છૂટક વાતો |
Miscal |
શું લખું એ પ્રશ્ન મને બહુ સતાવે! એટલે આજે નક્કી કર્યું કે પરચૂરણ વિષય જેમ જેમ ભેજામાં પેસે તેમ તેમ લખતો જઈશ. આ ગાઝા ની વાતો વાંચી સાંભળી ત્રણ પ્રશ્નો મનમાં ઊભા થાય. 1. પ્રથમ તો એ વિચાર આવે કે બંને બાજુ આવા માનવતા હરિત નેતા ને પ્રજા કેવી રીતે નિભાવતી હશે? આવા વિશ ભર્યા કર્તવ્ય આચારે એને પ્રજા ના હિતકારી કેવી રીતે કોઈ માની શકે? પણ પ્રજા પણ બિચારી નિહત્થી નથી? હજુ ઉત્તર નો સમાજ દેશ માં સંગઠિત છે, રાજનૈતિક ઘાટ છે, પણ સૈન્ય જે કરે તે બદલાવવા અસહાય છે કે દુશ્મન ના રોજિંદા હુમલા થી નિરાશ થઈ, નક્કી કર્યું કે “એજ દાવ ના છે!” દક્ષિણ ની પ્રજા ને સમાજ કહેવો અઘરો છે. બિચારા ન ઘર ના ન ઘાટ ના ઘેંટા બકરાની માફક ભરાયેલા છે, ન કોઈ કામ, ન કોઈ આવક, અને નેતા હત્યા સિવાય કોઈ સિદ્ધાંત પાળતું નથી, પ્રજા ને હાનિ થી દૂર નથી રાખતું, લડવૈયા પ્રજા ની ઓથમાં છૂપાઈ દુશ્મન પર ઘાત કરે છે, અને છેડાયેલો દુશ્મન લડવૈયા સુધી પહોંચવા કાળા સાથે ધોળા ને પણ ઉડાવી દે છે, અને નેતા પ્રજા ને સુરક્ષિત રાખતા જ નથી. 2. મારી જાણ પ્રમાણે દક્ષિણ ની પ્રજા માટે ઈતર પડોશી પ્રજા માં કોઈ ખાસ માન સન્માન નથી, બસ એક જ પ્રભુ ને પૂજે એ એક જ નાતો. એ દુઃખી પ્રજા ને દરિદ્ર ગણી ધન ની સહાય કરે છે, પણ નેતા એ ધન ને અનાજ ને બદલે હથિયાર લેવામાં વાપરે તો દાની પ્રજા કંઇ કરતું નથી – જાણે અણ બોલે એ નેતા ઑ ની મારો કાપો ની નીતિ ને ચાલવા દે છે. મને ખેદ એ છે કે આવા વર્તન ની અંદર “મારે તો એ લોકો મારે છે ને, મને શું? પ્રભુ સંગી છીએ એટલે દાન કરવું જોઈએ, પણ પછી શું થાય છે, એની ફિકર કયાં કરવી!” એવા વિચાર પ્રવર્તે લા છે. દરિદ્ર પ્રજા ના જીવલેણ નેતા ને નીતિ કે વલણ બદલવા મજબૂર કરતાં લાગતાં નથી. મારી જાણ માં વિશ્વ ઈતિહાસમાં કોઈ પ્રજા મારામારી થી મેળવેલી “આઝાદી” પામી નથી કે પામી છે તો દીર્ઘજીવી રહી નથી. એક દુશ્મન ને પરવારતાં પોતાના સમાજ માં જ નેતાઓ ની ગુલામી સહન કરવાનો વારો આવ્યો છે. 3. ક્યારે બધા નેતા ઑ માં દયા અને સમતુલતા પ્રગટ થશે, કે જો પ્રજા દુઃખી તો સમાજ નષ્ટ થતાં વાર નહીં લાગે. દુશ્મન છે, એ તો ઘાત કરતો રહેશે, પણ પ્રજા એ પોતાનો બચાવ કરવા મારામારી સિવાય બીજા કીમિયા પોતે જ કાઢવા પડશે ને! અને એને માટે નેતા માં બદલાવ લાવવો કે નેતા બદલવા, એમાં પ્રજા ની લાચારી અગ્રણી રહી છે. બદલાશે? રામ જાણે! કદાચ પ્રભુ પણ “નેતી! નેતી!” જ કહે છે.
મને ઇતિહાસ માં ઘણો રસ છે, પણ એક વાત મને સ્પષ્ટ રીતે ખબર છે, કે ઇતિહાસ જાણવા ત્રણ શાખા વાંચવી. 1 એક તો “વિજેતા” એ લખેલો ઇતિહાસ: પોતાના સમાજ ની લાલી કરે, અને આક્રમણ માટે કોઈ યોગ્ય કારણ દર્શાવે. પ્રાચીન કાળમાં યજ્ઞ કે ચક્રવર્તી બનવાની ઇચ્છા યોગ્ય ગણાતી, પણ અર્વાચીન સમયમાં કોઈ ન્યાય પૂર્વક કારણ શોધવું પડે છે! (પુટીન ને છોડી ને!). ક્રૂર સત્તાધીશ થી પ્રજા નો બચાવ, ગુલામી થી આઝાદી, કોઈ જૂની સંધિ ના લખાણ ને સાક્ષર કરવા, વગેરે. અર્થાત્, બરાબર પાટિયા ગોઠવવા પડે. પણ એ “વિજયી” સમાજ અને એના નેતા ના વિચાર, વૃત્તિ અને સંસ્કાર ની ઘોષણા પણ જાણવા મળે. 2 બીજો – જો હોય અને મળે તો – “પરાજીત” સમાજ ના કોઈ લેખકે લખ્યો હોય તે: પ્રાચીન સમય માં મોટે ભાગે લશ્કર નો – સૈનિકો નો – સંહાર થતો. કોઈ ખાસ ક્રૂર રાજા કે સેનાપતિ હોય તો આમ પ્રજા ને ધૂણી નાખે. એટલે કોઈ ને કોઈ તો બચે, પણ જેંઘીસ ખાન કે તૈમુર લંગ જેવા હોય તો કોઈ બચે નહીં, અને પછી કોઈ ત્રાહિત પ્રવાસી વાતો સાંભળી ને ઇતિહાસ લખે. 3 ત્રીજો જે સાહિત્યકારે ઐતિહાસિક વાર્તા લખી હોય, તે. છેલ્લે આવે કથાકાર, સાહિત્યકાર, નવલકથા લેખક, જે ઇતિહાસ ને એક વાર્તા રૂપે લખે. આ ફિલિસ્તીન પ્રદેશ માં છેલ્લા બે હજાર વર્ષો માં એટલી બધી ઊથલ પાથલ થઈ છે કે કોણે શું આદર્યું અને કોણે શું વેર વાળ્યું એ સમજવું અસંભવ છે. ગણિતશાસ્ત્ર માં (એક ને એક બે વાળું ગણિત નહીં!) એવું ભણીએ છીએ કે નેગેટિવ આંકડા ને પાછો (ગુજરાતી શબ્દ negative માટે મળ્યો નહીં!) નેગેટિવ કરીએ તો પોઝીટિવ થઈ જાય, પણ સમાજો ની દુશ્મની માં એવું અસંભવ જ છે. મેં મોટે ભાગે એ ભૂમિ નો ઇતિહાસ નવલકથા માં થી જ વાંચ્યો છે – લિઓન ઉરી નામના લેખકે એક્ષોડસ નામની વાર્તા લખી જે ઇઝરાઈલ ના જન્મ ની કથા છે – એ માં થી જ. પછી ઇન્ટરનેટ માં આમ તેમ વાંચ્યું છે, અને એક જોર્ડન ના ઇતિહાસ નું પુસ્તક – કોઈ ગોરીયા એ લખેલું – થોડું વાંચેલું. “ગોરીયો” અપમાનિત શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે મારા વાંચન પછી ના વિમર્ષ ના સારાંશ માં ગોરીયા વ્યક્તિ ઑ એ ઘણી વાર વિદ્વાન નો વેશ ધારણ કરી એ વખત ની સત્તા નો અભિપ્રાય જ આગળ કર્યો છે! આજે સ્થિતિ એવી છે કે એક સમાજ લગભગ આજીવન પીડા માં થી ઊંચું આવ્યું છે પણ પ્રભુ એ એમને અમુક ભૂમિ બક્ષી છે એવો દાવો કરી ને પોતાનો દેશ સ્થાપ્યો છે. અને હવે એ દેશ ની રક્ષા માટે આંધાધુની લશ્કરી પ્રવૃત્તિ ચલાવી છે, અને માનવતા ની બલી ચઢાવી છે. એની સામે, “અમે ગુલામ, અમે પીડિત” કહેતા – અડધા પોતાના કર્મો ના ફળે, અને અડધા દુશ્મન ના હાથે પીડાતા સમાજ ના લડવૈયા, જે હિંસા સિવાય બીજું કંઇ જાણતા નથી - વિશ્વના ઈતિહાસમાં આવી સ્થિતી માં બંને દુશ્મનો નો આગળ પાછળ નાશ જ થયો છે. ચાલો, બીજી કોઈ વાત કરું. છેલ્લા ૧૫ – ૨૦ દિવસ થી TV પર ઘણું ક્રિકેટ જોયું. જિંદગી માં સ્ટેડિયમ માં મેચ જોવા બે કે ત્રણ વાર જ ગયો છું. એક વાર મુંબઈ માં ઈસ્ટ સ્ટેન્ડ માં – ચોખવટ કરવી પડે? કે સ્ટેડિયમ કયું? ઓસ્ટ્રેલિયા સાથે ટેસ્ટ મેચ હતી, ઓનીલ ની બેટિંગ અને રમાકાન્ત ની બોલિંગ જોવા ગયેલા. આઠ આના ની ટિકિટ હતી. કોન્વેન્ટ સ્કૂલ માં ભણતો હતો એટલે ગુરુ વારે રજા હોય, અને મારા મિત્ર – જેણે સ્કૂલમાં થી ડાંડી મારેલી – સાથે ગયેલો. પછી વર્ષો પછી બેન્ગલોર માં ભાણીયા સાથે એક વન્ડે મેચ જોઈ, અને એક વાર મેલબર્ન માં ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ વન્ડે જોએલી. બાકી બધુ ટીવી માં જ. પણ આપણાં બધા ની ખાસિયત પ્રમાણે પોતાની જાત ને ક્રિકેટ નો નિષ્ણાત તો ગણું જ. એ બાહોશી નો એક નિચોડ એવો, કે જે ફાસ્ટ બૉલર ગ્રેસફૂલ – ગુજરાતી શબ્દ ના મળ્યો! - |
My number one dilemma is about what to write! SO, I decided on miscellaneous topics for this month’s blog. I will write about whatever pops into my head. The Gaza situation and preceding events in that land of the past hundred years has raised three questions in my mind. 1. How does a populace tolerate such amoral leaders bereft of any sense of humanity? How does one believe that these leaders are dedicated to the welfare of the populace? And, isn’t the populace helpless in this matter? At least, the society to the north is organised, has structure and is bound into a nation. And the populace is either unable to modify the military strategy or have adopted the attitude of “let them do whatever they decide to stop the regular harassment and attacks by the enemy”, and think “that is what they deserve of their own making!” The collection of humans to the south are a sorry lot, packed densely into a small area, no home, no economic activity, no social structure, and leadership of warriors who are “ok” to protect themselves behind the populace, instead of protecting the populace, to be slaughtered by the enemy hell bent on destroying the warriors. 2. I heard that most of the neighbours of the melee in the south have little warmth or respect for them, and while they are bound by a common faith, there is little else that binds them. The neighbours donate money and resources partly because their faith exhorts them to help and support their brothers- 3. When will leaders of such human collections develop compassion and wisdom to realise that a society of repression and cruelty will self- I have strong interest in history, but have come to recognise that to understand the real history, one has to peruse three branches of history. 1. First is the history written by the victorious. The historian will record the merits of his / or (rarely) her own society that “won”, and justify the conquest as reasonable or inevitable via a plethora of “reasons”. People in ancient times, accepted simple motivations like a desire to conquer and acquire or to fulfil a “yagna” requirement (in India). But in modern times, a “just” reason is expected (from leaders other than Putin!). Save peoples from slavery or cruelty, give a nation it’s freedom, or satisfy the requirements of a treaty and such like! So, the spin of history is a given in histories written by the victorious! However, one did learn the mind- 2. The second source of history is the one written by the vanquished – if indeed such a document can be found. Again there were instances in ancient times, that destruction of a country was total, when the generals or kings were cruel, even though most such battles and wars were between armies, at locations away from civilian dwellings. If the attacker was Genghis Khan or Taimurlane, few survived to write history from a vanquished perspective. One would learn about such events only from a third party report of a traveller or merchant recording what they hear from survivors etc. 3. The third source is a historical novel written by litterateurs at various points of time, with characters both real and fanciful. There have been a huge plethora of historical events in the Levant in the past 2000 years, making it impossible to really know who did what to whom and when and how often! Mathematics (other than daily arithmetic) tells us that negative of a negative makes a positive, but that never applies to societies. My knowledge of history of these lands comes from a book of historical fiction called Exodus by Leon Uris, who wrote about the birth of Israel. I did supplement this information partly from the internet, and I did read a few chapters of a book on Jordan’s history written by a white “scholar”. The derogatory tone is deliberate, because after due cogitation of all such material that I have read, I concluded that a number of “scholars” from colonising white countries of Europe and European heritage had a habit of promoting the perspectives of their home countries under the guise of academic professionalism. The reality today is that a people have emerged from a long and painful past to establish a country in a land they claimed was God given! Now they have perused a policy of unbridled military activity to “defend” themselves. However, compassion and humanity have gone for a toss under the cover of military necessities. On the other side are a bunch of leaders, who have adopted a policy of violence at all times, abandoned their duty of protection towards the populace they claim to lead, and achieved little except death and destruction all around. It is always the populace that dies, suffers destruction, displacement and misery of every kind. Half delivered by the enemy, and half of their leadership’s own doing – warriors who hide behind the populace, for their own protection, instead of protecting those whom they claim to lead. The world hails warriors who sacrifice themselves to protect their fellow human beings, but here? Catch hold of any villager or farmer on earth, and ask him what happens when someone pokes a snake nest with a stick. The snake bites a victim – often a by stander! - Better take on another topic. I have been watching the T20 World Cup cricket on TV for the past 15- |