આ વખતે તો બધી જ સીમા પાર કરી ગયા. ૫ અઠવાડીયા ની સેર કરી, બે ને બદલે ચાર સાથે, અને ઘરે ભાદરવો પૂરો થતો જોઈ, અમે વસંત ને વળગવા નીકળી પડ્યા. એટલે? ભૂમધ્યરેખા ની દક્ષિણમાં આપણાં કરતાં ૬ મહિના મોડી ઋતુ બેસે. એટલે આપણી શરદ એ દક્ષિણ માં વસંત! આમ તો ડુંગરા ખૂંદવા જતાં ત્યાર થી વસંત કે શરદ ના અંતે જ ભ્રમણ કરવા નીકળતા.
ન્યૂઝીલેન્ડ ફરવું એમ નક્કી થયેલું. “અમારા ચાર” વાળા ‘અમે ચાર’ સાથે જઈશું એવું નક્કી કરેલું. ન્યૂઝીલેન્ડ ના દક્ષિણ ટાપુ માં ફરવું એવું નક્કી કરેલું. આ દેશમાં સાર્વજનિક વાહન વ્યવસ્થા ઓછી છે. પણ એ વાત સ્વાભાવિક પણ છે. જે આપણે "મુંબઈ" ગણીએ છીએ - અર્થાત પરા વિના નું મુંબઈ! (જૂના ૭ ટાપુ નું શહેર) એમાં ૩૦ લાખ ની વસ્તી, દોઢસો સ્ક્વેર કી.મી. નો વિસ્તાર, એની સામે, ૧૨ લાખ ની વસ્તી અને દોઢ લાખ સ્ક્વેર કી.મી. નો વિસ્તાર! એટલે બધે ઘોડા કે ગાડી માં જ જવાનું. ટ્રેન ની પટરી છે, પણ ફક્ત માલગાડી જ, અને તે પણ માણ 30% પટરી વપરાય. એક બે ટ્રેન સહેલાણી ઓ માટે છે ખરી પણ આ સ્ટેશને થી પેલા સુધી ને પાછી! ટિકિટના ભાવ પણ સહેલાણી ને ચિરે એવા જ.
ઘોડા બધા પરવારી ગયા, એટલે રહી ગાડી! હું તો ડ્રાઈવ કરતો નથી, એટલે એક ડ્રાઈવર અમારા સાહેબ, અને બીજો મારો ગઠિયો! એની રાણી પણ ડ્રાઈવ ના કરે! વારાફરતી બંને જણા ડ્રાઈવ કરે. ૧૮ દિવસ નો પ્રવાસ!
આજે આ પ્રવાસ અને એ દરમ્યાન જે જોયું અને માણ્યું એનું જ વર્ણન લખ્યું છે.
૨૩મી સપ્ટેમ્બર - ભાદરવો વદ સાતમ! ક્રાઈસ્ટચર્ચ પહોંચ્યા અને સૌ પ્રથમ તો ભાડેની ગાડી પિકપ કરી, અને શહેરમાં ફરવા નીકળ્યા. ગુજરાત નો ડંકો બોલાવ્યો અને સૌ પ્રથમ તૈયાર રાંધેલા દાળ ભાત શાક ના પેકેટ ખરીદવામાં લાગ્યા. નાસ્તા તો કેબિન બેગ ભરી ને હતા! ન્યૂઝીલેન્ડ માં દાણા મસાલા કે શાકભાજી લઈ જવા ના દે ને એટલે! જેવો શહેર નો વિસ્તાર શરૂ થયો - અને રસ્તા ની બેઉ બાજુ વૃક્ષો ની માળા શરૂ - અને ખીલેલા ફૂલો થી લચી પડેલા! પાંદડા દેખાય નહીં એટલા ફૂલો. આ દેશ માં મોટે ભાગે લોકો પોતાના મકાનો માં જ રહે. ફક્ત શહેરનાં મુખ્ય ભાગ માં જ ઊંચા મકાનો દેખાય. અને બધા જ ઘરો માં નાનો બગીચો આંગણ માં અને મોટો પાછળ ના ફળિયા માં! રસ્તા પર સાર્વજનિક લીલોત્રિ પણ અઢળક. ચાલવાની પગથી પર કચરામાં પાન કરતાં પડેલી પાંદડીઓ વધારે. સાચો કચરો તો હોય જ નહીં! ગુલાબી, સફેદ, પીળી, ભૂરી પથારી એક પછી એક આવ્યા જ કરે. હું આવા લચી પડેલા ઝાડ નો ફોટો લેવા ગાડી ઊભી રાખવાનું કહું, અને શ્રીમતી નો “ના! અહીં ઊભી ના રખાય! પાછળ ગાડી આવે છે” નો નિદેશ મારા કાનો માં રણકે. મેં કહ્યું, “આપણે રસ્તા પર છીએ, પાછળ ગાડી નહીં તો શું હાથી આવશે?” તરત મારા મિત્ર એ મને એક ફટાક ટપલી બક્ષી. ન્યૂઝીલેન્ડ માં ઘડી ઘડી માં વરસાદ આવે, એટલે ઝાડ પાન ને ઘાસ ના મેદાનો ને પાણી પાવા ની જરૂર ના પડે. જ્યાં જુઓ ત્યાં ભૂમિ લીલી છમ દેખાય. આ તો વસંત માં! શિયાળામાં બધે જ હિમ બરફ ના થર જ દેખાય – બધું જ સફેદ! રસ્તા પર બરફ નો કીચડ!
અમે ખાસ ટોયોટા ની સ્ટેશન વેગન ગાડી લીધેલી, પણ ટોયોટા વાળા વાણિયા ને ઓળખે નહીં, એટલે આમ તો 5 બેગ ડીકી માં માશે એવું લખેલું, પણ નાની બેગો તે કાંઇ ગણાતી હશે? એટલે દરરોજ સવારે મારો મિત્ર અને હું, બેગ ફિટ કરવાનો વ્યૂહ રચીએ અને ફતેહ મળતાં પ્રવાસ નો આરંભ! ક્રાઈસ્ટચર્ચ થી બરાબર પશ્ચિમ દિશા માં રસ્તો લીધો, અને હજુ મકાનો માણ દેખાવાના બંધ થયા, કે સામે સુંદર ઊંચા (ન્યૂઝીલેન્ડ માટે ઊંચા – હિમાલય જેવા ઊંચા નહીં!) શિખરો ની હારમાળા, અને બધા પર હિમ ની પાઘડી! રસ્તા ની કિનારી એ ઘાસ માં એ ફૂલો નો ઊભરો! અને માણ ૫-૧૦ ઘર ના ગામ, અને બાકી બધા જંગાવર ફાર્મ. અવનવી વસ્તુ જોવા મળી તે આવા ફાર્મ માં જે પણ વાવણી હોય એને ખાતર પાણી અને દવા છાંટવા માટે લાંબો ઘોડો બનાવેલો હોય, ફક્ત નળીઓ નો જ, અને એમાં થી જે છાંટવાનું હોય તે ફુવારામાં નીકળે. આ ઘોડો ૨૦૦ ફૂટ થી પણ વધારે લાંબો, અને મોટર થી ચાલે. ડ્રાઇવિંગ ની અજબ શિસ્ત, અને વિનય. ખાસ રસ્તા ની બાજુમાં નાની જગ્યા કરેલી હોય, ત્યાં ઊભા રહી ને પાછળ કોઈ ઉતાવળિયો હોય તેને આગળ જવા દેવા માટે. જતાં જતાં, હાથ ઊંચો કરી આભાર માનતો જાય! મારો મુંબઈવાસી – મારી માફક - મિત્ર પહેલાં તો વિચારમાં પડી ગયો, આમ તે કોઈ ને જવા દેવાય? પણ થોડી વાર માં એના ચહેરા પર સ્મિત ફેલાયું, સુંદર સંસ્કારી વિનય! અને આમ કરીએ તો ટેન્શન જરા પણ નહીં!
કુદરતની સુંદરતા અને નવી નવી કરામત તો વળાંકે વળાંકે બદલાય. મોટું સરોવર આવ્યું, અને પાણી અંબર કરતાં નીલું! એજ સરોવર ને કિનાર આગળ જતાં જંગલ ઊગેલું, અને પાણી jade ના રંગનું.
બપોર થઈ, આરથર પાસ ના પહાડી વિસ્તાર માં પહોંચ્યા, થોડું ફરવા ઉતાર્યા, મેં વહેતા ઝરા ને ઓળંગતા, એમાં જ પડતું મૂક્યું! ફક્ત પાટલૂન ભીનું, અને મોહ ઓશિયાળું! આગળ નીકળતા વાદળાં, આચ્છો વરસાદ, ધુમ્મસ અને રસ્તા ને કિનારે કશેક તો જૂનો બરફ પડી રહેલો. સાંજ પડે, ન્યૂઝીલેન્ડ ના પશ્ચિમ કિનારે પહોંચ્યા. હોકીટીકા નામ નું ગામ. ન્યૂઝીલેન્ડ માં મૂળ વસ્તી ને અર્વાચીન કાળ માં “માઓરી” નામ અપાયું છે, પણ એ લોકો પોતાના જુદા જુદા જુથ ના નામે ઓળખાણ કરાવે છે. પણ યુરોપીય વસ્તી પછી આવી, અને આદિ વસ્તી ને માt કરી એ વલણ ને બદલતા આજ કાલ માઓરી નામો ઘણા વપરાય છે. આ હોકીટીકા એક એવું નામ છે.
બધી જગ્યાઓ નું વર્ણન લખીશ તો ૩૦-૪૦ પાનાં ભરાશે, એટલે ખાસ જગ્યાઓ નું વર્ણન ટૂંક માં કરીશ. બે ત્રણ દિવસે ક્વિન્સ્ટાઊન પહોંચ્યા. આ દક્ષિણ ટાપુ નું બીજા નંબર નું શહેર. આ આખો વિસ્તાર Southern Alps ના નામે જણાય છે, અને ભૂતકાળમાં દાવાનળ જેવી પ્રાકૃતિક activity ઘણી થઈ હશે એમ મનાય છે. પરિણામે, શિખરો, ઘાટ, ખીણ અને મોટા લાંબા ઊંડા સરોવરો થી આ ભૂમિ છવાયેલી છે. ક્વિન્સ્ટાઊન પણ આવા જ એક સરોવર – લેક વાકાટીપુ - ને કિનારે વસ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ bungee jumping સાહસિક પ્રક્રિયા આ ગામ પાસે જ પ્રથમ ચાલુ થઈ હતી. બે દિવસ શહેરી વાતાવરણ માણી અમે મિલફર્ડ સાઊન્ડ ની સેર કરવા ૨ કલાક ના ક્રૂઝ માં ગયા. વહાણ દરિયા ની લાંબી ખાડીમાં, અને આજુબાજુ ૩-૪ હજાર ફૂટ ઊંચા શિખરો. કિનારો એકલી ભેખડ જ. રેતી ચોપાટી કંઇ જ નહીં! બહાર તૂતક પર ઊભા હતા, પવન (વહાણ ચાલે એટલે) અને ઠંડી, પણ આનંદ આનંદ! આ જગ્યાએ કોઈ ગામ નથી, એટલે અમે પાસે આવેલ “તે અનાઉ” ગામ માં રહેલા. એક લાંબુ, ઊંડું પણ સાંકડું (સરોવરો ના પ્રમાણમાં) સરોવર, અને એને છેડે એક ગામ તે અનાઉ . આંગણે આંગણે ચેરી બ્લોસમ ફૂલો થી ઉભરાતા ઝાડો. અને ઘરો ના બગીચા માં રોડોડેંડ્રોન ના લચી પડેલા વૃક્ષો તો હોય જ. આ ગામો માં સાચ્ચો મોલ હોય – અર્થાત, એક ખુલ્લો સાર્વજનિક પરિસર, અને ફરતા વિસ્તાર માં જાત જાત ની દુકાનો! અને વચ્ચે જાત જાત ના ફૂલ છોડ નો બગીચો અને પાર્કિંગ!
આગળ જતાં બીજા બે સરોવરો – આજ Southern Alps ના વિસ્તાર માં – પણ સૌથી ઊંચા શિખરો ના સાંનિધ્ય માં. લેક પુકાકી અને લેક ટેકાપો. અમે ટેકાપો જતાં હતા. રસ્તો પુકાકી ને છેડે અડી ને જતો હતો. મોડી બપોર હતી, આચ્છા વાદળાં થવા માંડેલા, સાથે તડકો પણ આવ જા કરતો હતો, અને માઊંટ કૂક ના દર્શન અને પુકાકી ના પાણી માં પ્રતિબિંબ! શું જોઈએ બીજું? ટેકાપો પહોંચ્યા ત્યારે સૂર્ય નો ઉઘાડ વધેલો, એટલે સામાન ઉતારી તરત જ લેક ને કિનારે પહોંચ્યા. હિમાચ્છાદિત શિખરો ની હારમાળા એ તો આખું સરોવર ઘેરી લીધેલું. આનંદ ઘેલા જરૂર થયેલા! પ્રભુ આનંદ નું રેશનિંગ બહુ કરે. આ સાંજ માં શ્રુષ્ટી ના એક પાસા ની છાબ ભરી તો આગલે દિવસે વરસાદ વાદળ ઠંડી અને ધુમ્મસ. પણ રાતે? બરફ અને હિમ! ત્રીજે દિવસે પ્રભાસ થતાં જ બહાર ડોકિયું કર્યું તો બરફ પડતો હતો, અને આખી દુનિયા – અમારી નજર માં હતી તે – શ્વેત બની ગયેલી. શું અવનવો અનુભવ! મુંબઈ કે સિંગાપુર ના રહેવાસી બસ એક ટીવી પર જ પડતો બરફ જોતાં હોઈએ, એને પ્રત્યક્ષ અનુભવ. પહેરેલે કપડે – લેંઘા પહેરણ અને નાઈટસૂટ માં જ બહાર, બરફ ને ઝીલવા!
ત્રણ ચાર દિવસે પાછા ક્રાઈસ્ટચર્ચ થી નીકળી આકારોઆ ગામે જવા નીકળ્યા. રસ્તામાં એક સુંદર સરોવર આવ્યું લેક ફોરસિથ – ન્યૂઝીલેંડ માં ઘડીએ ને પડીએ સરોવર આવે – અને એમાં કાળા હંસ બચ્ચાંઓ સહિત જોવા મળ્યા. આકારોઆ માં અમે જે કોટેજ માં રહેલા, એનું વાતાવરણ અદભુત હતું. આખી સેર માં આ જગ્યા અમારે મન શ્રેષ્ઠ હતી. અહીં પણ અમે ૨ કલાક નો ક્રૂઝ લીધો, ડોલ્ફિન જોવા, અને સાંજે એક અવનવી ટુર કરી જેમાં નીલા પેંગવિન જોવા મળ્યા. સૌથી નાના પેંગવિન છે, અને પૃથ્વી પર થોડીક જગ્યા એ જોવા મળે છે. છેલ્લી જગ્યા તે કાઇકુરા અને અનુભવો માટે શ્રેષ્ઠ! રહેવા ની જગ્યા સાદી હતી (મારી ગફલતે) પણ બીજે દિવસે જે ૩ કલાક ના ક્રૂઝ પર ગયા, એમાં સ્પર્મ વ્હેલ – ડોલ્ફિન્સ પેટ ભરી ને જોવા અને માણવા મળ્યા. એજ બપોરે થોડે દૂર સીલ ની કોલોની હતી, એમાં માં વાછરડા અને એદી તડકામાં પડી રહેલા નર સીલ, ખૂબ ખૂબ જોવા મળ્યા. ઘણી વાર વાછરડા ધાવતા હતા એ પણ જોવા મળ્યા.
૧૮ મે દિવસે ગાડી પાછી આપી, પ્લેન પકડ્યું અને દીકરી-જમાઈ-પૌત્ર પાસે સિડની પહોંચી ગયા. પૌત્રની ત્રીજી વર્ષ ગાંઠ મનાવ્યા પછી પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ના પર્થ શહેર થી નીકળી ઘઊં પ્રદેશ માં જંગલે ઊગતા ફૂલો જોવા ગયા હતા, એનું વર્ણન બીજી વાર.!
|
We let loose this time, and took a 5 week holiday, four of us instead of the normal two, but spring time it certainly was! It was a sweltering autumn-end in Singapore, but a cool spring in New Zealand’s South Island. ‘We four’ of “our four” fame set out in late September. NZ is a car-mandatory kind of country. Compare Mumbai’s core city (the 7 islands of Catherine’s dowry) population of 3 million in 150 sq. km to 1.2 million people on 150 thousand Sq.km. of land and lakes! Either horse or car for transport becomes inevitable, especially when horses no more. There are rail tracks, but most of the operation trails are for goods, just an occasional tourist journey from point A to B and back! Tickets priced for tourists.
So, a hired car it was, for our 18 day itinerary. I don’t drive, my better half does, and so does my friend, while his better half rides! However, I am better than ole Christopher at navigating – thank you Google maps! Given that we saw and experienced a lot, I will talk about the highlights of our joys.
We flew into Christchurch on 2rd Sep., and picked our car soon after checking in, and went wandering in town. Not the absolute truth, because we were holding up the “true Gujarati” flag, and headed to acquire packets of pre-cooked daal, bhaat and shaak! All because NZ does not allow grains and spices into the country. Snacks and munchies were a bag-full, so no issues there. The roads are lined with trees, and there are large parks everywhere. Folks live in houses – mostly – and high rises are by and large in downtown areas of the city. Each house has a garden in the front yard – irrespective of how tiny of humongous it may be, and ditto for the backyard! And it was spring!! Trees were in full bloom, cherry blossoms (NZ variety), jacaranda, and many others that I could not identify. The footpaths had more flower petal cover than shed leaves – and zero litter of course! I would scream for a stop to take a photo of some lovely overloaded flowering tree, and the driver would say “can not stop here, cars at the back!” and I would say, “we are on a road, what do you expect at the back? Elephants” and my friend would reward me with a whack! It rains frequently in NZ, and I am told its native name translates to “Land of the long white cloud” (I did come across writings which say that all this stuff about Maori names for the whole country is a chain of manipulations of language by the European migrants). So, most of the country is green – except in Winter when it is by and large white – especially the South Island, and it was Spring, so a lot of the green was hidden hidden under layers of pink blue white red yellow and all colours in between.
We had identified a Toyota station wagon as our car of choice, so that we could fit in all our bags. Toyota is ignorant of the “vaniya” perspectives on life, so while the specs said 5 bags, Toyota had not accounted for the cabin bags and such assorted accessories. But great solutions are our stock in trade, and between my friend and me, we packed it all in – every morning!
As we headed out of Christchurch towards the west, across mountains and streams, we had this fantastic backdrop to the road of suddenly rising range of mountains, all capped with un-melted winter snow. Gorse hedges in full bloom made us feel as if we were in Scotland and not “the other side”. Road fringe was full of grass with multi coloured blooms. The road is by and large lined by farms, with a few villages (10-20 dwellings?) thrown in. A unique site on these farms was the spraying gantry – also called “spans” - a 200-300 foot long skeleton of pipes with wheels mounted in between, that would roll across the crop spraying water or fertilizer or what ever! Had never seen that before!
New Zealanders are a polite friendly lot, and that is evident from their driving conventions. The roads have small pockets of space extended on the side, where people stop to let the guy in a hurry pass them, both raising their hand in acknowledgement. This is besides the “passing lanes” on the national highway. The reason is rather obvious! Not much space in NZ for broad multi-lane roads. My friend who has mostly driven in Bombay and surroundings was shocked! Letting the guy behind pass you! Not done! But soon a smile touched his lips, “it is a great way to eliminate the tension on the roads”, and quickly fell into that mind set. Each bend in the road revealed a new vista, a large lake set amid barren hills with snow peaks reflected in its brilliant blue waters, suddenly turning to jade, as the lake’s shores changed to thick forest cover. Suddenly the road was passing through an avenue of foliage that the sun just managed to filter through, passing the ever present mass of gorse. By noon we had reached deep into the mountainous area of Arthur Pass, and got down to wander around a bit. A gentle stream rolled across our path, but I decided to step on a rolling stone, sat down in the stream and got away with wet trousers and a stupid face! Driving on, we reached the western coastal town of Hokitika by that evening. The town retains its Maori name (although I have subsequently read that the word “Maori” is an artificially created word by Johnny come lately Europeans to club all the native tribes into a single grouping) as per the current practice of acknowledging the original inhabitants of New Zealand. It was light rain, mist, and cloudy skies till we left the mountains and reached the Tasman Sea in pleasant weather.
I would fill 30-40 pages if I describe all the places that we visited, so better stick to the memorable places. Past the next 2 days, we reached Queenstown. This part of NZ is known as the Southern Alps, the mountains are like a spine of the South Island, a bit off centre towards the west. There was apparently a lot of volcanic activity in history, and a number of lakes – most of them narrow, deep and long - were created then. I would guess that 10%-15% of these mountainous part of the South Island is covered by lakes. Queenstown is on the banks of the 80Km long Lake Wakatipu. The famous bungee jumping sport started near this town, and we did visit the bridge they jump off from. After a bit of city ambling, we headed to Te Anau and Milford Sound beyond that. Te Anau is also on a lake of the same name. There was a fully loaded – overflowing, really – cherry blossom tree right outside the porch of the house we were staying in. Te Anau has one mall – a true mall – of shops around a central garden and parking area full of various trees and bushes, all flowering in multi coloured hues. Milford Sound is a fjords with tall peaks topping the steep cliffs that form the fjord ( “fjords” are formed by sea flowing into glacier valleys where as “sound” is sea water into river valleys). The 2 hour cruise on the deck with wind and cold was too short for the beauty around. Back to Te Anau by late evening, a stroll along the lake and a bottle of Mud House Chardonnay. Cromwell on a longer route that took us to the eastern side of the Alps, the next day and a visit to the lavender farm (the lavender was NOT in bloom!) on the way to Lake Tekapo back into the heart of the mountains. Rain, mist, clouds but late sunshine as we touched the end of Lake Pukaki and a glorious view of Mt. Cook and surrounding range of snow covered peaks reflected in Pukaki with filtered sunlight creating spectacular scenarios. We rushed onwards to Lake Tekapo, dumped our bags at our house, and headed for the lake to take in the late afternoon sunshine on the water and peaks around the lake. By evening, the storm had moved in, mist and drizzle had started, and our star gazing event the next day was cancelled. The next day was worse weather, although we did drive towards Mt. Cook, but disappointed at the end. However, The Kahuna up above, chose to make it snow that night and part of the next day, and was that treat beyond hope for us Mumbai and Singapore residents! Christchurch the next day for a bit of urban R&R, before heading to Akaroa for a dolphin cruise. We passed Lake Forsyth a little before the Bank Peninsula – whose harbour is Akaroa – and saw a large number of black swans with their cygnets (baby swans) trailing their mother pen(female swan). The house we stayed in was a cottage of immense beauty! The best place we stayed in across quite a few trips. Hector’s dolphins from the cruise and little blue penguins on the evening conservation tour closed Akaroa for us, taking us to Kaikoura for the best experience of this trip – the sperm whale cruise with lots of playful dusky dolphins thrown in. And if that was not enough, the fur seal colony at Ohau Point later that afternoon! Kaikoura to Christchurch airport and our grandson in Sydney hugging us that evening!
We did a second trip after celebrating to see wild flowers in Western Australia, but I will keep that for another day.
|