ગઠિયા ૫૫ |
Mates 55 |
આ મહિનાની ૧લી તારીખે તો ગઠિયા મંડળી માં ખોવાઈ ગયો હતો! લખવા નું તો શું, સંસાર ભૂલી પાછો ૫૫ વર્ષ પૂર્વી ભૂતકાળ માં મ્હાલતો હતો. હેં? IIT માં સૌથી વધારે સમય ગાળ્યો એ ક્લાસ ઉત્તીર્ણ થયે ૫૦ વર્ષ થયા, એની જયંતી નો ઉત્સવ મનાવવા પાછા IIT માં ભેગા થયેલા! ૫ વર્ષ સાથે રહ્યા, જાત જાત ના ત્રાગા કર્યા, કળા, સાહિત્ય, સ્પોર્ટ, કે શુધ્ધ ધમાલ કરી - થોડા ઘણા ને વચ્ચે વચ્ચે મળ્યો હતો, ૨૫ વર્ષ ની જયંતી માં મળેલા પણ એ વખતે કાયા અને દેખાવ ખાસ બદલાયો નો'તો, પણ આ વખતે તો બધા જ ૭૦ ની ઉપરના, એટલે ઓળખાશે કે નહીં, એજ મોટી ચિંતા હતી. મોટે ભાગે બધાજ ને માથે ધોળા કે પૂર્ણ સાફ! માણ ૧૦% ખાસ બદલાયા નો'તા, એટલે ઘણા ની નેમ- બૂમા બુમી અને જોર થી ભેટવાનું! "અત્યારે શું કરે છે" પ્રશ્ન નો ઘણી વાર ઉત્તર આવે - બસ વાતો માં એક અંશ મોટો હતો - વિશ્વના પ્રખ્યાત વિશ્વવિદ્યાલયો ની એક ખાસિયત એવી છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થી ઑ એ વિદ્યાલયો ને ફાળો ઘણો જ આપે છે, અને એ કોષ ને આધારે આ વિશ્વવિદ્યાલયો સમૃદ્ધ રીતે પ્રગતિ અને વિકાસ કરી શકે છે. આ ક્લાસ ના વિદ્યાર્થી ઑ પોતે ઘણા ધનવાન બન્યા છે, અને મુંબઈ ની IIT ને ઘણું દાન કર્યું છે – જાત જાત ના લક્ષ્ય માટે: જૂનો છાત્રાવાસ (૧૯૬૦- મારા ઉર માં એક વિચાર બહુ ફફડતો હતો કે અમે ભણતા ત્યારે બધાની આર્થિક સ્થિતિ સરખી હતી, બધાજ કરકસર ના રસિયા હતા – બે ત્રણ ચાર હતા ધનવાન કુટુંબ ના, પણ કોઈ ને પૈસા નો દંભ નો’તો. ૫૦ વર્ષ દરમ્યાન આર્થિક સ્થિતિ ઘણી બદલાઈ ગઈ હોય, અને બધા જ પામતા પહોંચતાં – જુદા જુદા અંશે – હોય, અને જીવન સરણી ખૂબ બદલાઈ ગઈ હોય, એ મિત્રો નું વર્તન કેવું બદલાયું હશે. પણ પહેલી સાંજે બધા ને મળી ને એ શંકા તદ્દન નાબૂદ થઈ. કોઈ પૈસા કે સમૃદ્ધિ નો દંભ કે દેખાવો કરતાં નો’તા. ફક્ત મિત્રતા અને ગાઢ સંબંધો અને લાગણી નો જ અનુભવ થતો હતો. એટલે સુધી કે વસ્ત્રો પણ જાણે ૫૫ વર્ષ માં બદલાયા ના હોય – અડધીયા, બાંડિયા, ટી- મળ્યા, ભેટ્યા, ફોન નંબર ની આપલે કરી, મારા ગામે આવો તો જરૂર સંપર્ક કરજો ના નિમંત્રણ અને વાયદા ની આપ લે થઈ, અને છૂટા પડ્યા. પણ મન અને હ્રદય ભરાઈ ગયું કે IIT ગયો, રહ્યો, ભણ્યો, ગાંડા કાઢ્યા, નિરાશ થયો, પડ્યો આખડ્યો, ઊભો થયો દોડવા માંડ્યો, પુખ્ત થયો, વ્યક્તિત્વ સક્રિય કર્યું, અને આજીવન મિત્રો મળ્યા, એ જીવન નું શ્રેષ્ઠ વરદાન હતું. અને એ વરદાન ને લીધે બાકી જીવન ની સાર્થકતા – પત્ની, દીકરીઓ, કારકીર્દિ, સફળતા મળી અને માં બાપ અને વડીલો એ બક્ષેલા સંસ્કાર ફળ્યા. તૃપ્ત છું. |
1st Feb saw me lost in a crowd of pals from 55 years ago! Completely obvious to all and everything except the guys around me – all either grey or bald! What Ho? The graduating batch of 1975 was the one I spent maximum class time with, so naturally I joined their Golden Jubilee Celebration in a campus that we recognised only in part! We lived together, joined in all kinds of pranks and schemes, in performing arts, debates, quizzes, sports and just simply whiling away time in talking and pontificating. Oh yes! We did study as well, all starting 55 years ago! I had met many of them during the Silver Jubilee celebrations, and been in touch with a few in e- Yells and shouts and warm hard hugs! Soon followed by “what are you doing now?” “Retired and in full time service of grandchildren” were frequent replies – as was mine! Some were active in their established careers, some had become consultants, or academics. Quite a few were located in the US, and met often. The conversation soon veered to bypasses, knee replacements, stents no- Events had been organised by the Alumni office and the Alumni association. Two milestones caught everyone’s attention. Sadly, the first was a roll call of classmates who had passed away – a bit less than 10% of our batch. The happier milestone was the giving back that this batch – and a large number of other batches as well – had done. New departments, faculty support, named chairs for academicians of high repute to join IIT, rebuild dilapidated hostels (we had 9 for about 3000 students, now IIT had nearly 14,000 soon to grow to a targeted 17,000 in 21 hostels) and labs upgraded with current equipment. We had Russian rejects in many of our labs! I lived in Hostel- I had some concerns: in 1975, all of us were on wafer thin allowances (except may be 5- We met, embraced, remembered, created new memories (of aged faces!) exchanged phone numbers and invited each other to visit if they happened to be in our towns, and went our ways. My heart and mind was full of elation, pride and happiness. Joined IIT, lived there, failed, got up, succeeded, did crazy things, a little of wise things, studied a bit, learnt a huge amount, formed attitudes and personality, was disappointed, elated, made lifelong friends, and got blessed for the rest of my life. And these blessings coupled with the sansakaars I inherited got me the other boons – career, my wife and daughters. I am not asking for more!
|