land. Pataliputra had everything: knowledge, education, institutions, powerful military, plentiful crops and wealth and sky reputation in the world! Both Ramayan and Mahabharat have glowing references to kingdoms and kings of those lands.. and How today? Better let you decide. As someone has claimed, “Those whom the Gods (Roman or Greek) wish to destroy, first make mad”. Think of the Mayans, the Incas the Aztecs, the Pharonic Egyptians, Abyssinia, Sudan. Their prominence in History, and subsequent dispersion or disappearance. Using the language of “pap and punya”, can we not imagine that “pap” against nature may have precipitated their fate? Inspired stupidity? Some may say that enemies destroyed these societies, true but had they not already been weakened that enemies could defeat them? Do we need to look far? Was it not our – India’s- disunity that allowed hordes of Taimur and Nadir shah and later the whites of Europe to subjugate us, and once united, we could throw them out, only to hunt up the path of disunity in the name of democracy.

Forget it! Just honour and respect Nature, and be an integral part of a nature unit.


Home Up લાઇટ લખ be funny ખયાલો મેં! Castles in Air કુદરત નો કોપ Nature’s way રાજા કે પ્રજા King / Parlt પ્રથમ ધ્વની sound awakens