રાજા કે પ્રજા |
Monarch or democracy |
સાંભળ! (મે “હા” પાડતા પહેલા શરત કરી હતી કે “તમે” કે એવા કોઈ માનાર્થ ના શબ્દો થી બોલાવવા નું તદ્દન વર્જિત! કબૂલ? મમ્મી ની ઇન્સ્ત્ર્ક્ષન નું ઉલ્લંઘન કરું કે આ નંગ નું માનું? આ નંગ સાથે જીવન કાઢવા નું છે, એમ કરી નંગ નું માન્ય રાખ્યું! એટલે હું “સાંભળો છો કે” સાંભળતો નથી! સાંભળ! જ સંભળાય છે. નસીબ જોઈએ ભાઈ!) બે મહિના સાંભળ્યું અને “લાઇટ” લખ્યું, અને ભેજું પણ લાઇટ થઈ ઊડી ગયું! એટલે તો માર્ચ ની પહેલી તારીખ ભેજા માં આવી જ નહીં! હવે મધ દરિયે બળવો કરી ગંભીર વાત કરું! માનવ મનુષ્ય અને માણસ માં શું ફેર? માનવ એ પ્રાણી ની જાત, મનુષ્ય એ માનવ પ્રાણી માં પ્રભુ એ બુધ્ધિ રેડી તે, અને માણસ એ મનુષ્ય શબ્દ નો લૌકિક વપરાશ. અર્થાત્, માણસ માં પ્રાણી વર્તન અને બુધ્ધિ થી બાંધેલું વર્તન બંને દેખાય. પ્રભુ ને જરા સંદેહ થયો કે પ્રાણી વર્તન – શિકાર જોયો કે હડપ્યો જ છે! – જો બળવાન થશે તો પૃથ્વી લોક ની મોકાણ! એટલે એમણે સદબુદ્ધિ ના સદાવ્રત ખોલ્યા (મમ્મીએ શું કહેલું? ભગવાન પાસે શું માંગવાનુ? સદબુદ્ધિ અને સદ્પ્રેરણા! ભિખારી ની જેમ સાઈકલ, પૈસા, પરીક્ષામાં ૯૦% માંગવાના નહીં!) પણ મમ્મી નું સાંભળતા બાળકો જેમ મોટા થતાં જાય તેમ દુવિધા માં રૂંધાઈ જાય. એક તો પ્રભુ પાસે માંગુ નહીં તો આપશે કોણ? પપ્પાએ તો ઘસી ને ના પાડી! અને આ બુધ્ધિ સદ્ છે કે નહીં તે કેવી રીતે જાણવું? સાથે કોઈ લેબલ તો છે નહીં! જાવા દ્યો! પરિણામે some થોડા માણસો સદબુદ્ધિ પામ્યા, બાકી ના જે બુધ્ધિ હતી તેના થી ચલાવ્યું! કભી નરમ કભી ગરમ! માનવ જાતમાં જેવી બુધ્ધિ આવી કે સૌ પ્રથમ જીવન નું થોડું નિયંત્રણ થાય એવી ઇચ્છા જાગી. તો આ નિયંત્રણ એટલે શું? કે પહેલા તો આ ગુફામાં રહેતા માનવ ને એક ઓળખાણ મળે કે ગુફા- આ લોકતંત્ર નો વિચાર કેમ આવ્યો? કારણ રાજા કહો કે સરદાર કહો કે નાયક કહો, જે એક વ્યક્તિ પર નિયંત્રણ માટે મનુષ્ય ગણ ના સભ્યો એ ભરોસો કર્યો, એણે એનું લોક કલ્યાણ નું કર્તવ્ય દૂષિત કર્યું, સદબુદ્ધિ ને બદલે કુબુદ્ધિ નો ઉપયોગ કર્યો ભરોસો ભંગ કર્યો વગેરે. વિચાર હવે ફર્યો કે હજી જોઈએ છે તો એક જ વ્યક્તિ – નિયંત્રણ અને માર્ગદર્શન માટે, ફક્ત એવી વ્યક્તિ કેવી રીતે શોધવી એ પ્રશ્ન ખુલ્લોજ રહ્યો. કોઈ મહારથી એ કોયડો ઉકેલ્યો. જો પ્રજા જ મળી ને કોઈ એક ને પસંદ કરે, તો એ પ્રજા પોતાની પસંદગી ના નાયક માં ભરોસો કરે કે આ વ્યક્તિ અમારા હિત નું જ કાર્ય કરશે. પછી જરા વધારે સદબુદ્ધિ – રોટલી પર ઘી લગાડીએ તેમ – લગાડી ને થયું કે આ નાયક ને મદદ રૂપી થોડા સલાહકાર – પ્રજામાં થી ચૂંટેલા પરિપક્વ વ્યક્તિ ની નાની મંડળી – સાથે આપીએ તો ખરેખર પૃથ્વી પર વૈકુંઠ અવતરશે. માણસ માત્ર ની યોજનાઓ માણસ માત્ર જ બિલાડી ના શિંગડે ભેરવી દે ને! એટલે નાના ગામો માં આ વ્યવસ્થા સુંદર ચાલી, કઈ ખાસ ચૂંટણી ની જરૂર ના પડી કારણ કે બધા એક બીજા ને ઓળખે, અને ગ્રામજનો ની વૃદ્ધિ એક બીજા ની વૃદ્ધિમાં સંકળાયેલી જ હોય. પણ, જેવા શહેરમાં કે એનાથી મોટા વિસ્તારમાં આ યોજના લગાડી તો થોડા આમ અને થોડા તેમ જવા માંડ્યા. કોઈ જગ્યાએ નાયક અને સલાહકાર પ્રભુ એ ધારેલા એવા નીવડ્યા, જ્યારે બીજે પ્રભુ ને પણ ઘોળીને પી જાય એવા નીકળ્યા. નાયક અને સલાહકાર બધા મળીને જાત જાતના કારસ્તાન કરવા માંડ્યા – એ બધા માં સૌથી દુષ્ટ કાવા દાવા તે પોતાની ચૂંટણી માટે લોકો ને બેવકૂફ બનાવવા ના કાર્યો! સ્વાર્થ, ધન, સત્તા ભેગા કર્યા, પ્રજા ગઈ તેલ લેવા! એક બાજુ રાજા વાજા ને વાંદરા, બીજી બાજુ ચોર ના ભાઈ ઘંટી ચોર! કદાચ એકાદ રત્ન જડી આવે તો હ્રદયથી ચાંપી ને રાખજો, કે છટકી ના જાય. અર્વાચીન સમયમાં કોયડો જુદો છે. એક તો દેશ અને રાજ્ય એકજ અર્થમાં વપરાય છે. ભારત ની વાત કરીયે તો ભારત દેશ તો હજારો વર્ષથી એક જ રહ્યો છે, સમાજ સંસ્કાર ધર્મ સાહિત્ય આધ્યાત્મ થી જોડાઈ ને, પણ રાજ્યો અસંખ્ય રહ્યા. આખરે લોકવ્યવસ્થામાં થી એક રાજ્ય નિવડ્યું, અને એની સાથે ૧ અમ્રુત ની સાથે હજાર વિષ નીકળ્યા. કોણ પીશે એ હજાર વિષ? નથી શિવજી પૃથ્વી લોક પર, ને નથી હજાર મીરાં! પ્રજાને જ પીવાનું આવે છે – તમે જ આ લૂચ્ચાંઓ ને ચૂંટ્યા, તો તમે જ એ વિષ પીયો! બિચારી પ્રજા, શું જાણે કે એમણે શું અવતર્યું છે! રાજા તો કોઈ મળવાનો નથી, પણ જો કોઈ રત્ન જેવો કે જેવી વ્યક્તિ મળે, તો લોકશાહી ની વ્યવસ્થા વાપરી, રાજા બનાવો તો ઉદ્ધાર થશે. પણ વિષ ને દાટવાની વ્યવસ્થા પણ કરવી રહી, અન એની સાથે એ વિષ ના જનેતાઓ ને પણ. લોકશાહી ની જાત જ એવી છે, કે બે ટીપાં અમ્રુત તો પ્યાલો ભરી ને વિષ. કારેલાં નું શાક મારી મા બનાવતી ત્યારે પહેલા મીઠું દઈ ને પાણી કાઢી નાખતી કે કડવાશ નીકળી જાય. લોકતંત્ર ને પણ મીઠું દેવું જ જોઈએ, તો જ પૌષ્ટિક શાક મળશે!
|
Hear ye! Hear ye! (one of my mandatory pre- What differentiates a human from H. sapiens? H. sapiens is a biological entity – an animal - As soon as humans got a mind, and transformed into “man”, a desire to organise his life raised its head. First element of this organised life was identity: these humans are from cave- How did the idea of a democracy come about? Because the individual trusted by the populace to look after their interests, violated that trust, and effectively got the populace into trouble. The process of identifying a person to deliver this structure, organisation, predictability, wellbeing needed to change through a series of tests, to ensure correct selection, and that became democracy! However, the desire to trust one person to deliver all these remained! The only process that survived was “choice by all”, after many permutations of “good heritage”, “nomination by chiefs, or by elders” “leader by rotation” and so forth. Some codicils were added on over time, attach an advisory council of trustworthy individuals – also selected by “all” - The modern day issue is different. The word and concepts of a nation – geopolitical entity – and a society (peoples glued together by culture traditions and values) are used interchangeably, depending on the convenience of the speaker. Bharat or more specifically Bharatvarsh is a place where a society of peoples sharing common beliefs, spirituality, culture, philosophy, values principles, literature, deities and demons live, as they have for a few thousand years, in a multitude of tiny to large “nations” or states continuously changing boundaries regents and names. Finally, a single nation emerged from this melange of states, but with 1 chalice of nectar, came a thousand chalices of poison. We have neither Shiv nor Meera to swallow the poison, perhaps it will be the populace that will have to consume the poisons! Little did they know what they have wrought! No kings to be found in societies today, so if you find a gem in the morass of democracy, hold on to her or him, make him the leader of cave- NOTE: In the Bharatiya system of epistemology (science of knowledge) “gnan” is knowledge as in ‘realised truth’. “vi” is negation of the word that follows. Hence ‘vignan’ is NOT knowledge. So, what is it? It is simply information. And it is converted to gnan through various cogitative process of the mind.
|