ઉછેર ની મુંઝવણ |
Parenting dilemma |
ગઇ કાલે અંજુ નો ક્લાસ પત્યો પછી અમે થોડા અંજુ ના યોગાસન ના શિષ્યો સાથે જમવા ગયા. એક યુગલ આજ કાલ ખાસ ધ્યાન માં છે, કારણ કે પત્ની ગર્ભવતી છે, થોડુંક સંભાળવાનું છે, અને માં વધારે ચિંતિત રહે છે. એક પુત્રી છે – ૫ વર્ષની. આમ જ વાત નીકળી કે અંજુ અને મારી પેઢી નો ભારત ખાતે ઉછેર કેવો રહ્યો, અને હવે વાતાવરણ કેવું છે. સિંગાપુર ના બે ત્રણ શિષ્યો સાથે હતા, અમારા કરતાં વયે નાના, પણ આજ ના નવોઢા કરતાં મોટાં. ખાસ બે વાત થઈ, કે નાનપણમાં ક્યારે, કેવો, કયા કારણે અને કોના હાથે માર પડતો, અને અમારા માં બાપે ભણતર અને વ્યવસાય ના વિષય માટે શું અને કેવું વલણ રાખ્યું? આજ ના જમાના માં છોરું ખોટું કરે, અને માં કે બાપ નો હાથ વીંઝાય તો બાળક પોલીસ ને ફોન કરે કે મારા માં- અમે એક પેઢી ના ત્રણ જણા હતા. ત્રણ વાત ખાસ કરી, કે શાળા માં કોઈ કામ માં ગફલત કરીએ તો શિક્ષક ને હાથે ફટાક દઈને માર પડતો. હાથે થી, ફૂટપટ્ટી થી કે નાના ગામ કે શહેર માં કદાચ સોટી પણ વપરાતી. ગુજરાતી માં એક જોડકણું છે : “સોટી વાગે ઝમ ઝમ, વિદ્યા આવે ઘમ ઘમ”. બીજું કે ઘર આંગણ માં કોઈ પણ વડીલ તોફાન કરતાં છોરા ને એક ઠોકી દે, અને છોરું માં બાપ ને ફરિયાદ કરે, તો બીજી એક પડે: કે તું કંઇ તોફાન જ કરતો હશે! શિક્ષકે માર્યું એમ ફરિયાદ કરીયે તો બે પડે, અને શિક્ષકે નોંધ લખી હોય તો એના ઉત્તર માં બે ને બદલે ત્રણ ઠોકવાનું પ્રોત્સાહન અપાય. આ ઠોકમ ઠોકી માં બે વાત ઊભરી આવતી. છોરું રડે, પણ થોડી વાર માં આગળ ચાલે, પણ શાને માટે પડી હતી એ ભૂલે નહીં, અને એવી ભૂલ બીજી વાર જવલ્લે જ પાછી કરે – નફ્ફટ હોય એની વાત ઊંધી – ખુશ થાય કે તોફાન કર્યું એનો ઘમંડ કરે! કોઈ બચતું નહીં, બધાને કોઈ ને કોઈ વાર લાફો કે ફૂટપટ્ટી પડતી. કોઈ એ માર ખાધો જ ન હોય એ બોચિયો ગણાતો. એક વાત અમને બધા ને આજીવન ખબર છે કે એ માર માં કોઈ ક્રોધ નો અણુ પણ નો’તો. ફક્ત સુધારવા માટે ની યાદી (કોઈ વાર સજા) ના રૂપમાં જ હાથ ઉપડતો. આજે પણ યાદ હોય કે ઉમાબેન કે નાબર સર ના હાથ નો માર ખૂબ ખાધો હતો, પણ ગણિત કે હિન્દી ના ફાવ્યું તે ના જ ફાવ્યું. આ વાતાવરણ માં એક બે શિક્ષક કે ઓળખાણ ના કોઈ વડીલ એવા મળતા કે જીવન ની રૂહ બદલાઈ જતી. મારે દસમી માં એક પાદરી (કોન્વેન્ટ શાળા માં હતો) ભૂમિતિ શિખવે. સાફ રીતે કહું તો ઠોઠ હતો. બીજા શિક્ષકો ની નોંધ ઉપાડી લાવે અને ક્લાસ માં પોપટ ની માફક બોલી જાય. પછી ભૂમિતિ નો કોઈ દાખલો પુરવાર કરવાનો કોયડો ક્લાસ ને આપે. અમને ખબર પડી ગયેલી કે કઈ ચોપડી માં થી આ પ્રોબ્લેમ ઉપાડે છે. એની પાસે એક સોલ્યુશન હોય, પણ અમે ચાર પાંચ એવા હતા કે બીજા સોલ્યુશન જ આપીએ, પાદરી ને સમજાય નહીં, શિક્ષકો ના રૂમ માં જઈ બીજા ભૂમિતિ શીખવનાર ને પૂછે અને બીજા ક્લાસ માં અમને વઢે કે જુદા સોલ્યુશન કેમ કાઢો છો, પણ ગુણ તો પૂરા જ આપવા પડે! અમે ચાર પાંચ ને ખૂબ મજા આવતી – એની મજાક ઉડાવવા ની – આવી રીતે – પણ એને લીધે અમને ભૂમિતિ માં ખૂબ રસ પડ્યો અને હંમેશા અમને પરીક્ષામાં ઉચ્ચ ગુણ મળતા. એવું જ મને સંસ્કૃત માં પણ થયેલું, પણ શિક્ષક બાહોશ અને જાણકાર હતા. એમની સમજાવેલી સંધિ આજે ૬૦ વર્ષ પછી પણ યાદ છે. માનું છું કે ભૂમિતિ ના પ્રેમ ને લીધે જ હું એંજિન્યરીંગ માં ગયો. વાત વાત માં અમે કયા વિષય માં આગળ વધ્યા અને અમારા માં બાપે શું વલણ અપનાવ્યું એ વાત નીકળી. અમે ત્રણે જાણ ને સરખા વિચાર ના માં બાપ મળ્યા. દુનિયા કંઈ પણ કહે, તને જે વિષય માં રુચિ હોય એ ભણ અને કર. એક જ આશા વ્યક્ત કરી કે જે પણ વિષય લે, એમાં ઉચ્ચ આવડત કેળવ જે. મારે કોઈ ખાસ દુવિધા નો’તી, કારણ કે મારે એંજિન્યરીંગ માં જવું હતું, પણ બંને મમ્મી અને પપ્પાએ વારંવાર કહેલું હતું, કે જ્યાં રુચિ હોય ત્યાં જા. બસ એક વડીલે મારા આંખ ખોલી. મારે એરોનોટિકલ કરવું હતું, અને એમણે એક જ સવાલ પૂછી મારી આંખ ખોલી. કે ભણી લીધા પછી નોકરી ક્યાં કરીશ? શું ભાવિ હશે ત્યાં? જવાબ તો આમેય ખબર નો’તી, અને એમને જોઈતો પણ નો’તો. એમનું ધ્યેય પ્રશ્ન પૂછી ને જ પૂર્ણ થયું હતું. ગયો ઇલેક્ટ્રિકલ માં, અને સહજ રીતે નવા વિષય કોમ્પુટર માં પહોંચી ગયો. અંજુ એ પહેલાં તો સાયકોલોજી લીધું અને પછી સ્પેશિયલ એજ્યુકેશન માં ગઈ, સગાં વ્હાલા કટ કટ કરે, પણ અંજુના માં બાપ અડગ રહેલા અંજુ ના સપોર્ટ માં. પેલા યુગલ ના ભાઈ ને બાળક ને જે વિષય માં રુચિ પડે એમાં વધવા દેવું, એ વાત તો ગમી, પણ પછી પૂછે, “કેટલા વર્ષે આ પસંદગી બદલાયા કરે એનો અંત આણવો?”. અમે ત્રણે સાથે બોલી ઉઠ્યા, આજીવન! અંત આવેજ નહીં, એમાં જ વૃદ્ધિ છે. બંધ જ ના થાય! પેલા ભાઈ જરા ડઘાઈ ગયા, પિતા થઈ ને બાળકને કયાં સુધી મન માની કરવા દેવી? વિષય બદલ્યા કરે તો? સ્થાયી ક્યારે? અમે એને બે ત્રણ દાખલા આપ્યા. અમારી મોટી દીકરીને મરીન બાયોલોજિસ્ટ થવું હતું. ત્યાંથી યુનિવર્સિટી માં બાયો કેમિસ્ટ્રિ કર્યું, માસ્ટર્સ અને PhD કર્યું જેનેટીક્સ માં, ૫- અંજુ ના યોગાસન ના ક્લાસ માં આવતી બે પુખ્ત વય ની યુવતી ઓ એ અચાનક નોકરી છોડી દીધી, “કે મારે થોડો વખત જે મન ફાવે તે કરવું છે”. કમાણી ની બચત સારી હતી, અને આત્મવિશ્વાસ ભરી હતો, એટલે ફટાક દઈ ને નોકરી છોડી દીધી. કૌટુંબિક જવાબદારી પણ નો’તી. એક ૫૦ ની આસપાસ ની ઉમર વાળું યુગલ હતું. એને પણ આવું જ કર્યું કે અમે “ઘરે” -
|
A post- All three of us – same generation, growing up in India – said this was common practice in India, and all of us had gone through it. Hand, or a wooden footrule or a switch (occasionally in the villages or small towns) would deliver the whack. Invariably it was for a job not done or done with errors, and of course as punishment for a mischief. Gujarati language has a saying for this: “ knowledge comes faster to the beat of a cane”. Even adult neighbours or family members were free to give you a whack if you deserved it. Complain to your parents and you would get one more, “you deserved it!” and if it was a whack from your teacher, you got two from your parents. One for the mischief and one for complaining about a teacher. Of course there were always a few odd balls who revelled in mischief and the consequences there of. But if a fellow in class never got whacked he was considered a nerd or weirdo. Few ever repeated that mistake or mischief we got whacked for, although a few subjects were beyond pain, and we remember to this day, that wither Ms. Uma or Mr. Nabar whacked me the most, but I never got the hand of maths or Hindi. The universal understanding all had, was that there was not an iota of anger in these whacks. They were only to remind one – “do not repeat”! This environment in school had its highlights too, when we encountered some unique teachers. I was in class 10 (11 was high school completion) in a “convent” school, and a Jesuit priest taught us geometry. Sorry to say but the guy was a complete gunk! He would “borrow” material from other geometry teachers, and parrot it out in class. Then, he would present us with a problem, he already had a solution to. There were 4 or 5 of us in class, who always solved the problem (I geometry we normally had to prove some contention) and gave a proof that this teacher did not have. Poor fellow went to the teacher’s room, asked one of the others to check out our stuff, come back the next geometry class and scold us for being different but still had to give us full marks! We got so interested in pulling his leg with such attitudes, that we did exceptionally well in geometry exams! One reason I took to engineering so quickly. Another teacher was the exact opposite. A Sanskrit teacher, who made “unknown translations” i.e. unfamiliar Sanskrit passages translated to English, a real challenge, but provided us verse where all words were synonyms! 60 years hence, I remember all the conjunction rules he taught us! Our conversation moved on to how we chose subjects of our interest and how we were supported in our choice. All three had enlightened parents. They went all out to encourage us to pursue our choices, irrespective of what others said. I was fortunate that I chose engineering, b I was hot on aeronautical engg., so my dad got a friend of his – who I respected and liked a lot – to talk to me about it. All he did was ask me a question, to which he did not really seek an answer – he just needed me to work on the answer for myself. He said, “what do you think will be your job profile after becoming an aeronautical engineer?” That’s it, I swiftly changed to Electrical, moved in computing and made my career therein. Similarly, Anju wanted to go into special education for the mentally challenged children. Against all odds, her dad stood by her resolve, and voila, that became her vocation till we came to Singapore - The father of the couple I mentioned above, liked the whole approach of “environment immersion” so the child could choose whatever he or she liked, but had a nervous question: “at what age is the cut off for choosing subjects and jumping from one to the other?” Three of us piped up instantaneously: never! It is a lifelong process. We gave him a few examples. My daughter was interested in either marine biology or astrophysics! She chose biochemistry (with some inputs from us – keep doors open for the future), did her Masters and PhD in genetics, started teaching and research and started teaching structural bio, and now is doing a Masters in learning systems. A niece- Two of Anju’s yogasan students – middle aged ladies – just up and quit their jobs to go do something different. They have few or no family responsibilities, and financially Ok, and supremely self-
|