ખયાલો મેં!

Castles in Air

મનમાં ને મનમાં કેવી કેવી દુનિયા બનાવી શકીએ! સ્વપ્નું, શેખચલ્લી ના વિચારો, કલ્પના, અને માયાજાળ. સ્વપ્ના આવે ને જાય, અને આપણાં મન નો એના પર કાબૂ લેશ માત્ર ના હોય. આ “સ્વપ્ના” શબ્દ લૌકિક વપરાશ ના ભાવાર્થ માં નહીં, પણ જે ચલચિત્ર ફુલ ટેકનિકલર માં ઊંઘમાં જોઈએ અને ઊંઘ ઊડે એની સાથે સ્વપ્ના માં શું જોયું એની યાદ પણ મોટે ભાગે ઊડે, એ ભાવાર્થ માં વાપરું છું. વચ્ચે આવે શેખચલ્લી ના વિચારો અને કલ્પના. (મન માં રચાય તે કલ્પના, ક્લાસ માં હતી તે કલ્પના નહીં – એ તો પરણી ગઈ ને ૩ ગિલિન્ડર ની સફળ માં છે!) આ બંને ની પૂર્ણ જવાબદારી આપણી પોતાની! આપણાં જ મગજ માં “ડંહી” – પેલા પેસ્ટનજી કાવસજી ના શબ્દોમાં – થાય, આપણે જ વલોવીએ અને માખણ નીકળે કે ખાટી છાશ! છેલ્લે આવે માયાજાળ. પી સી સરકાર જેવી નહીં, પણ મનુષ્ય માત્ર ને તદ્દન ભુલાવી દે, ખોવાડી દે – માનવ જાતિ માં થી – તે માયાજાળ. આવી માયાજાળ બીજા કોઈ જ રચે, એમના ધ્યેય થી, અને આપણે ભાન ભૂલી એ જાળ માં ફસાઈએ. એક નું મન રચે, અને બીજા નું મન કુબુદ્ધિ પેદા કરી એ જાળ ગ્રહણ કરે.

મને શેખચલ્લી ના વિચારો કરવાના ભય મુક્ત લાગે, કારણકે હું આખો વખત સભાન હોઉં કે હું “ખયાલો મેં” હોઉં. જાગૃત દુનિયા ને અડકી ને જ બેઠો હોઉં! કલ્પના ની વાત ઘણી જટિલ હોય એટલે મારા શબ્દો થી પર છે.

આજે મારા એક શેખચલ્લી ના વિચાર ની વાત કરું. એક વાર આગળ એક આવી વાત કરી ચૂક્યો છું (“મારી પાસે અઢળક ધન હોય તો”). આજે ક્રમાંક બે!

ફોટા પાડવાનું અંજુ ને અને મને ગળથૂથીમાં મળ્યું. એ નજર મને નાનપણ થી પોષવાની તક મળી કારણ કે પપ્પાના હાથમાં કેમેરો હોય તો મારા હાથમાં પણ આપેજ! અંજુ ને એના પપ્પા સાથે ફોટા લેવા જવાની તકો ઘણી મળી એટલે મન માં ફોટા નું વાતાવરણ પ્રવરેલું, પણ કેમેરો હાથ લાગતાં વાર લાગી. અને  એની ફોટા-નજર પુખ્ત વયે પરણ્યા પછી ના હિમાલયના પહેલા ટ્રેક માં ખૂલી, પણ ખીલી તે હાથમાં ફોટા લે તેવા ફોન આવ્યા પછી. કહેવાનું એમ, કે અમે બંને ફોટા પાડવાના ઘેલા છીએ.

મારી શેખચલ્લી!

અમે બે થાઈલેંડ માં ફરવા ગયેલા – ચિયાંગમાઈ ની આસપાસ, અને ત્યાં એક ગણપતિ ની મૂર્તિ ઑ નું સંગ્રહાલય છે. અમે બંને ફોટા પાડતા હતા – અને થોડા બીજા પરદેશીઓ પણ હતા. થોડી વારે અમે બે બગીચા માં બેસી એક બીજા ને પોતે પાડેલા ફોટા બતાવતા હતા, અને વચ્ચે વચ્ચે આનંદ ની કિકિયારીઓ પાડતા. થોડી વારે એક ભાઈ અમારી પાસે આવ્યા અને વાતે વળગ્યા. કોઈ જાહેરખબર ની કંપની માં કામ કરતા હતા. અમારા શોખ, હિમાલય, પક્ષી, કુદરત, વગેરે ની વાતો કરી, અને “હું સિંગાપૂર ઘણી વાર આવું છું કહી, એક બીજા નું સરનામું વગેરે અદલાબદલી કરી છૂટા પડ્યા. બે અઠવાડિયા પછી એનો ફોન આવ્યો કે મારે તમને એક પ્રોજેક્ટ માં ભરતી કરાવવા છે, તમને મળવા આવું છું. લાંબી વાત ટૂંકી કરી એનો પ્રોજેક્ટ અમે પાકો કર્યો અને પ્લાનિંગ કરી નીકળવાની તૈયારી કરી.

એનો પ્રોજેક્ટ એટલે – અમે બે કુદરત, ફોટોગ્રાફી અને પ્રવાસ ના રસિયા પણ બીજી બધી રીતે સામાન્ય વ્યક્તિ ની નજરે દેશ વિદેશ પ્રવાસ દરમ્યાન કેવા નજરે ચઢે એનું ચિત્રો માં મઢેલું વર્ણન. અમારે વાહન માં સિંગપૂરથી નીકળવાનું અને પોતે drive કરવાનું. સાથે દરેક દેશ નો એક ભોમિયો જે સરકારી હોદ્દો ધરાવતો હોય, એ દરેક સરહદ પર બદલાય, પણ અમારી સાથે પ્રવાસ કરે. અમને SONY માં થી વિડીયો કેમેરા, Nikon માં થી ફોટા માટે ડિજિટલ પ્રોફેશનલ કેમેરા, LandRover નું જીપ થી ચઢિયાતું – કોઈ પણ ગમે તેવા રસ્તા પર ચાલી શકે તેવું વાહન, સાથે સેટિલાઈટ ફોન, એટલે રિસેપ્શન છે કે નહીં ની ફિકર નહીં! સિંગાપૂર ની પ્રવાસી સંસ્થા મને ડ્રાઈવર્સ લાઇસેંસ મેળવવા માં સહાય કરે, અને બે વર્ષ સુધી સિંગાપૂર થી માંડી ને પાછા સિંગાપૂર સુધી નો પ્રવાસ કરવાનો. ફક્ત યુગલ જ નહીં, કુટુંબ તરીકે – એટલે વચ્ચે દીકરીઓ થોડો પ્રવાસ અમારી સાથે કરે, બધો ખર્ચો sponsors આપે, એક પ્રવાસ મેનેજર ની નિમણૂક કરે. અમારે દર રોજ એક પ્રવાસ હેવાલ, તે દિવસે લીધેલા ફોટા અને વિડીયો sponsors ને મોકલવાના. Sponsors પ્રવાસ ની વેબ સાઇટ ચલાવે અને અમે મોકલેલા હેવાલ ફોટા વિડીયો વીણી વીણી ને મૂકે! પ્રોજેક્ટ ને અંતે અમુક રકમ, અને જે કંઇ સાધનો આપેલા તે અમારા, ગાડી સહિત. ફક્ત ફોટા અને વિડીયો sponsors ની માલિકીના, એટલે અમે પોત્તા માટે બધું જ રાખી શકીએ, પણ બીજે વહેંચાય નહીં કે પ્રકાશિત ના કરાય. સિંગાપુર થી મલેસિયા, થાઈલેંડ, કેમ્બોડિયા, લાઓસ, વિએટનામ, ચીન, છેક મંચૂરીયા સુધી, તિબેટ અને સિંચિયાંગ થતાં રશિયા ના પૂર્વી –સ્તાન દેશો થઈ ઈરાન, પાકિસ્તાન, ભારત, બર્મા, બાંગલાદેશ, પાછા થાયલૈંડ મલેસિયા થઈ સિંગાપૂર ઘરે! દરેક દેશમાં ત્યાંની સરકાર ની સહાય – sponsors મેળવે, શેના ફોટા લેવા છે, ક્યાં ક્યાં ફરવું છે, કેટલા દિવસ કયાં રોકાવું છે, એ બધું અમારે માથે! જીપ ની પાછળ એક ટ્રેલર, જેમાં રાંધવા નો અને રહેવાનો સામાન લઈ જવાનો, એટલે જ્યાં પણ થોભવું હોય ત્યાં રાત કઢાય. જુદી જુદી ઋતુ માં પાછા એજ દેશ માં જવું હોય તો  “સુંદર”! દર મહિને એક અઠવાડિયું પાછા સિંગાપૂર આવવું હોય તો મંજૂર! બિઝનેસ ક્લાસ માં flight આવવાની ને પાછા જવાની! જે લેન્સ જોઈએ તે મળે. દર અઠવાડિયે LandRover વાળા ગાડી તપાસી જાય. ગાડી નું છાપરું ખૂલે, અને 4-wheel drive, GPS વગેરે તો ખરાજ.


આહા શું ચગેલો! ત્યાં અંજુ એ સાદ પાડ્યો, બે મિનિટ માં થાળી પીરસું છું, જમવા ચાલ! શેખચલ્લી સમાપ્ત “સિયાવર રામચંદ્ર દેવ કી જે!”   


Man can create wonderful worlds in his mind. Be they be dreams, fantasies, visions or illusions. Dreams form and dissolve, and our mind has hardly any control on them.  I am not using the word “dream” in a colloquial usage, but in the sense of the colour film that one sees in sleep and most often forgets on waking up! Next are fantasies and visions that we create voluntarily in our mind, mostly in full awareness that realities of life are the real controllers, even if hope occasionally feeds these scenarios. We bear full responsibility for these two ephemeral creations of our minds. Finally, we come to the illusions that others create for their own aims and we submit to them due to various emotional and psychological situations in our minds, normally with disastrous results. One mind creates, the other succumbs due to transient stupidity.

I am rather comfortable creating my own fantasies, because I am always in close touch with the real world, aware of what I am doing, and thus feel that fantasies of ones own creation are no harm no foul! Visions have a different genealogy and for the present, they are beyond my vocabulary.

Let me talk about my fantasies, although I have done so once before as well, when I wrote about what I would do if I had access to large amounts of monies.! So, today is fantasy #2.

Anju and I have been brought up with photography related environments around us. I had the opportunity to get into this hobby from an early age, because whenever my father had a camera in his hands, he would always put it in my hands on a few occasions. Anju went out with her father on his  professional photo taking assignments, caddying for him, but a camera landed in her hands on our first Himalay trek after marriage, and her creativity took off when smartphones started becoming cameras. Basically then, the two of us (actually our whole family) are photo crazy, with themes and compositions in our heads to guide our hands.

My fantasy.

The two of us visiting the area around ChiangMai in Thailand, and are wandering around in a Ganapati museum there. We were taking pictures – where allowed – and there were a few other non-local visitors similarly occupied. We sat down on a bench in the shade in the gardens, and started showing the images in our cameras to each other, frequently expressing our thrill at a good shot. A stranger approached us and started talking to us. He said he was in advertising. We shared our interests and hobbies and talked about our Himalay treks, bird watching, nature panoramas, flower photos and so forth. He mentioned that he visited Singapore frequently, and we went our way after exchanging contact information. We got a call from him a couple of weeks after getting back to Singapore. He wanted to come and see us, and recruit us for a project that he had in mind. To cut a long story short, we signed up, firmed up the details, and the plans and got ready to take off!  

The project was about photo illustrated perspective on countries and societies from a nature crazy couple otherwise rather ordinary individuals with reasonable amateur grade photography skills. We needed to drive from Singapore through various Asian countries for two years across multiple seasons, and describe what ever we felt like seeing and recording. A guide cum government official who could speak English would accompany us throughout our stay in that country, handing over to the next such individual at the border! Major sponsors were SONY who would give us video camera and lenses of our choice, Nikon would give us a professional grade digital camera again with accessories of our choice, LandRover would provide an all terrain 4-wheel drive utility vehicle, and a satellite phone so that we have no cell phone reception troubles. Singapore’s Tourism Promotion Board would help me get my driver’s license. We would travel as and when feasible as a family, so that our daughters would join us when they can. All expenses paid by the sponsors who would also appoint a logistics manager. We would be expected to send a days travelogue with accompanying photos and videos that we would shot during the day. The sponsors would create and maintain a website chronicling our travel with all the material that we would send daily. A specific sum would be paid to us at the end of the project, and all equipment – including the vehicle – provided to us would belong to us. Only the photos and the videos would belong to Sony and Nikon respectively. We can use these for our personal purpose, but can not sell or publish or give to anyone else. The travelogue would be copy righted by the sponsors, but the IP would still be ours.

Starting in Singapore we free to chart our travel through Malaysia, Thailand, Cambodia, Vietnam, Laos, China, South Korea, Manchuria, Mongolia, Sinkiang, Tibet, all the ‘stans ex-Soviet republics, Iran, Afghanistan, Pakistan, India, Bangladesh, Burma and home to Singapore. We choose the route, where and when to stop for the night, spend a few days, photograph this or that etc. A trailer with additional equipment like cooking stuff, tents, and such would be attached to the vehicle. Any repeat during different seasons was OK. One month on, one week off back in Singapore in a business class flight from where ever we complete a month of travel. During this week the LandRover people would do a thorough maintenance of the vehicle, including checking out the sun roof.


Man, was I drooling at the mouth! But Anju’s clarion call, “lunch will be served in 5 minutes!” brought me back to the real world! End Fantasy! As my dad would have said “Siyavar Ramachandra dev ki jai!”.


Home Up લાઇટ લખ be funny ખયાલો મેં! Castles in Air પ્રથમ ધ્વની sound awakens