અદલા- |
Changing guard |
કહેવત છે “સાંઠે બુદ્ધિ નાઠી!” એટલે જ બધી સરકારો સાંઠે નિવૃત્તિ નો નિયમ બનાવે, અને મારા જેવા ને છુટ્ટા કરી દે! પછી જેટલા મળે ને પૂછે “શું કરો છો?” અને જેવો જવાબ મળે કે “નિવૃત્ત છું” તો અદેખાઈ થી ઉભરાતો “વાહ હવે તો આરામ જ આરામ! ખુશી ની જિંદગી!”. કેવી રીતે સમજાવવું કે હમણાં જ શષ્ઠીપૂર્તિ મનાવી, બીજી વાર એજ સ્ત્રી ને પરણ્યો, અને હવે આગલા ૨૦ વર્ષ કમાવું કેવી રીતે, એની બીક પેસી ગઈ છે! વડીલો ને પૂછ્યું કે આ ૬૦ વર્ષે પાછું છોલાવાનું શું કામ, તો જવાબ આવ્યો “શસ્ત્રો માં લખ્યું છે, એટલે!” અને પછી અટ્ટહાસ્ય! બોલ્યા નહીં પણ સંદેશો સાફ હતો! અમે છોલાયા તો તું કેમ રહી જાય! બાળકો ને ઇચ્છા હોય કે અમે વ્યવસ્થા કરીશું, પણ ઉત્સવ મારો તો બચ્ચા ઓ પાસે કંઈ ખર્ચો કરાવાય? શાસ્ત્રો રચાયા ત્યારે લોકો ૬૦ પછી થોડા વર્ષો માં પહોંચી જતાં, હવે આપણે ૮૦ તો કાઢવા ના તો અનિવાર્ય ગણાય! મેં તો કેટલા વર્ષો થી બર્થડે મનાવા નું બંધ કરી દીધું હતું, અને દેશ થી દૂર રહેવાનો ફાયદો કે શાસ્ત્રો નો સંદેશો પહોંચતાં વાર લાગે! ષષ્ઠી ની પૂરતી સહજ રીતે પાર થઈ! પણ શસ્ત્રો આ લખ્યું શું છે? બે જુદા શાસ્ત્રો જોવાના. એક માં જ્યોતિ એટલે પ્રકાશ આપે એ વસ્તુ નું શાસ્ત્ર છે, જેને સચોટ રીતે જ્યોતિષ કહેવાય છે – Astronomy! Astrology અર્થાત્ કુંડળી ભવિષ્ય હસ્તરેખા વગેરે નું શાસ્ત્ર નહીં. આપણા પૂરવજો ને સૌ પ્રથમ તો સમય માપવાની જરૂર હતી. એમાં થી ઊપજી તે કાળ નિર્ણય ની જરૂરત. આકાશ અને ત્યાંના રહેવાસી જ્યોતિ બિંદુ નો અભ્યાસ આદર્યો અને બે ખાસ નિષ્કર્ષ વાત સમજ્યા કે આકાશ માં ફરતા ગ્રહો તારા સૂર્ય ચંદ્ર વગેરે ચોક્કસ સમય નો ગાળો પાળી ને ફરે છે! હવે પ્રશ્ન ઉપડયો કે સમય નો માપ શરૂ કયાં થી કરવો? આ પ્રશ્ન ના ઉત્તર નો સંકલ્પ કરતાં જે અભ્યાસ થયો, અને જે જ્ઞાન ઉપજ્યું તે જ્યોતિષ શાસ્ત્ર નો મૂળાધાર બન્યું. જેમ શિક્ષક શાળા માં બાળકો ને આદેશ આપે, “એક લાઈન માં ઊભા રહો, બટકા છોરા આગળ, લંબુ પાછળ!” એ સિદ્ધાંત આકાશમાં પણ “આપણ રાંગેત આહાત, આપ કતાર મેં હેં” જેવી સ્થિતિ નિશ્ચિત કાળે રચાય છે! આ કાળ માં થી ઉત્પન્ન થયા તે સંવત્સર, વર્ષ અને આ ષષ્ઠી! સૌથી મોટા અને સ્વયં જ્યોતિ બિંદુ – સૂર્ય – હોય એવા આકાશ લોક ના રહેવાસી દર ૬૦ વર્ષે એક કતાર માં દેખાય – પૃથ્વી થી – એવું જોવા મળ્યું. એમાં થી નક્કી થયું કે જે અનુક્રમ માં આ ગ્રહો તારા સૂર્ય વગેરે એક લાઇન માં કે થોડા અંદર બહાર દેખાય તે પણ દર ૬૦ વર્ષે ફરી દેખાશે! આ જ્ઞાન લઈ ને બીજા જ્ઞાની ઑ એ બે વાત ને જોડી. એક તો બ્રહ્માણ્ડ નો સિદ્ધાંત કે આખું બ્રહ્માણ્ડ ચક્ર માં ચાલે છે. દરેક ચક્ર નો વિસ્તાર, કાળ, પ્રદેશ, વગેરે જુદા જુદા છે, પણ બધું જ ગોળ ગોળ ફરે છે! બીજી વાત કે બાળાવસ્થા થી વૃધ્ધાવસ્થા – શરીર ની અને મગજ ની સ્થિતિ પણ ચક્રમાં જ ફરતી હોવી જોઈએ! આ ચક્ર ૬૦ વર્ષ નો હોય, એવું આ વિદ્વાન ઋષિ મુનિ ઑ એ કહ્યું! એટલે સાંઠ સુધીમાં શરીર પણ બાળક ના શરીર જેવું ઢીલું પાડવા માંડ્યુ, અને બુદ્ધિ પણ નાસવા માંડી! હવે મારો વાસ્તવિક દૃષ્ટિકોણ જણાવું. આ સંસારી વ્યક્તિઓ માટે જ છે. એકલરાજા કે રાણી માટે નહીં! આપણી ભૂમિકા – સંસાર ના વ્યવહાર માં – પણ ચક્ર માં ફરે. આપણે બાળક હતા ત્યારે માં બાપ કે કોઈ પણ વડીલ કહે તેમ કરવાનું. પરંપરાગત રીત પ્રમાણે મારી પેઢી આપણા વડીલો ની ઉમર ભર આજ્ઞા પાળી. મારા જેવા નસીબદાર હોય તેને માબાપ કૌટુમ્બિક વ્યવહાર ના પરિવર્તન ના આગામી સૈનિક મળે. પણ મારી પેઢીના બધા જ કઈ એવા નસીબદાર નથી. પણ અમારા મન – મારું પણ – આજ્ઞા પાલન ના વહેણ માં જ તરતા. એક વાર પણ એવું મન માં નથી આવ્યું કે માં બાપ કહે તે નથી કરવું. જેમ જેમ મોટા થતાં ગયા તેમ તેમ દુનિયા અને ભારત ની સ્વતંત્ર ની હવા ના શ્વાસ માં મન બદલતાં ગયા. પોતાના વર્તન માટે નહીં, પણ વલણ શેનું છે એની ઓળખ માં! અને અમારી પેઢી પરણી ને પસ્તી – છોરા થયા – ત્યાં સુધીમાં, એ છોરા સાથે કેવા વર્તન થી સંબંધ સાધવો, એ બદલાયું, અને અમારા વડીલ સાથે એક જાત નો સંબંધ – એટલો જ ગાઢ – અને છોરા સાથે બીજી જાત નો. છોરા ના મન કદાચ એજ ઉમરે અમારા મન હતા તેના કરતાં વધારે વિકસાયેલા છે એમ સમજી ને એની શું ઇચ્છા છે એ સમજી ને આદેશ આપ્યો કે બદલ્યો. જેમ જેમ છોરા મોટાં થયા તેમ તેમ સંબંધ પણ બદલતાં ગયા. મારે અને મારી પત્ની ને એક ઘણો મોટો સાનુકૂળ સંયોગ હતો. એક બાજુ અમે આજ્ઞાકારી પુત્ર અને પુત્રી હતા, પણ અમારા માબાપ ને યા તો ખબર હતી કે અમારી શું ઇચ્છા છે, કે અમારી ઇચ્છા જાણી ને એમની દક્ષતા ઉમેરી ને આજ્ઞા આપતા. અને એને લીધે મોટે ભાગે અમને લાગતું નહીં કે અમે ફક્ત આજ્ઞા નું પાલન કરીયે છીએ! એજ તો મિત્રતા નો સંબંધ થયો કે નહીં? આ વાતાવરણ માં ઉછરેલા “અમે”, બહુ અનાયાસે અમારી છોરી ઑ સાથે ના સંબંધ નું પરિવર્તન કરી શક્યા. મોટી થઈ, ભણવાનું પૂરું કર્યું – અમારી ઇચ્છાને માન આપી (કે masters સુધી તો ભણવાનું જ) નોકરીએ લાગી, સંસારી થઈ વ્યવહારી થઈ અને અમને કહેવા માંડી “આમ કરો, અને આ નહીં”! પાટલી બદલાઈ ગયી. ખાસ તો અમારી ષષ્ઠી પસાર થઈ અને અમે છોરી ઑ નું સાંભળવા માંડ્યા – ગર્વ થી કે અમારો ઉછેર સફળ થયો છે, અને અમારા સંતાન હવે અમે અર્વાચીન સંસાર માં “કિશોર- બે દિવસ પહેલાં સાહેબ ની વર્ષગાંઠ ના ઉત્સવ માટે એક જાપાની restaurant માં અમને લઈ ગઈ – અમારી મોટી. શાકાહારી, અને આપણે ત્યાં પંગત લાગે એવી રીતે એક પછી એક વાનગી આવી. પણ જાપાની સંસ્કાર પ્રમાણે દરેક વાનગી આંખે વળગે એવી રીતે તૈયાર કરેલી. અમે બેઠેલાં એને પેલે પાર અમારી સામે જ થાળ તૈયાર કરે, જાણે રંગોળી પૂરતા હોય એવી કાળજી થી. પછી એનું વર્ણન કરે અને જાપાની વિવેક માં કેવી રીતે આજાર કરવો એ પણ સમજાવે. મન પ્રફુલ્લિત થતું ગયું. શું ધૈર્ય, શું વિનય, શું ભોજન માટે માન, અને શું આદર. પેટ તો ભરાયું, પણ મન માં પ્રસન્નતા ઉભરાઇ ગઈ, અને લાગણી એ ડૂમો ભરાવ્યો, કે દીકરી એ કેવું ફરતું ચક્ર અમારી સામે પ્રગટ કર્યું, અને સંબંધ ની અદલા બદલી કરી, કે ષષ્ઠી પછી અમારા સંતાન ધર્મ ની વૃદ્ધિ, અને તમારી નવી અર્વાચીન જ્ઞાન ધારા ની વૃદ્ધિ!
|
There is a prevalent Gujarati proverb that says “senility sets in after sixty”. Various governments worldwide have latched on to this idea, and declared 60 as the retirement age for employees, and folks like me get hit with this rule or something close to it! Every person one meets after ones retirement will ask, “hey, what’s up? What are you doing?” and the moment you reply “retired!” jealousy laden “Oh, wonderful! You can relax and enjoy life!” is the closing response, as they disappear quickly! How to explain that a new concern is a). how to keep occupied for the next 20+ years, and b). how to pay for the next “relaxed 20+years!”. There is great importance assigned to a celebration of reaching 60 called the “ShashThipurthi” or the completion of 60 years of one’s life. I asked my elders what the big deal was – as this celebration is considered as important as ones wedding – and the reply was “the scriptures have prescribed this celebration” followed by rolls of laughter. Their point was simple, we did, so will you! Frequently our children (fortunately not mine) get carried away and want to get it organised, but if it is to be our celebration, it’s not fair to let the children spend for it! The real issue is that average lifetime of males at the time of composition of the scriptures was near 60, so there was some logic to it! Last hurrah, and go! But now 80+ is more like it! Fortunately, We had stopped celebrating birthdays a long time ago, and being away from India (and social pressures there from) was a boon, and we got away with doing nothing. But I did have some curiosity about what exactly had the scriptures said. I found that two tomes are involved. One is the Surya Sidhdhaant and it’s descendants, and the other was predictive astrology branch of ancient writings. Surya Sidhdhaant is the fount of ancient India’s knowledge of astronomy. The word used for this branch of knowledge is “Jyotish” a study of entities that emit light. Unfortunately, the same word is used for the domain of reading palms, documenting kundali and readings at birth and such other predictive practices. Indian astronomy was born of a need to measure time. Predictable milestones were needed as reference points, and study of the stars and planets and the sun and moon etc. yielded deep knowledge of what was going on in the universe up and about the earth. One such conclusion was that visible heavenly bodies do get aligned one behind the other – as observed from earth – in a cyclic manner. Combined with the deeper understanding amongst the scholars of the day that everything in the Universe happens in a cycle! The period of this cyclic alignment was observed to be 60 years! Hence, whatever the alignment of planets and stars and the sun that happened on the day one was born, would happen again 60 years later. So, one may think of being born again, becoming baby like, or reappearance of declining physical abilities, and mental prowess as part of the cycle of life! Ahoy! Senility and walking sticks. Here is my take on what the scriptures meant but never said explicitly – as was the common practice in scripture writing. This is for “settled” folks primarily, not for the singletons. Our roles in the social order of family and community also follows a cycle of behaviour. As children, we simply obeyed – or followed – whatever our parents and other adults told us to do. My generation practices this tradition for life ( although in most cases parents are no more, and we now qualify as “elders”). If one was as fortunate as I, one’s parents would be leaders of social change in the family structure, but such situation was not common. My instinct was very much in the follow what my parents said mode. Not once do I recollect resenting or rebelling against what my parents said. But as we grew up in the prevailing winds of freedoms and self- My wife’s birthday was late last week. Our daughter took us to a Japanese vegetarian “omakase” restaurant. The menu is decided by the chef, and is served in servings one after the other. In Japanese tradition, they would prep the dish right across the table from us. Each dish was a delight visually, and even more attractive experience was to see the care and precision with which the sue chefs prepped our dish in front of us. Their attention and respect for the food was infectious, and their description of how the Japanese traditionally ate that dish was such a revelation. We were so pleased with that experience and that knowledge that we did not even think whether we were full or still hungry (we were full after 8 dish Omakase). We were also brimming with happiness at how thoughtful and inventive our daughter had been for this celebration. What a perfect turnaround of the guard from parent to child to parent – after 60! |