Home વસંત નો ખોળો / Spring's Lap અદલા બદલી / Changing guard ધર્મ – પૂજા પાઠ / Duty – Rituals

ધર્મ – પૂજા પાઠ

Duty – Rituals

વોટ્સેપ આવ્યું અને ફોન નો અને ભેજા નો ઘાણ કાઢ્યો. વધારા માં ઓછું ટીક ટોક આવ્યું અને અબજો માણસો સ્વ. વૉલ્ટ ડિસની ના વારસદાર બની ગયા, અને એક ક્ષણ થી માંડી આખી ઘડી ની ફિલમ ઉતારવા માંડી, અને વોટ્સેપ પર કોવિડ ની માફક વહેતું મૂકે. ભારતના અબજો માં અડધા તો હિંદુત્વ ના મહારથી બની ગયા, અને જાત જાત ના હિંદુત્વ ના વિષય પર વિડિયો “કરાગ્રે” નો પાઠ કરે એની પહેલા વહેતો મૂકે. અમારા સ્નેહી મંડળ માં આવા વિડિયો ના “ફેન” છે, એટલે ત્વરિત આગળ ધકેલે! મને દૂ: ખ એ થાય કે શું આટલા બધા લોકો ને હિંદુત્વ શું છે, એની ઓળખાણ જરાયે નથી? આરતી ને પૂજા ને મંદિર ભગવા વસ્ત્રો જ હિંદુત્વ નું વર્ણન છે? એના કરતાં પેલા હરે રામ વાળા ની માફક ગળામાં ઢોલક અને હાથમાં મંજીરાં લઈ ફરે એ વધારે સારું વર્ણન! મારા ખેદ ને માન આપી થોડું લખવાની પ્રેરણા થઈ. ગમે છે કે નહીં, તે જુઓ.  

 

નરસિંહ મહેતા એ કશેક લખ્યું “આપણે આપણા ધર્મ સંભાળવા” – પરોઢિયે ઉઠી ને. મે વાંચ્યું નથી, પણ “નરસૈયો ભકત હરિનો” (સૌ પ્રથમ આવૃત્તિ – એક કોલેજ માં થયેલા પ્રોગ્રામ વાળી - , બનતા સુધી હરિન્દ્ર દવે એ “આસ્વાદ” કરાવ્યો તે આવૃત્તિ) સો બસ્સો વાર તો સાંભળી જ હશે! (પપ્પા ની આંખે નબળાઈ આવેલી તેથી એમની દુનિયામાં સ્વર અને સંગીત વધી ગયું, full volume પર કેસેટ વગાડતા!) અને હરિન્દ્રભાઈ આવું બોલેલા એ યાદ રહી ગયું છે!

હું માનું છું કે મે ‘તા “ધર્મ” નો અર્થ ‘કામગીરી નું કર્તવ્ય’ એવો કર્યો. મનુષ્ય માત્ર ના જીવનમાં ઘણી કામગીરી બજાવવા ની હોય. પુત્ર કે પુત્રી ની કામગીરી, સુથાર કે પૂજારી ની કામગીરી, રાજા કે કારકુન ની કામગીરી, પતિ કે પત્ની, માં કે બાપ, ભાઈ કે બહેન, મિત્ર કે પ્રેમી, પંડિત કે મજૂર, વગેરે. દરેક કામગીરી ના સંસ્કાર હોય, અને એનું કર્તવ્ય હોય. બસ આજ માનવી નો ધર્મ છે. પ્રભુ ને ભજવા, પૂજા કરવી, પાઠ બોલવા, તિલક કરવું, દીવો કરવો, મંદિરે જવું, આરતી કરવી, પ્રભુ ના ઉત્સવ મનાવવા, એ બધી ક્રિયા “પૂજા” છે, જે મનુષ્ય ના ધર્મ સમૂહ ને સહાય કરે છે, આખો વખત એના ધર્મ નું સંભારણ કરાવે છે, ધર્મ ના પાલન ની શિસ્ત યાદ કરાવે કે સ્પષ્ટ કરાવે કે વાખ્યા બતાવે, પણ પૂજા - પૂજા જ છે, ધર્મ ની સહાયક ક્રિયા છે, પણ પોતે ધર્મ નથી. પૂજા અને પાઠ ની ક્રિયા ઑ ના ઘણા ફાયદા છે, પણ સૌથી મહત્વ નો ફાયદો કે મન અને બુધ્ધિ ને પોતાના ધર્મ પર પૂર્ણ રીતે કેન્દ્રિત કરે, અને ધર્મ શું, એમાં ની વિશુદ્ધિ નષ્ટ કરવામાં સહાય કરે, તે.

એક વાક્ય મારા બાપાએ ઘણી વાર સંભળાવ્યું છે – જે એમણે પોતે અનેરા સંજોગ માં કોઈ લોક ગીતા ના વ્યાખાનકાર ના પ્રવચન માં સાંભળેલું. “કરમ ના એ મારવા, અને ધરમ ના એ મારવા, મારવા નો ન આવે આરો, એટલું જાણી ને દીધે તું રાખ, કરહણીયા, ઈમાં તારા બાપ નું શું જાય”. આ વાક્ય ના તત્ત્વ થી વધારે મોટો હિંદુત્વ નો સિદ્ધાંત કોઈ નથી!

મારા મનમાં આજકાલ “હિંદુત્વ” નું રાજકારણ માં તૂત ઊભું થયું છે, એનો ચેપ સમાજ માં પણ ખૂબ ફેલાયો છે – કોવિડ કરતાં હજાર ગણો ઘાતક છે, અને ઠેર ઠેર “હિંદુત્વ” બચાવો ના નારા લાગે છે, વિડિયો બનાવી લાગણીઓ ને ખૂબ દ્રવે છે. પણ બે ખામી મને દેખાય છે – એક તો આ “હિંદુત્વ” માં પૂજા પાઠ અને દેવી દેવતા સિવાય કોઈ વાત હોતી નથી. અને બીજી વાત કે “હિંદુત્વ” ને સંકટ કોઈ બાહ્ય આક્રમણ ને લીધે છે, એ વાત તદ્દન વાહિયાત છે, કારણ કે હિંદુત્વ ને સંકટ આપણા અને સમાજ ના વર્તન માં થી જ આવ્યું છે, બહાર થી નહીં. જો સમાજ નું હિંદુત્વ મજબૂત હોય – જે હજારો વર્ષો થી રહ્યું છે – તો બહાર થી માખી ગણગણે તો કંઇ સંકટ આવે નહીં, નબળાઈ ની સંભાવના થાય નહીં. આપણા સામાજિક ઇતિહાસ માં ત્રણ વાત ઘડીએ ને પડીએ જોવા મળે. એક તો બહારથી કોઈ આવી ને કંઇ છેતરપિંડી કરી ગયું. બીજું કે આપણે ભોળા હતા કે કમક્કલ હતા કે આળસુ હતા કે અભિમાની હતા કે આ છેતરપિંડી કે આક્રમણ સામે જજુંમ્યા નહીં (કે ઓછું જજુંમ્યા). ત્રીજી વાત કે આ ઇતિહાસ ના પર્વ માં થી પાઠ બહુ ઓછો લીધો, અને એક જ વાત નું રટણ કરતાં રહ્યા કે બહારવાળાએ નખ્ખોદ વાળ્યું. પોતાનો વાંક કે અનાડી પણું સ્વીકાર્યું નહીં. ચીટકી રહ્યા પ્રથા અને રિવાજો માં.  

પેઢી એ પેઢી એ પૂજા પાઠ કરવાનું જરૂર ઓછું થયું છે, કારણ કે ધર્મનું પાલન પૂજા પાઠ થી જ થાય એવી પ્રથા પ્રચલિત રખાઇ, અને જેમ જેમ નવી પેઢીઓ પ્રશ્ન પૂછવા માંડી કે પૂજા પાઠ નું મહત્વ શું, આપણા સંસ્કાર માં, અને શું પૂજા પાઠ જ આપણો ધર્મ છે? તેમ તેમ આ પ્રશ્ન નો ઉત્તર નબળો અને નવી પેઢી ને અમાન્ય લાગવા માંડ્યો, અને પેઢીએ પેઢીએ પૂજા પાઠ ઓછા થવા માંડ્યા, અને ધર્મ નો મર્મ તો ક્યાંય ઊડી ગયો. સાથે સાથે સામાજિક ઉત્સવ પણ સંસ્કાર નો આધાર છોડી મનોરંજન અને જાહેર કાર્યક્રમ બની ગયો છે. વિચાર કરો મારી શું હાલત થઈ હશે જ્યારે નવરાત્રિ ના ગરબા ના કાર્યક્રમ માં “બલમ પિચકારી” ગવાતું હતું, અને સંયોજક ને ઠપકો આપ્યો તો ઉત્તર આવ્યો “લોકો ની માંગણી છે!”

આપણા બધા શાસ્ત્રો નો ઉદ્ભવ વેદ માં થી થયો એમ કહેવાય કે ગણાય છે. આમ માણસને પૂછો કે વેદ માં શું કહ્યું છે, તો “નથી જાણતો” કે “યજ્ઞ અને હોમ હવન ની વાતો” એવો જવાબ આવશે. બીજા જ્ઞાની વ્યક્તિઓ કહેશે કે વિશ્વનું બધુ જ્ઞાન વેદ માં થી જ આવ્યું! મેં જરા શાસ્ત્રો વિષે ના થોથા ફંફોળ્યાં તો થોડી સ્પષ્ટતા મળી. એક કે વેદ ને સમજવા ૬ ભાગ ની ગાઈડ જોઈએ. એ પણ પૂરી ના પડી, એટલે વેદ ની વધારે ઓળખાણ કરાવતાં ૪ બીજા શાસ્ત્રો રચાયા. એક માં વેદ ના બધા શ્લોકો નો સમૂહ – ડુપ્લિકેટ શ્લોક કાઢી ને – રચાયો અને સંહિતા કહેવાયો. બીજો યજ્ઞ તથા પૂજા વિધિ વગેરે નું વર્ણન કરતું શાસ્ત્ર રચાયું – અને એમાં ભૂમિતિ ગણિત વાસ્તુ શિલ્પ ની વાતો ઘણી આવી અને એવા વિષય ના શાસ્ત્રો નું સંકલન થયું એને બ્રાહ્મણક કહેવાય છે. પછી આવ્યો આરણ્યક, જેમાં કઈ વાતો અને મુદ્દા પર વિચાર અને વિમર્શ કરવું, એ ચીલો ચાલ્યો. (આ ગ્રંથ નું નામ અરણ્યક એટલા માટે પડ્યું કે અરણ્ય માં આસન ગ્રહણ કરી એકાંત માં બેસી ગ્રંથ ની વાતો પર વિચાર વિમર્શ કરવાનો આગ્રહ છે!) આખરે વેદ ના અંતમાં – ઉપનિષદ ઉર્ફે વેદાંત નામે - આધ્યાત્મિક સિદ્ધાંતો નું સંકલન અને વિવરણ લખાયું. મારા મને પહેલા બે માં પૂજા અને વિધિ ની વાતો થઈ, અને બીજા બે માં સિદ્ધાંતો, મર્મ, અને સંસ્કાર ની વાતો લખાઈ! એટલે કે ધર્મ શું એ આરણ્યક અને ઉપનિષદ માં આધ્યાત્મ ના નેતૃત્વમાં વર્ણન કરાયું, જ્યારે પુજા વિધિ વગેરે ને જુદા શાસ્ત્રો માં લખાયું. બંને જોડી ની જનેતા તો એકજ, પણ વ્યક્તિત્વ જુદું. આ હજારો વર્ષ થી સનાતન “ધર્મ” જીવંત અને પ્રસરેલો છે, તે જોડિયા પણ જુદા એક માતા ના તનય!

હિંદુત્વ આ ધર્મ ના મર્મ માં રહ્યું છે. પૂજા વિધિ એને શોષણ આપે છે,  પણ ભિન્નતા જાળવીને. હિંદુત્વ નું “રક્ષણ” કરવા ધર્મ ને ઓળખી ને એનું ભરણ પોષણ કરીએ. ઇતિહાસ ના પાઠ શીખી અને આળસ છોડી કર્મ અને ધર્મ ની જોડી પાકી કરીએ. નવી પેઢી ના પ્રશ્નો નો સાફ ઉત્તર આપીએ કે “ધર્મ જ પ્રધાન છે, પણ એ પ્રધાનતા જાળવવા ની technique સ્વરૂપે પૂજા પાઠ અને ઉત્સવ મનાવવા જરૂરી છે”.

હિન્દુ ધર્મ ના આદિ સિદ્ધાંતો કયા? મારું લિસ્ટ આ પ્રમાણે છે.

१ કર્મ નો સિદ્ધાંત છે અહીં કર, અહીં ભર.

२ આપણે આપણા ધર્મ સંભાળવા , ધર્મ નો મર્મ લેવો વિચારી. મે’તા ના શબ્દો.

३ વિશ્વ કે બ્રહ્માણ્ડ કે કાળ બધુ જ પોત પોતાના ચક્રમાં ફરે છે. દૂ: ખ, સુખ અવતાર બધું જ ચક્ર માં ફરે, જાય અને આવે, આવે અને જાય.

४ ઈશ્વર કેવા? તો વેદમાં લખ્યું છે તેમ “ને’તી, ને’તી” (ने’ती ने’ती) ન + ઇતી = “એ નહીં, એ નહીં” કોઈ ને ખબર નથી, એટલે દરેક માનવી પોત પોતાની કલ્પના પ્રમાણે ઈશ્વર કેવા એ દ્રષ્ય ઉર માં રાખે. મારા મનમાં એક વિચાર એવો, કે  હું નથી જાણતો એ બધી વાતો ઈશ્વર માં સમાએલી છે. મારા અજ્ઞાન નું જ્ઞાન ઈશ્વર માં છે.

५ સત્ય શું એ ની શોધ એજ બુધ્ધિ ની પરાકાષ્ઠા.

६ મનુષ્ય ના અસ્તિત્વમાં જે ભાવ એને શોષણ આપે એજ ભાવ એને નષ્ટ પણ કરી શકે. એટલે બધા ભાવ માં સંયમ અને સમાધાન રાખવું એજ માનવ જીવન નો મૂળ સિદ્ધાંત છે.

હાઇલા! શું લખાયું આજે!

 



The arrival of WhatsApp has created a tsunami of its own, flash flooding our brains. If that was not enough, Tik Tok triggered the inner Disney in zillions of people, who started creating videos of micro seconds to hours, and send them out on WhatsApp like Covid infections. Half of such hordes in India are defenders of the faith, and they prepare videos on various Hindutva related topics, and send them out before they brush their teeth each morning. Our near and dear ones have a few fans of such videos, and forward many such videos. It pains me to see this extremely narrow view of such a vast entity – the spiritual and philosophical heritage of India! Is worship and rituals the sole identity of Hinduism? Even the thought of it makes me shiver. Better the Hare Ram fellows with a dholak round their necks, and tiny cymbals in their hands, going around singing praises of Krishna.  This acidic feeling has driven me to write this, which may or may not be liked!

  

The doyen of Gujarati poet saints – Narsinh Mehta exhorted his listeners “contemplate your ‘dharma’ first thing as you rise at dawn, and absorb it’s essence”. I have not read his writings, but I have listened to a musical rendition of his devotional songs – alive recording of a musical evening celebrating the poet -  a few hundred times! My father had dimming eyesight, and sound and music had become his world, and played cassettes – including this one – at full volume, day in and day out. The compere had included this sentence in his comments.

I believe Narsinh used the word “dharma” in its truest sense of “duties of a role” to be delivered by each person. Role of an artisan, a progeny, a spouse, a sibling, an administrator, a king, a carpenter a priest, a friend, a lover, a teacher. Each role has its own specific ‘sanskaar’ – value system, protocols. These then, are a man’s “dharma”. The rituals, the worship, the temple visits, are all accessories of the observance of dharma. They focus one’s mind on the dharma, condition it to exclude the contrarian thoughts, the vacillations, the straying – both for the details and the essence, a reference point if needed, clarifying a dilemma of what was or wasn’t dharma in a specific role. There are many other benefits and purposes served by rituals and practices, but they are not “dharma”.

My father often repeated a phrase he had overheard from a discourse on the common man’s version of the Bhagavad Geeta known as Lok Gita. “Like it or not, you have to exert, dear man, whether for work or for the divine, so, just go for it and put in your effort, there is nothing to loose”. I feel that this sentence (translates poorly into English) is the essence of our spiritual inheritance.

Hindutva – Hindu’ness in English – is a buzzword coined and propagated for political purposes in recent past, and while I will not engage on that strategy, I am worried about a more widespread feeling and its countering approach about “Hindutva in danger or recession, and the aggressive focus on temples, and puja rituals and the like with an undercurrent that external agencies are “doing this”.

I too am concerned that permeation of the sanskaar that our spiritual heritage has brought us, are reducing. Unfortunately, this domain has little or no presence in popular understanding of Hindutva. To my mind the strain on the presence and permeation of “Hindu” sanskaar, is totally self-induced in our society – no external agencies! In the past all historical situation where in people and societies of Hindu persuasion were over powered, destroyed, replaced, we either did not sense the danger from the invasions, did not band together to defend the invasion or were just too indulgent with the new arrivals that we were taken advantage of. To these points, I say our fault today lies in not taking lessons from history! “external forces” have been the most common excuse of the lazy, the inept, the self-centred and just plain stupid.

Every succeeding generation of youth questioned the performance and observation of rituals and rites, by asking “why are we doing so?” and getting answers they found neither credible nor acceptable. Those answers were typically, “it is our way, gods demand it, we have always done so etc.” thus firming up a understanding in the populace that Hinduism is about these rituals! Our spiritual and philosophical heritage has such a tremendous population of principles and values that this notion of rituals dominating our heritage is nothing short of irresponsible. The unacceptable explanations of why rituals, and the stick of tradition and force to observe, moved each succeeding generation away from Hinduism to scepticism about spirituality in general. Even cultural practices and celebrations yielded to this scepticism, and have been turning into entertainment activity rather than a cultural one. Imagine my chagrin, when I scolded a Navaratri garaba organiser for getting the music group to sing “balam pichakari” at the Navaratri event, and he responded with “that is what the people want!”.

We – Hindu’s / Sanatani’s native Indians, say that all our scriptures are born of the Ved. If one were to ask a common – reasonably educated person – “what does the Ved specifically (to avoid the ‘everything’ answer) talk about. The really honest ones will say “I don’t know” , others will say “it is all about sacrifice, fire and stuff” and a few may still say “knowledge of the entire universe!”. I ventured to read a little about what’s in the Ved. To study the Ved, rishi’s of yore organised a 6 part guide, a pre-requisite course to be completed before one hears the first shlok of the Ved! Ved the undivided one – was considered too large, and Ved Vyas – the rishi – split into 4. Then came various follow-ons. Each Ved’s shlok’s were duplicate deleted (I assume) and put into a collection called Samhita (which means collection!!). Then all the rituals and preparations for these rituals were detailed (Ved is not hot on details) with processes explained in a volume called the Brahmanak. A few basic sciences like Mathematics including trigonometry and solid geometry  architecture appear here with specific coverage. Next was the Aranyak, so named because it recommended deep thought, analysis and cogitation on various philosophical and spiritual matters appearing in the Ved, while being in isolation in an Aranya – a forest. Finally, a number of commentaries and analysis of philosophical, spiritual, non-temporal matters presented in the Ved, and known as the Upanishad’s (because there are many linked to each of the 4 Ved’s) or collectively as Vedant = at the end of the Ved. Again, I see these as a clear separation between the rituals and the philosophy or principles. If the scriptures have made this separation, and we all revere the scriptures, then we too must accept and implement this separation. My version of dwait and adwait. The spiritual system and philosophy has spread and survived for these thousands of years, because daily life was governed by the dharma embodied in the philosophy and spiritual principles, and reinforced by the rituals that focussed the mind, enlivened the learning processes, provided referential avenues, and platforms to seek clarification of dharma related dilemma’s. The community aspect of rituals was simplified into cultural festivals which used cultural activities and artefacts to encompass essential rituals that may have been impractical at daily individual levels.

To retard the indifference to this heritage, we must adopt a three way approach. First, change the identity of Hindutva from a collection of rituals, to a collection of principles and philosophies, supported – not supplanted – by some rituals. Second provide reasonable explanations for a minimal set of rituals to be included in daily life in answer to the “why” that the younger generation asks. Finally, stop the corruption of cultural festival celebrations with aspects of entertainment components.

Here are a set of 6 basic principles which my mind uniquely identify Hinduism.

1. The principle of karma is “do it here, take the consequences here too”.

2. Reiterate your ‘dharma’ first thing as you rise at dawn, and absorb it’s essence. In other words, you daily life needs you to keep an immutable understanding of your roles and corresponding duties at the front of your thought processes.

3. Every event in the universe- ethereal or carnal - moves in a cycle. To put it crudely, what goes around, comes around, always!

4. What is God like? The Ved is rather clear about describing God i.e. Ishwar: “not that, not that” to a multitude of attempts to describe God. “Nay’ti Nay’ti”.

5. The ultimate in intellectual pursuits is a search for the absolute truth.

6. The same emotion that gives man the drive and the forbearance to achieve can also lead man to distress and destruction. Hence, moderation in all matters is the key to life.

Whoa! I have out done myself!