પ્રથમ ધ્વનિ |
Sound that awakens |
સિંગાપુર માં અત્યાર સુધી તો કોયલ ના ટહુકે જ જાગ્યો છું – પહેલાં 2 વર્ષ છોડીને! સિંગાપૂર પહોંચ્યાં અને નવી નોકરી સાથે પરવડે અને દીકરીઓ ની શાળા પાસે હોય, એવી જગ્યા શોધી. મુંબઈ ના 1 BHK માં થી 3BHK માં રહેવાનુ મળ્યું, એજ આનંદ નો પાર ના રહ્યો. મુંબઈ માં વાતાનુકૂલ યંત્ર નો તો સવાલ જ ના હતો, જ્યારે અહીં ગરમી અને ભેજ ને લીધે એર કંડિશનર તો ફરજિયાત! પહેલી રાત, પંખા ફક્ત હૉલ માં જ, એટલે અમે એક ટેબલ ફેન લઈ આવેલા, અને બારી બારણા ખુલ્લા રાખી ને સૂતા. પણ માણ માથું તકીએ પહોંચ્યું, ત્યાં રસ્તા પરથી પુરપાટ ઝડપે જતી મોટર સાઇકલ ના ઘોંઘાટે રાત ની શાંતિ ચીરી નાખી! અમારો વિસ્તાર ઘરેલુ વિસ્તાર, થોડા ફ્લેટ્સ અને બાકી બંગલા. એટલે રાતે જમ્યા પછી ચાલવા નિકળી એ તો વિરમ શાંતિ પ્રવરી હોય. અને એની સામે અમારી બારી માં થી વાહનો ના ઘોંઘાટ! બે વર્ષ કાઢ્યા, અને બીજે ઘેર ગયા. (સિંગપૂર માં સાત ઘર બદલ્યા!). એજ સોસાયટી માં પણ બારી અને ઝરૂખો પાછળ ના બંગલા ઓ તરફ પડે. ઘોંઘાટ તદ્દન બંધ. બંગલા ઓ ના રસ્તા પર આમલી ના ઝાડો ખૂબ, અને અમારો ફ્લેટ પહેલી માળે. બસ ત્યાર થી આજ સુધી કોયલ ના ટહુકે કે કાબર અને એની સખીઓ ના કલબલાટ થી જ ઊંઘ ઊડી છે. હમણાં નું ઘર પણ રસ્તા ની બાજુમાં જ છે, પણ બારી ઓ ડબલ કાચ વાળી, એટલે વાહન નો ઘોંઘાટ સંભળાય નહીં, પણ પોહ ફાટે એ પહેલાં વાહન નો ની અવર જવર ઓછી થઈ ગઈ હોય, અને શાંતિ ને ચિરતો કોયલ નો ટહુકો સંભળાય. હૉલ ની બારી ખોલીએ (રસ્તા થી પાછલી બાજુ કંપાઊન્ડ તરફ, તો પિળક, દેવ ચકલી અને હોલા સંભળાય. આમ તો અમે 19 મે માળે રહીએ છીએ, પણ આ પક્ષી ધ્વનિ તો જાણે શ્વાસ માં જ ભળી ગયેલો છે. કોક વાર hornbill ની ચીસો સંભળાય, અને અમે બંને બારી એ દોડી એ કે એ જોડી ઊડતી દેખાઈ જાય તો દિ ફરી જાય. આમેય અમે પક્ષી ઘેલા તો છીએ જ. એટલે પક્ષીઓ ના સ્વરે ઊઠવું, અર્થાત પ્રસન્ન મને જાગવું, અને દિવસ શરૂ કરવો. ધ્વનિ એક ઇંદ્રિ છે જે બંધ કરાય નહીં – કાનમાં પૂમડા ઘાલો તો ય હ્રદય ના ધબકારા અને શ્વાસ તથા લોહી નો પ્રવાહ સંભળાય! તેથી, ગમે કે નહીં ધ્વનિ સંભળાય જરૂર. તો પ્રસન્નતા લાવે એવો ધ્વનિ પક્ષીઓ ના સૂર સિવાય કદાચ દરિયા નો ઘુઘવાટ કે ઝરણાં નો કલકલ હોય શકે, પણ ઇતર ની કલ્પના કરવી મારે માટે મુશ્કેલ છે. બીજી વાત એવી કે આ પક્ષી ગાન થી જાગું, તો ત્વરિત તદ્દન સજાગ! આળસ ને ઊંઘ નું ઘેન તો પળ ભર પણ રહેતું નથી. પત્ની ને પણ આ પક્ષી નાદ સંભળાય પણ સૂર્યવંશી છે. “સૂઈ જા કે બહાર જા!”. થોડા દિવસો પહેલાં બીજી ચાવી ચઢી. ઊઠી ને અમે બંને અડધો પોણો કલ્લાક યોગાસન કરીયે. ત્યારે એકદમ ધીમા સાદે ભક્તિ સંગીત વગાડવાનું શરૂ કર્યું. સ્મરણાંજલિકા કે ભક્ત કવિ નરસૈંયો, કે ઉમા મોહન ની ગણેશ સ્તુતિ, કે ભિમસેન અથવા જસરાજ ના ભજન. દુનિયા ની કોઈ ચાહ કે કોફી પ્રસન્નતા ના પ્રસરી શકે, એ તાકાત આ સંગીતમાં છે. મન અને મગજ ની frequency જાણે બદલાઇ જાય, અને મગજ લાંબા વખત સુધી શાંત અને ઠંડુ રહે. અમે પ્રાણાયામ શીખ્યા એમાં ગુરૂજીએ અને પછી એમના વરિષ્ઠ શિષ્યોએ (એમની દીકરી અને પુત્ર તો ખાસ) પ્રાણાયામ (પ્રાણ નો આયામ – પ્રાણ એટલે જીવ પ્રદાન કરતી શક્તિ કે energy, અને આયામ એટલે સંચાલન વહીવટ) કરતી વખતે ધ્વનિ નો કેવો અહમ ઉપયોગ કરાય એ શીખવ્યું. અને પ્રાણાયામ માં ધ્વની નો અનુભવ કરવા થી એક સમજણ ઉત્પન્ન થઈ કે આપણાં પૂર્વજ ઋષિ મુનિ ઑ એ અમુક મંત્રો રચ્યા – દર રોજ પાઠ કરવા માટે, એ મંત્રો ના ધ્વનિ નો પ્રભાવ આપણાં મન અને મગજ પર પડતાં આપણું મનસ પણ બદલાય છે, શાંત પડે છે. કોઈ મને હવે પૂછે કે કેવું ઘર ગમે, તો હું આ વાક્ય જરૂર બોલું, “દર રોજ પક્ષી ના કિલબિલ થી ઊંઘ સમાપ્ત થાય, એવા વાતાવરણ વાળું.”
|
A cuckoo’s penetrating coo has been my wakeup call all these years in Singapore- One clear effect of waking up to bird calls is that my mind is instantly alert and clear, no grogginess, no laziness. My wife also loves these sounds but she is from the Sun lineage (suryavanshi in gujarati is a label given to those who wake up only after the sun – their patron deity – is up), “go back to sleep or get out of the room” is her murmur. A few days ago, I had a stroke of inspiration. I started playing (softly) devotionals like Smaranjalika, Narsinhaiyo Bhakta Hari No, Uma Mohan’s ganesh Stuti, or bhajans by Bhimsen joshi or Pandit Jasraj, while we do our morning yogasan practice. The music refreshes the mind as no tea or coffee can! It changes the frequency of the mind and brain. Calm and quiet. We have learnt Pranayam from Guruji and his senior students particularly his daughter and son. They helped us experience pranayam (pranayam = prana i.e. life energy and aayam i.e. management) with support from various sounds. Each vowel and consonant has individual effect. This also helped us realise that the ancient seers of India devised mantra or shloka or verses to be recited daily that would bring the benefit of the specific sounds in those verses to the reciter. Primarily to quieten the mind to address the day ahead sharply but calmly. If some one were to ask me now for my expectations of a house, I would certainly mention “one where bird calls would wake me up each morning”! |