ઈર્ષા કે નકાર વૃત્તી |
Jealousy or anarchy |
મારી ઉર્ફે આપણી પેઢી એ પાટી પેન થી જિંદગી શરૂ કરી. ડબલ પાટી આવી એ પહેલી ટેકનોલોજી હાથ લાગી. જે વ્યક્તિ વિજ્ઞાન કે એવા યાંત્રિક વિષયો માં પડ્યા એ જૂથ ની વાત અલગ થઈ, પણ જે નો હુન્નર બીજા વિષયો માં ફાલ્યો એ લોકો ને ટેકનોલોજી સાથે મથવાનું ઓછું થયું. ૨૦ ના થયા, ત્યાં સુધીમાં બદધ્ધિ ટેવો “પડી” ગઈ હતી, અને ૩૦ પહોંચતા સુધી માં પાકી થઈ ગયી હતી, અને ૪૦ પછી નવી ટેવો કેળવવાની અશક્ય જેવી જ થઈ. પણ લોચો પડ્યો કે દૈનિક જિંદગીમાં યંત્રો ની કલ્પના પણ કરી નો’તી એવા યંત્રો અનિવાર્ય થવા માંડ્યા. એક પ્રયોગ કરી જુઓ. ઘરમાં કોઈ 18 વર્ષ થી નાની વ્યક્તિ હોય, તો એને એક કામ સોપો. આ એક પત્ર છે, આ પરબીડિયા માં. સરનામું લખેલું છે. ડાકઘર માં જા. સ્ટેમ્પ લગાડ. પોસ્ટ કરી આવ. પહેલો સવાલ આવશે, “ડાકઘર એટલે શું?” બીજો, “સ્ટેમ્પ એટલે?” અને ત્રીજો, “પોસ્ટ” એટલે? આખરે છણકો કરશે કે e- તમે એ “બાળકને” વ્હાલા હશો તો “લાવો હું ઇ- મને ઓફિસ માં થી હેન્ડ ફોન આપવામાં આવ્યો. શ્રીમતી સખી સાથે બહાર જવાના હતા એટલે મેં કહ્યું, આ ફોન લઇજા! “ના હોં! મને આ કંઇ ફાવે નહીં!” આજ અરસામાં અમારી મોટી દીકરી યુનિવર્સિટી માં દાખલ થઈ, અને વિજ્ઞાન ની શાખા લીધેલી, એટલે પ્રયોગશાળા માં મોડે સુધી રહેવું પડે એમ હતું. હેન્ડ ફોન તો ઘણા મોંઘા હતા, પણ “પેઇજર” સસ્તું અને સુઘડ હતું. કલાકમાં લાવી ને આપ્યું, અને બીજા દિવસ ની સાંજ સુધીમાં શ્રીમતી દીકરી ને “પેઈજ” કરવાના નિષ્ણાત! માસ્ટર કરવા ઓસ્ટ્રેલિયા ગઈ, તો એનું વિમાન ત્યાં ઊતર્યું એ પહેલાં SMS ટેક્સ્ટ કરતાં આવડી ગયું હતું! આ તો નવી કહેવત તો ઉદ્ભવ થયો: પારકી માં કાન વીંધે ની જગ્યાએ, દીકરા દીકરીઓ કાન વીંધે! એક વાર મેં ઑફર કરી, “હું શીખવું!” મોટે થી “ના” આવી, મારી દીકરી શીખવે, તને શીખવતા આવડતું નથી! ઠોઠ નિશાળિયા ની જગ્યાએ ઠોઠ શિક્ષક! ટેક્નોલૉજી જેટલી ઉપયોગી છે, એના કરતાં સો ગણી ખતરનાક નીવડી શકે છે! મનુષ્ય ના હાથમાં પહેલો પત્થર આવ્યો, અને સસલા પર ઘા કર્યો તો એને ખાવાનું મળ્યું, પણ બીજી પળે, બાજુ વાળા ને હરણ ખાવા મળ્યું, એટલે પથ્થર એની તરફ ફેંકાયો! આજના સમયમાં “સોસ્યલ મીડિયા” એ અકસ્માત કે દુર્ઘટના વખતે ચેતાવણી કે સૂચના કે રાહત માટે જે મદદ કરી એ સૌ જાણે છે અને એ ટેક્નોલૉજી ને આભારી છે, ( વિવાદ એ છે કે ટેક્નોલૉજી ઝેરી નથી, માણસ એ ઝેર ફેલાવે છે, પણ એક સત્ય છુપાવાય છે કે આ ટેક્નોલૉજી ની વડે આવું છૂપું ઝેર ફેલાવવું ઘણું સહેલું બન્યું, જે એના વિના ઘણું અશક્ય હતું – ખાસ છૂપું રાખવા નું. અમેરિકાના બંદૂકપ્રેમીઓ પણ આવોજ દાવો કરે છે – અસંખ્ય લોકો બંદુકો ની ગોળીએ મરાય છે ત્યારે – કે બંદૂક મારતી નથી મનુષ્ય મારે છે પણ બંદૂક ની વડે મારવાનું આસાન થયું એ સત્ય છુપાવી દેવામાં આવે છે.) પણ એજ ટેક્નોલૉજી વાપરી ને કેટલા બાળકો ની જિંદગી બરબાદ થાય છે, અને કેટલા વ્યક્તિઓ ની જિંદગી જૂઠઠા આરોપે નષ્ટ કરી છે? કારણ કે “સોસ્યલ મીડિયા” માં જોયું કે એના પર વિચાર વિમર્શ બંધ, અને “ફોરવર્ડ” કરવા આંગળીઓ પ્રકાશ ની ગતિએ ચાલુ! પણ આ દુરોપયોગ બાજુ એ રાખી બીજો મોટો સામાજિક ફટકો જોઈએ! કોઈ વ્યક્તિ ના હાથ માં ફોન કે કમ્પ્યુટર આવ્યું કે આ “સોસ્યલ મીડિયા” હાથ લાગે. આ સો.મી. ની સૌથી મોટી ખામી – જાણી જોઈ ને રખાયેલી – “સ્વ” ની મુક્તિ ના નામે (જે અમેરિકા થી નીકળેલું સૌથી ઝેરી વાયરસ છે) – કે પોતાની અસલિયત કે ઓળખ સંતાડીને જે નામે આ સો.મી. માં હાજરી રાખવી હોય તે રખાય. આ સામાજિક રોગ કેમ કહેવાય? સૌ પ્રથમ તો “સ્વ” પર અનહદ ભાર અપાયો, અને મનુષ્ય ના અહમ ના ઘોડા છુટ્ટા! બદધ્ધા ઐતિહાસિક સંસ્કૃતિ ના સમાજ છે, એમાં “સ્વ” ની સાથે સેવા અને સમાજ એ બે અતૂટ સંકળાયેલા હોય છે. અને “મુક્તિ” સાથે જોડિયા ભાઈ બહેન તે કર્તવ્ય અને જવાબદારી. અમેરિકા ના સામાજિક અને રાજકીય નાયકો એ પોતાની પ્રજા માટે “સ્વ” નો એક માત્ર અર્થ વ્યાપક કર્યો – હું, મને, મારે. અને “મુક્તિ” નો અર્થ રાખ્યો છૂટ! જવાબદારી કે કર્તવ્ય નો પડછાયો પણ દેખાય નહીં! કેવી રીતે દેખાય? નથી એ સમાજ નો કોઈ લાંબો અને પરિપક્વ ઇતિહાસ, નથી કોઈ સંસ્કૃતિ, કે ભૂમિ પ્રતાપ, તો ક્યાંથી આવે આ “સ્વ” કે “મુક્તિ” શબ્દ ના જોડિયા અર્થ નો ખ્યાલ કે ભાવના! આપણાં સમાજ ના દુર્ભાગ્યે અમેરિકા થી કોઈ પણ વિચાર પ્રસરે એ પ્રભુ ની પ્રેરણા ગણાય છે, અને વિચાર વિમર્શ કે ગંભીરતા વિના અપનાવાય છે. યોગ નો જ દાખલો જુવો. ભારત માં યોગ ની પ્રથા, આવડત, ગુરુ હજારો વર્ષો થી છે, પણ યુગ કે યોગ નામ નું નાટક પ્રચલિત ક્યારે થયું? કે અમેરિકા માં પ્રખ્યાત થયું પછી. અમારા યોગાચાર્ય ના સુપુત્ર ના શબ્દો માં અમેરિકા એ આપણું યોગ લઈ ને યોગા... પાછું આપ્યું! જાવા દ્યો એ વાતો. વાસ્તવિકતા એ છે કે આપણાં સમાજમાં પણ આ “સ્વ” અને અહમ દાવાનળ ની માફક પ્રસારવા માંડ્યો છે. મારો અભિપ્રાય, મારી છબી, હું કરું એ બીજા ની નીંદા, મને લાગતું વળગતું હોય કે નહીં, પણ મારો “ઓપીનિયન” જાહેર કરવાનો, કારણકે સો.મી. માં એને માટે અદભુત સુવિધા છે. મારે વાળવાના વેર, મારા પર થયેલો અન્યાય – સાચો કે કલ્પિત – જાહેર કરવાનો, અને બીજા નું નામ કે પ્રતિષ્ઠા નષ્ટ થાય તો કેવી મજા આવે! અને સો.મી. માં કોને ખબર છે કે આ કોણે મૂક્યું! એટલે મારા પર આરોપ તો આવવાનો જ નથી! અને મને કંઇ પણ લખવાની છૂટ / મુક્તિ છે! અને બીજા સો.મી. ના વાસી ઑ આવી વાતો ને જરા પણ ચકાસ્યા વિના માની લે છે, અને “ફોરવર્ડ” કરવા આંગળિયો પ્રકાષ ની ગતિએ ચાલે! આતો હજુ સામાજિક સત્યાનાશ ની શરૂઆત છે. જુઠ્ઠું લખવા, કે વિડિઓ બનાવવાનો ધંધો આદર્યો છે, અને જ્યાં કમાણી થાય ત્યાં માણસો ઉમટી ના પડે? જૂઠઠા નો ધંધો! રહ્યું કંઇ બાકી સમાજ ની હાનિ માટે? નકાર નો વિજય! ઈર્ષા ના પૂર!
|
My i.e. our generation started life with a slate and chalk. Advancing technology was acknowledged when we got a folding book type slate! Leaving aside those who chose to be trained in STEM – medicine included – people in other vocations do struggle with technology. Habits form by the time one is 20, and firm up by 30 and by the time one crosses 40, it becomes a challenge to acquire new habits. But life and technology moved faster than imagined, and life started becoming nearly impossible without quickly adopting these rapidly evolving technologies. Do this test: catch hold of a kid below 18 years, and set her this task. Here is a letter in this envelope with the address written on it! Go to the Post Office. Buy a suitable stamp, stick it on this envelope. Mail the envelope. You are likely to get questions in this order. What’s a post office? What’s a stamp, and what do you mean by "mail it”? And the final ridicule, “why can’t you send an e- If you are in the kid’s “like” list, you will get a condescending “let me help you send an e- My office gave me a hand- As much as technology brings great benefit to mankind, it brings even larger danger. From the time that humans found the first technology – the piece of rock that was hurled at a rabbit, and made him food, man has found other destructive uses for whatever technology floated up. That rock was soon hurled at another human who had a deer to eat, not just a wee rabbit! Today’s ultimate technology seen in “Social Media” has had great benefit for disaster relief, political persecution, and emergency information and alarms. But the same technology has destroyed (i.e. enabled the destruction – the stupid argument of gun culture defenders that “guns don’t kill, people do” avoids the truth that guns make it easier to kill, has a parallel in Social Media (SM) enabling the easy “no comeback” spread of social poison, hatred and incitement) so many young lives by enabling the spread of lies, hatred and incitement! So many reputations, careers, identities have been destroyed, and so much violence generated that one must question the unbridled use of SM. The controllable evil is the complete absence of thought and assessment of what one reads on SM, before fingers move at light seed to forward that piece of possible poison! There is a more significant social evil to be identified and addressed. Access to SM has become universal, so all and sundry have access to it. Two social attributes have exploded in today’s world because of this. One is the ability to hide ones identity, and say or present any story that one wishes. This has exploded the idea of personal liberty (as in “do whatever you want) and the hide your identity has enabled the “no come backs”. This relates to the idea of “free” or “freedom” that has spread from the US like a virus. All ancient civilisations and their mature societies have the concept of freedom (as free from oppression) tied intimately with responsibility, consequence of actions and a sense of duty. US being a hotchpotch of various societies and civilisation does not have this fundamental principle woven into its social fabric. Only the free from oppression meaning has been adopted and extended to “do what you want”, without associating the responsibility attribute. Unfortunately, many urbanites in modern India have adopted an attitude that whatever comes from the US is good, and must be accepted without thought or due diligence. Just as yoga practices – in spite of the good numbers of highly attained guru’s and their knowledge of this science - To move on, the concept now is dominated by I, me, mine, and to hell with everyone else. I have an opinion, I need revenge, some has offended me, and I need to retaliate. SM is the answer to all such intent. The result is that a huge chunk of content on SM, is either false – deliberate or through complete ignorance – or outright poisonous inciting violence and hatred. This is not a number game, but a perspective on effect of such content. There have always been bullies in school or at work, but now on SM, there is an explosion because the perpetrator is hidden! And the effect is multitude times greater than if done in person. There is a roaring business – with large incomes accrued to the creators – of creating and propagating false information. And where there is money, people flock to that domain like flies to garbage. It is the economics of hate, falsehood and manipulation. Is there a greater evil in society? Is this not anarchy in the modern world of technology… and I have not said a word about the infamous AI, which is weaponisation of lies, that has arrived at light speed. Jealousy, anarchy and social depravity is pushing the good, the moral, the values in society. |